________________
૧૩૦
અધ્યાત્મપત્રસાર
ગુરુના ક્રમ - યુગલને “સાહલાદ દેવતાથી વંદ્ય છે– તેમ સ્વીકારે છે. આ ઉપરથી એ નિર્ણય થાય છે કે “સાહુલાદ દેવતા” અને દેવી કુંડલિની દેવી” બન્ને જુદાં છે.
“ભાવ” અથવા “ભક્તિ – સાધનાની ચરમ– પરિણતિમાં એક બાજુ “રસની અભિવ્યક્તિ થાય છે અને બીજી બાજુ “મહાભાવને વિકાસ. “રસ’ના વિશુદ્ધ અને પૂર્ણતમસ્વરૂપની પ્રાપ્તિ અથવા ઉપલબ્ધિ
મહાભાવ'ના વિકાસ વિના થઈ શકતી નથી. “શાંતરસની “માધુર્યમાં પરિણતિ થયા વિના અથવા સ્વભાવ – સિદ્ધ “મધુર-ભાવ' વિના મહાભાવીને માર્ગ પ્રાપ્ત થતું નથી. “રસ” = શાંતરસ, “મહાભાવ = સમાધિ.
મહાભાવ” અને “રસ'ની વિશુદ્ધિ બન્નેના અનુભવમાં ફરક છે?
નમસ્કારના પ્રથમ–પદની વિચારણામાં આ સઘળા વિચાર આવ્યા તે આપની પાસે રજૂ કરું છું તેમાં કાંઈ ભૂલ હેય તે કૃપા કરીને સૂચવશે.
ઉપાધ્યાયજી કહે છે કે – જિનવરની ભક્તિ એ જ આગમને સારા છે – તે ભક્તિની ચરમ-પરિણતિ તે જ “સાહલાદ દેવતા છે – તે જ બરાબર હોય તે આ વિષયની સમજૂતિ થઈ ગણાય.
(૧૧૩)
- તા. - તા. ૧૦-૯-૬૮ના રોજ મેં આપને શ્રી સિહતિલકસૂરિ વિરચિત તેત્રોમાંથી પાંચ દષ્ટાંત સાહુલાદ દેવતાનાં આપ્યાં હતાં અને તે ડૉ. ઈન્દચન્દ્રની હુલાદિની શક્તિ બરાબર છે તેમ અનુમાને લખ્યું હતું. ડૉ. ઈન્દચન્દ્રને આ બાબત કાગળ લખે પણ જવાબ મળે નહીં.
પરંતુ ઉપરના પુસ્તકમાં આધાર મળે છે અને હુલાદિની શક્તિ તે જ સાહલાદ દેવતા હોય તે તેનો અર્થ કુંડલિની થાય છે–તેમ હવે ખાત્રીથી કહી શકું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org