________________
૧૨૮
અધ્યાત્મપત્રસાર
અથ– “સાહૂલાદ દેવતા વડે વંદ્ય-ચરણવાળા શ્રી જિનેશ્વર ભગવંત અને ગુરુને નમસ્કાર કરીને, જેણે કુંડલિની દેવીની કૃપા અનુભવી છે એવા અને તેથી પ્રસન્ન થયેલું છે અંતઃકરણ જેનું એવા– શ્રી વિબુધચંદ્ર આચાર્યના શિષ્ય શ્રી સિંહતિલકસૂરિ– સ્વ-પરના બેધને માટે આ ગણિતતિલકની વૃત્તિ રચે છે.
श्रीविबुधचन्द्रगणभृच्छिष्यः श्रीसिंहतिलकसूरिरिमम्।। साङ्लाददेवतोज्ज्वलविशदमना लिखितवान्कल्पम् ॥
(“શ્રીવર્ધમાનવિદ્યાકલ્પ; કલેક-૯૪). અર્થ - શ્રીવિબુધચંદ્ર આચાર્યના શિષ્ય શ્રીસિંહતિલકસૂરિએ આ વર્ધમાનવિદ્યાકલ્પ' વિશદમનવાળા પ્રસન્ન થયેલા (ઉજજવલ) “સાહુલાદદેવતાની ભક્તિથી લખે છે.
માત્રા–મેળના કે અન્ય કોઈ કારણે જ્યાં “સાહલાદ દેવતાને પ્રગ શ્રીસિંહતિલકસૂરિ નથી કરતા ત્યાં જનમયા’ શબ્દને પ્રવેશ કરે છે, તે નીચે પ્રમાણે -
श्रीवीरजिनं नत्वा यशोदेवं गुरुं विबुधचन्द्रम् । श्रीवर्द्धमानविद्याकल्पं वक्ष्यामि जिनभक्त्या ॥
(શ્રીવર્ધમાનવિદ્યાકલ્પ, લેક-૧). અર્થ - પરમાત્મા–મહાવીરદેવને, શ્રીવિબુધચંદ્ર(આચાર્ય)ને તથા પૂજ્ય એવા યશેદેવ ગુરુને નમસ્કાર કરીને હું જિનેશ્વરદેવની ભક્તિથી શ્રીવર્ધમાનવિદ્યાકલ્પ” કહું છું.
જેસલમેર જૈન ભાંડાગારીય ગ્રંથના shri c. D. Dalal ના સૂચિ-પત્રમાં, તે પૃષ્ઠ ૬૬ પર આ વિષે જણાવે છે કે -
"अस्य देवता प्रसन्नाऽऽसीदित्येतत्कृतग्रन्थप्रान्ताद् ध्वन्यते।'
અથ – “દેવતા એને પ્રસન્ન હતા’ એ વાત એમણે રચેલા ગ્રંથના અંત ભાગથી ફલિત થાય છે.
આવી ટીકા શ્રી દલાલે મંત્રરાજ રહસ્યના લેક ૨૫ વિષે કરી છે.
આ ઉપરથી સમજાય છે કે શ્રી દલાલ આ વસ્તુ સમજી શક્યા નથી. આવી જ ટીકા શ્રી હીરાલાલ રસિકદાસ કાપડિયા ગણિતતિલક ગ્રંથની પ્રસ્તાવનાના પૃષ્ઠ ૬૪ ઉપ૨ કરે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org