________________
૧૨૬
અધ્યાત્મપત્રસાર પાશ્ચાત્ય શાસ્ત્રીય ભાષામાં કહીએ જમણું છિદ્ર દ્વારા ગ્રહણ કરવામાં આવતા વાયુથી કરોડરજજુની જમણુ બાજુએ સબળ–વિદ્યુત પ્રવાહ (Positive Electric current) ચાલે છે અને ડાબા છિદ્ર દ્વારા ગ્રહણ કરવામાં આવતાં વાયુથી કરોડરજજુની ડાબી બાજુએ નિર્બળ –વિદ્યુતનો પ્રવાહ ( Negative Electric current) વહે છે.
રસશારિત્ર'ની પરિભાષામાં કહીએ તે જમણું છિદ્ર દ્વારા ગ્રહણ કરવામાં આવતાં વાયુમાંથી “પુરુષતત્વને શરીરમાં અધિક સંચય થાય છે અને ડાબા છિદ્ર દ્વારા ગ્રહણ કરવામાં આવતા વાયુથી “સ્ત્રીતત્વને અધિક સંચય થાય છે.
“સૂર્યતત્વ” અને “ચંદ્રતત્ત્વ” અથવા “સબળ-વિધુત-પ્રવાહ અને નિર્બળ-વિદ્યુત–પ્રવાહ” અથવા “પુરુષતત્વ” અને “સ્ત્રીતત્વને શરીરમાં જે પ્રમાણમાં સંચય થાય છે તે પ્રમાણમાં શરીરમાં આરોગ્યને આધાર હોય છે. સૂર્યતત્ત્વ' જેમને અધિક હોય છે અને “ચંદ્રતત્વ ઓછું હોય છે તેમને ઉષ્ણતાના વિવિધ વ્યાધિઓ થાય છે અને ચંદ્રતત્ત્વ જેમને અધિક હોય છે અને સૂર્યતત્ત્વ ઓછું હોય છે તેમને શૈત્યના વિવિધ વ્યાધિઓ હોય છે. બન્ને ત શરીરમાં જ્યારે સમાનપણે વ્યાપી રહેલાં હોય છે ત્યારે મનુષ્ય ઉત્તમ આરોગ્યને અનુભવ કરે છે.
આ પ્રમાણે કુદરતી જ યોગ્ય સમયે સૂર્ય-ચંદ્ર તેના ફેરફાર થયા કરે છે. પરંતુ રેગીને નિયમિત સમયે નાડીઓ બદલાતી નથી. તેથી લેમવિલેમ પ્રક્રિયા તેઓ માટે ઈષ્ટ છે.
લાંબા શ્વાસના ચમત્કારિક પરિણામે ” આ શીર્ષક નીચે અખંડ આનંદ’ના ૩૧ જુલાઈ ૧૯૬૮ના અંકમાં પૃષ્ઠ ૧૬૬–૧૬૭ ઉપર દર્શાવ્યા પ્રમાણે શ્રી ચીમનલાલ બાપાલાલ પરીખે “લેમવિલેમ પ્રક્રિયા કર્યા વિના કેવળ લાંબા ધાસથી અનેક દવાઓથી નહીં સુધરેલું આરોગ્ય સુધાર્યું હતું અને અપરંપાર લાભ ઉઠાવ્યા હતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org