________________
અનાહતનાદ
૧૨૧
સંભવ છે. કયાંથી લીધું છે?—તે મૂળ કાગળમાં લખ્યું કે નોધ્યું નથી. તેના પર તારીખ પણ નથી છતાં પણ અનાહત માટે ઉપયોગી માહિતી હોવાને કારણે તે અહીં સંકલિત કરેલ છે.]
સર્વ પ્રાણીઓમાં જીવનરૂપે જે પરિરકુરણા થાય છે તે “નાદ છે.
નાદીના પર્યાયવાચક શબ્દો પ્રાણ, જીવ અને શેષ છે. કાંસાને ઘંટ વગાડવાથી પાછળથી રણકાર ચાલુ રહે છે તે “નાદ” છે.
ભાવથી નાદ શરીરમાંથી ઉત્પન્ન થતે – વાજિંત્રના અવાજ જે છે અને તે સ્વયં સંભળાય છે.
પરમાર્થથી નાદ શરીરમાંથી ઉત્પન્ન થતાં જુદાં જુદાં વાજિંત્રના અવાજે જે છે અને તે સ્વયં સંભળાય છે.
(કારણ) “નાદ અવ્યક્ત ધ્વનિરૂપે છે અને તે (કાર્ય) નાદરૂપે આઠ પ્રકારે દર્શાવાય છે; જેમ કે –
(૧) ઘોષ, (૨) રાવ, (૩) સ્વન, (૪) શબ્દ, (૫) ફેટ, (૬) ધ્વનિ, (૭) ઝંકાર અને (૮) વિકાર.
(કારણ) “નાદ સર્વ શબ્દની ઉત્પત્તિના હેતુરૂપ પણ છે અને તે શબ્દબ્રહ્મસ્વરૂપ છે. “નાદ” હંસરૂપ છે એટલે કે પ્રાણના આન્તર્કલ્પરૂપ છે.
નાદ' ક્રિયાશક્તિ–પ્રધાન છે અને તેનું કાર્ય અપાનવાયુ દ્વારા તથા ઈડાનાડી દ્વારા થાય છે.
નાદ’– અનાહત-વનિરૂપ છે, તે ભ્રમરનાદ'ની જેમ ખિની નાડીમાંથી ઊઠે છે.
શબ્દ “નાદાત્મક છે એટલે કે શબ્દનું ઉચ્ચારણ માત્ર “નાદ દ્વારા થાય છે. કંઠનું દ્વાર સાંકડું કરી ઉચ્ચારણ કરવાથી “નાદ'ની ઉત્પત્તિ થાય છે. “નાદાની જે અતિસૂક્ષ્મ ઉપરની અવસ્થા છે તે શૂન્યતુલ્ય હોવાથી બિંદુ કહેવાય છે. - મન અને ચિત્તને “લય” “નાદમાં થાય છે એટલે “લયગ” નાદપ્રધાન’ છે. “નાદ જે “લય” નથી.
નાનું અનુસંધાન કરવાથી વાસના ક્ષીણ થાય છે અને કર્મના બંધને તૂટે છે.
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org