________________
૧૨૦
અધ્યાત્મપત્રસાર
ફળરૂપે “અવ્યક્ત”ની અનુભૂતિ કરાવે છે. આ પ્રક્રિયા રાજમાર્ગ લાગે છે. શક્તિપાતાદિ વ્યક્તિવિશેષ માટે ઉપકારી હશે. જપસાધના પ્રત્યેક અધિકારી માટે આત્મતવ સુધી કમશઃ પહોંચવા માટે સહીસલામત રાજમાર્ગ સમજાય છે.
અ.
(૧૦૮)
તા. ૧–૫–૭૩ અનાહત–આ શબ્દ બહુ વિચારણા માગે છે. જેમ ગમીમાંસામાં વાયુ શબ્દનો પ્રયોગ જ્યાં જ્યાં થતું હતું, તે તપાસીને તેના ઘણું અર્થો કરી બતાવ્યા તેમ આ “અનાહત'નું પણ છે. મને યાદ છે ત્યાં સુધી આર્થર એવેલેને તેના “શક્તિ અને શાક્તમાં અગર “સર્પન્ટપાવરમાં આને અમુક અંશે ચર્ચે છે. પરંતુ આપણે વિશેષ ચચી દાખલા – દલીલ સાથે રજૂ કરીએ તો તેને કાંઈક ન્યાય આપે કહેવાય.
જૈન–વામયમાં “અનાહત' શબ્દનો પ્રયોગ પ્રથમ દિગંબરેએ કર્યો છે. તેવી રીતે પં. શ્રી કલ્યાણવિજયજી તેમના નિબંધ-નિચય ગ્રંથમાં લખે છે એટલે દિગંબરેનું સાહિત્ય પહેલાં તપાસવું જોઈએ.
નિબંધ–નિચર્ય પૃષ્ઠ ૫૪માં તેઓશ્રી જણાવે છે કે દિગંબર ભટ્ટારક શ્રી દેવસેનસૂરિએ ભાવસંગ્રહ' નામના ગ્રંથમાં લગભગ ૪૦ ગાથાઓમાં સિદ્ધચક્રના યંત્રની તથા તેના પૂજનની ચર્ચા કરી છે. આ ગ્રંથ હજી મને હાથ લાગ્યું નથી.
અમૃતાશીતિ–આ તથા “અનાહત-શોદ- શાસ્ત્ર મારી પાસે છે તે તથા “દિગંબરેનું અમૃતાશીતિ વગેરે પદ્યો તપાસીએ ત્યારે આ શબ્દ પૂર્ણ રીતે સમજાય.
ભ.
'
(૧૯)
તા.
–
અનાહતનાદ*
[ આ લખાણ સ્વતંત્ર લાગે છે. એક કાગળ પર નેધ કરેલી તેમાંથી નકલ કરી છે. કોઈ પુસ્તકમાંથી મળી આવેલા મુદ્દાઓ રૂપે આ લખાણ હોવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org