________________
[૧૦]
મંત્ર
અ.
(૧૦૦)
તા. ૨-૧-૧૯૬૦ “નમસ્કારમંત્ર”માં “મંત્ર” શબ્દને અર્થે વિચારીએ:
મંત્ર તે છે કે જે મનન કરવાથી રક્ષણ કરે છે અથવા જાપ કરવાથી ફળદાયી થાય છે – અWકિયાકારી થાય છે. “નમસ્કારમંત્રમાં સકલ અર્થ ક્રિયાકારિત્વનું સામર્થ્ય છે અને તેથી તે “પરમમંત્ર છે. એવા મંત્રક છે કે જેનું અર્થકિયાકારિત્વ અમુક અંશે ફળદાયી હોય પરંતુ એક સાથે અને સંપૂર્ણ પ્રકારે ફળદાયી હોય તે તે “નમસ્કારમંત્ર
આપણે ઉપર શાબ્દિક-અ વિચાર્યા, પરંતુ પરમાર્થની (નિશ્ચયની) દષ્ટિએ વિચારીએ તો (૧) મંત્ર, (૨) દેવતા અને (૩) ગુરુ – આ ત્રણેનું ઐક્ય છે. આ કારણે મંત્રશાસ્ત્રોમાં મંત્રને સાધારણ – શબ્દની માફક કેવી સામાન્ય – અને બેધક નથી માને કે જે પ્રાપ્ત થવાથી “મંત્રીનું કાર્ય સમાપ્ત થાય. પરંતુ “મંત્રીને સમસ્ત શબ્દ અને અર્થના મૂલરૂપ માને છે “નમસ્કારમંત્ર” લબ્ધિ – અક્ષરરૂપે “ચૈતન્યસ્વરૂપ પરમાત્મા’ છે. આ કારણે તે અતિ આવશ્યક છે કે આરાધકના ચિત્તમાં “મંત્ર” પ્રત્યે સાધારણ સભાવન રહેવું જોઈએ પરંતુ બ્રહ્મભાવ જાગૃત થવે જોઈએ –જેથી “મંત્ર' લબ્ધિ – અક્ષરરૂપે અથવા ચૈતન્યરૂપે સંકુરિત થાય અને આરાધક તેમાં લીન રહે.
ઉપર્યુક્ત મંત્રદેવતા” અને “ગુરુ”નું ઐકય શ્રી પરમેશ્વર પરમેષ્ઠી અરિહંતદેવમાં જ લાધશે. તેથી “નમસ્કારમંત્રના પાંચ-અધ્યયને અરિહંતદેવની આરાધનાના પણ બેધક છે, તે તે દષ્ટિએ ઘટાવી શકાય.
તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org