________________
૧૧૪
અ.
( ૧૧ )
તા. ૨૧-૬-૬૮
આપણામાં મંત્ર'ની ત્રણ પ્રથા ચાલુ હોય તેમ જણાય છે, તે ત્રણ પ્રથા આ પ્રમાણે છેઃ
અધ્યાત્મપત્રાય
(૧) સુમુનિ-નિર્મિત મંત્રવાદ, ( ૨ ) દેવાધિષ્ઠિત મંત્રવાદ અને (૩) મંત્રાત્મક દેવતાવાદ.
(૧) સુમુનિ નિર્મિત મંત્રવાદઃ- સત્ય-સંકલ્પતા અને ઉત્કૃષ્ટ – તપના પ્રભાવથી તેમના શબ્દોને મંત્ર’નું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. તેથી જ ગણધર ભગવંતાનાં સૂત્રો ‘મંત્રાત્મક ’ છે.
(૨) દેવાધિત મંત્રવાદઃ- જે દેવતાને આશ્રયીને ‘મંત્ર’ પ્રણીત થયા હોય તેના વિધિપૂર્વક પ્રયોગના સામર્થ્યથી સિદ્ધાન્તને અનુસરતા પુરુષને તે અનુગૃહીત કરે છે.
(૩) મંત્રાત્મક દેવતાવાદઃ- પવિત્ર-પદ'નું સમાલંબન લઈ ને વિધિપૂર્વક ( એટલે કે નાડી–પવન–સંચાગના પરિજ્ઞાનથી કે પંચ–સમીરના ઉત્થાનની પ્રક્રિયાથી ) જે કરાય તે અનાહત-દેવ'રૂપે અનુગૃહીત કરે છે.
શાસ્ત્રકાર ભગવંતે ચૈાગશાસ્ત્ર'ના અષ્ટમ-પ્રકાશમાં પહેલી અને ત્રીજી પ્રથાના ઉપચાગ કર્યો છે. ‘ પ્રવચનસાર'ના પવિત્ર-પદે આલમન માટે ઉદ્ધૃત કરીને પહેલી પ્રથા સ્વીકારી છે અને ‘પદમયી – દેવતા’ના અવતરણિકાઓમાં પાંચ-છ વખત પ્રયાગ કરીને ત્રીજી પ્રથા સ્વીકારી છે.
જે કેાઈ શાસ્ત્રની રચના કરે તે પહેલી પ્રથાને જરૂર અનુસરે એટલે ખીજી અને ત્રીજી પ્રથામાંથી ત્રીજી પ્રથાને મુખ્ય ગણી છે અને બીજી ગૌણ છે. આ કારણે શાસ્રકાર ભગવત ત્રીજી પ્રથાનું સમન કરે છે. એવું જે મે’ પ્રસ્તાવનામાં લખ્યું તે યથાથ છે તેમ માનું છું.
Jain Education International
આપશ્રી જાગૃત રહી મારા ઉપર ચાકી રાખો છે તે માટે આભાર માનું છું. જો આપે વિગતવાર આ વિષયને ચર્ચ્યા ન હાત તો મારે ઊંડાણથી વિચાર કરવાના વખત આવત નહીં. મારી સમજમાં ભૂલ હાય તે આપ દાખવી શકેા તેટલા માટે વિગતે જવાબ આપ્યા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org