________________
૧૦૬
અધ્યાત્મપત્રસાર
અંગસંચાર, ૧૧. સૂક્ષ્મ કફસંચાર અને ૧૨. સૂક્ષ્મ દૃષ્ટિસંચાર– આ બધા કાયાના છે અથવા વધારે સ્પષ્ટતાથી કહીએ તે પ્રાણુના છે. જેટલા સંચાર છે તે સઘળા પ્રાણને આભારી છે. તે પ્રાણ એટલે પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન. * પરંતુ આ કયાંયે આધાર મળતું નથી. મારી કલ્પના છે કે પાંચ સમીરને કાબૂમાં રાખતાં શીખીએ તે “કાયોત્સર્ગ” સારે થાય. " “પંચપરમેષ્ટિ મંત્રરાજ ધ્યાનમાલામાં તે ત્રીજી ઢાળ આખી પ્રાણવિજય માટે છે. તેમાં આવી ચર્ચા છે. તેથી સ્વાથ્ય સારું રહે છે. તેવી પણ ચર્ચા છે. આવી રીતે પ્રાણને જય કરતાં આવડે તો “
કાસ ઉચ્ચ કોટિને થાય.
(૯૦)
લુણાવા..
તા. ૩–૭–૭૩ જિનમુદ્રા' એટલે કાત્સર્ગ–મુદ્રા'. જિનેશ્વરો જે મુદ્રાએ નિર્વાણ પામ્યા તે મુદ્રા. તે બે પ્રકારની – એક “પદ્માસન અને બીજી કોત્સર્ગઊભી મુદ્રા'. બન્ને પગ આગળથી ચાર આંગળ અને પાછળથી ચાર આંગળથી સહુજ ઓછું અંતર હોય તે રીતે રાખી બન્ને બાહુ પ્રસારીને થતી મુદ્રા તે “કાયેત્સર્ગ મુદ્રા છે. જે હાલ આપણે “કાયોત્સર્ગ” વખતે કરીએ જ છીએ. વિશેષમાં તે “કાયેત્સગ વખતે ધ્યાન ષકો ઉપર હોવું જોઈએ-એમ કહે છે તેમાં પણ બાધ જેવું નથી.
આપણે ત્યાં દયેય તરીકે પાપક્ષય, કર્મક્ષય, દુઃખક્ષય, બેધિલાભ, ચિત્તસમાધિ વગેરે કહેલ છે અને તે જે પ્રકારના ધ્યાનથી સિદ્ધ થાય તે ધ્યાન વિહિત છે. કાલગણના માટે “Tયતના કાણા' એ સૂત્રથી નવકાર' યા “લોગસ્સના પાદે ગણવાની પ્રણાલિકા છે. “કાયેત્સર્ગમાં ૧૬ આગેરે–જેમાં એકવચનાત-૯ અને બહુવચનાત-૩ તથા ચાર આગંતુક આગેરે પણું અન્ન –સૂત્રમાં કહ્યા મુજબ–રાખીએ છીએ અને બીજી બધી મન-વચન-કાયાથી થતી ક્રિયાઓના ત્યાગની પ્રતિજ્ઞા કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org