SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ સકલાર્હત – સ્તોત્ર પ્રભુપ્રકાશિત દશવિધ ધર્મની સ્તુતિ કરતાં અનુક્રમે તેમણે તાંત્રિક દષ્ટિએ પાંચ તત્ત્વોને પણ આગળ કર્યા હોય અને તેને આડકતરી રીતે સ્તુતિમાં થી લીધા હેાય એ ભાસ પ્રથમ દષ્ટિએ થઈ આવે છે. જો કે તે એક માત્ર કલ્પના જ છે, પણ “સકલાહંત'માં તેનું જ અનુકરણ થયું હોય તો ના કહી શકાય નહિ– એમ બન્ને સ્તુતિને એક સાથે વિચારતાં અનુમાન થઈ શકે. શ્રીવર્ધમાન દ્વાત્રિશિકા આ દષ્ટિએ તમે જશે. જેને પહેલે શ્લેક – યોજાનારા સમુદ્રતવાગ્યાથી શરૂ થાય છે અને ૧૯મો લેક “મો વિENTધાભૂતાધરિત્રીથી શરૂ થાય છે. ધરિત્રી પૃથ્વીતત્વ સૂચક અને પછીની ત્રણ-ચાર ગાથામાં અનુક્રમે જલતત્વ, અગ્નિતત્ત્વ, વાયુતત્વ, આકાશતત્ત્વ વાચક શબ્દો પણ આવે છે. આ સ્તુતિને પાઠ હું ઘણાં વર્ષોથી કરું છું, તેને પડેલા સંસ્કારના બળે સકલાર્હતુ” – તેત્રમાં પણ પૃથ્વી આદિ તત્વેની ધારણા ગુંથાયેલી હોય અને છેલ્લી આઠ ગાથામાં “બિંદુનવકનું ધ્યાન સ્તુતિકારને અભીષ્ટ હેય એ વિચાર કુલે છે અને તે કારણે તમને અગાઉના પત્રમાં જણાવ્યું હતું. આના માટે સ્તુતિપાઠ દીર્ધકાળ, નિરન્તર, સત્કારપૂર્વક કરાયેલ છે અને તેના આધારે વિચાર કુરેલ છે. તે સિવાય બીજે કઈ આધાર મળે છે એમ નહિ પણ “નવપદ'નું ધ્યાન “બિન્દુનવક' સાથે સરખાવવાની જે એક કલ્પના છે, તેવી જ આ એક કપના છે, એમ માનીને વિચારશો. લેગસ્સ –સૂત્રના ધ્યાનને પણ ચકોમાં નામાદિને ન્યાસ કરીને ધ્યાનની એક પ્રક્રિયા તરીકે ઘટાવવાનો પ્રયાસ છે, તેવો જ આ એક પ્રયાસ છે. મૂલાધાર અને સ્વાધિષ્ઠાનમાં પણ પ્રભુના નામને ન્યાસ થઈ શકે છે. એ માટે તમે “શ્રી જિનપિંજર – સ્તુત્રનું પ્રમાણ લખ્યું તે જોઈ લીધું છે અને તે પ્રમાણ તરીકે આપી શકાય. ૧. બિન્દુ, અર્ધચન્દ્ર, રેધિની, નાદ, નાદાન્ત, શક્તિ, વ્યાપિની, સમના અને ઉન્મના–એ “બિન્દુનવક' કહેવાય છે. ૨ નવપદ - અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy