________________
નમસ્કાર મંત્ર, લેગસ્ટ’– સૂત્ર અને ‘ઉવસગ્ગહરં– તેત્ર ઉપરના સ્વાધ્યાય માટેના તથા પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા અને કોન્સર્ગધ્યાન વગેરે સાધના માટેના સંશોધન-ગ્રન્થ બહાર પાડ્યા છે તે ગ્રન્થનિર્માણના કાળ દરમ્યાન આ પત્રવ્યવહાર થયેલ છે, જેમાં અનેક
ઢપ્રશ્નો ઉપર નિખાલસ-વિચારોની આપ-લે જોવા મળે છે, તદુપરાન્તા કઈ વાર કેઈ નિબંધ, રૂબરૂમાં શરૂ થયેલી તત્વચર્ચા, કેઈ ગ્રન્થવાચનમાંથી ઉદ્ભવતાં સ્કૂરણે પણ આ પત્ર-વિનિમયનું કારણ બન્યાં છે. વિષયવૈવિધ્ય અને સહજભાવે હૃદયના ઊંડાણમાંથી પ્રગટ થત સ્વચ્છ વિચારોને પ્રવાહ તથા ગંભીર અને ઉદાત્ત શૈલી – તે આ ગ્રન્થની વિશેષતાઓ છે.
જે પત્રવ્યવહાર અહીં પ્રગટ થઈ રહ્યો છે તે ત્રુટક છે તથા કઈ તત્ત્વ-ચર્ચા અચાનક વિરામ પામતા થતે રસભંગ દુઃખદ છે. દરેક વર્ષના ગાળામાં જે પરામશ સતત થયે હશે તે સળંગ પત્રવ્યવહારને અમુક ભાગ ત્રુટક અવસ્થામાં જળવાયે હોવાથી આ રસક્ષતિને નિવારી શકાઈ નથી. પૂણ પત્રવ્યવહારને સંચય પ્રાપ્ત થઈ શક્યો હોત તે. શ્રુતજ્ઞાનની દૃષ્ટિએ આ પત્ર–સંકલનનું મહત્ત્વ અનેક ઘણું વધ્યું હેત તે નિસંશય છે; છતાં જે પ્રગટ થઈ રહ્યું છે તે ખરેખર અદ્ભુત છે. શ્રત-ભક્તિ આ પત્રવ્યવહારને આશય છે અને અધ્યાત્મ તથા સાધના વિશેનું ચિન્તન તે તેનું પારમાર્થિક ફળ છે.
બે જિન-ભક્ત તત્ત્વચિન્તકાએ “મત્તિમનિમૂળ રિચા' કરેલું શુભ-ચિન્તન અંગત છે અને તેથી જ એની પવિત્રતા અકબંધ જળવાઈ રહે તે મર્યાદાનું પાલન કરવું તે સુજ્ઞ વાચકની ફરજ બની રહે છે.
અંગત ભાવેને વાચા આપવાથી ઔચિત્ય-ભંગ ન થાય તે આ નિવેદનકારને આ પત્રોનું વાંચન તેઓના પરમ ઉપકારી તથા ગુરુસમાન આપ્તજનના નિધનની ઘેરી હતાશામાંથી તથા મનની શૂન્યતામાંથી મુક્ત થવા માટેનું કારણ બન્યું હોવાથી અનન્ય મહત્ત્વ ધરાવનારું નિવાડયું છે.
ગ્રન્થ-નિર્માણનું કાર્ય અનેકની સહાયતાથી થતું હોય છે. અત્રે પૂજ્યપાદ આચાર્ય શ્રી કલાપૂર્ણસૂરિજી, પૂજ્ય પંન્યાસજી મહારાજ (પાછળથી સૂરિ) શ્રી કુંદકુંદવિજયજી તથા શ્રી કે. ડી. પરમારના ગદાન માટે તેઓને અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org