________________
અનુક્રમ નિશ્ચિત કરવાનું ઘણું મુશ્કેલ હતું. તેથી વિષયના સંદર્ભ ઉપરથી અનુક્રમનું અનુમાન કરવા સિવાય બીજો કોઈ ઉપાય ન હતા. એક કરતાં વિશેષ વિષયોને આવરી લેતા પત્રોનું વિભાગીકરણ કરીને સંકલનમાં વિષયવાર સંગતિ સાધવામાં આવી છે. આ બાબતમાં પૂરતી કાળજી લેવામાં આવી છે છતાં પણ કયાંય ત્રુટિ જણાઈ આવે તેા તે ઉદાર ભાવે ક્ષમ્ય ગણવા માટે વિનંતી કરવામાં આવે છે.
આ સંકલન કરવાનું કાર્ય જંબુસરના પ્રોફેસર શ્રી કે, ડી. પરમારને સોંપવામાં આવ્યું. તેઓએ ખંતપૂર્વક પત્રો તપાસીને તેની વિષયવાર એક સંકલના તૈયાર કરી આપી, પરમ પૂજ્ય પંન્યાસજી મહારાજની સલાહુ મુજબ જે સામગ્રી તૈયાર થઈ હતી તેની ફાઈલા પૂજ્યપાદ આચાર્ય શ્રી કલાપૂર્ણસૂરિજીને સોંપવામાં આવી. તેઓશ્રી ખૂબ જ રસપૂર્વક બધું તપાસી ગયા તથા ઘણાં ઉપયેગી સૂચના આપ્યાં. સૂચિત ફેરફારો કરીને આ સાહિત્ય છેવટે પરમ પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજી સમક્ષ રજૂ કરવામાં આવ્યું. અમારી ઇચ્છા હતી કે ગ્રન્થનું પ્રકાશન કરીને તેઓશ્રીનાં ચરણે તે અર્પણ કરવા. અમારી સંસ્થા ઉપર તેઓશ્રીનું અપાર ઋણ રહ્યું છે તે યત્કિંચિત્ આ રીતે અદા કરવાની અમારી ભાવના હતી. પરમ પૂજ્ય પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી મડુારાજ ત્યારે અતિશય ખીમાર હતા એટલે અમારી મનેાકામના અધૂરી રહી, સંપાદન કાર્ય અધૂરું રહી ગયું. વર્ષો વહી ગયાં. હવે જ્યારે આ કાર્ય પૂણ થયું છે ત્યારે જેનું પ્રત્યેક પૃષ્ઠ જેઓશ્રીનાં વિચાર–રત્નાથી શોભી રહ્યું છે તે ગ્રન્થ તેઓશ્રીને નમ્રભાવે સાદર સમર્પણ કરી આજે અમે કૃતકૃત્યતા અનુભવીએ છીએ. અનેક મુશ્કેલીઓમાંથી અમને માર્ગ મળતા રહ્યો હોય અને આ ગ્રન્થનું પ્રકાશન હવે સંભવિત બન્યું હાય તે તેમાં તેઓશ્રીનું સંકલ્પ-ખળ કાર્ય કરી ગયું . છે – એવી અમારી દૃઢ
શ્રદ્ધા છે.
સદ્ગુરુએ જેમાં પ્રેમપૂર્વક શિષ્યાને ઉપદેશ આપ્યા હાય તેવા આધ્યાત્મિક રસપૂર્ણ પત્ર-ગ્રન્થા બહાર પડ્યા છે પણ ગુરુ તથા શિષ્યબંનેએ, તત્ત્વનું રહસ્ય પ્રગટ કરવા માટે મુક્ત-મને પત્ર-વિનિમય કર્યાં હાય, પરસ્પરની સહાયતાથી પરમાર્થાના ઉદ્દેશથી તત્ત્વ-પરામ કર્યાં હોય અને સંશાધન કાર્ય જેનાથી સંપન્ન થયું હાય, તેવા અન્ય કેાઈ પત્રવ્યવહાર બહાર પડ્યો હોય તેવું અમારી જાણમાં નથી, જૈન સાહિત્ય વિકાસ મંડળે
6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org