________________
પ્રકાશકીય નિવેદન
નિષ્ઠાવાન અને ધ્યેયલક્ષી કાર્યક્ષમતા કેવું ઉત્તમ સાહિત્ય સર્જન પ્રદાન કરી શકે તેનું પ્રમાણ જેઓએ ત્રીસ વર્ષ સુધી એકધારું આપ્યું હેય તેવી મહામના વ્યક્તિના જીવન, લેખન અને ચિન્તનને પ્રકાશમાં આણવા તે કઈ પણ સંસ્થા માટે એક સામાજિક ત્રાણ તે બની જ રહે છે પરંતુ જ્યારે તે વ્યક્તિ તેની સ્થાપક અને પ્રેરણુભૂતિ હોય ત્યારે તે સંસ્થા માટે તો તે એક પવિત્ર ફરજ બની રહે છે. આ ફરજ પૂર્ણ કરવા માટે અમારી સંસ્થા પ્રયત્નશીલ રહી છે. સ્વર્ગસ્થ શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દોશીના જીવનના પરિચય અથે “પ્રજ્ઞા પ્રકાશ”, તેઓના લેખનની ઝાંખી કરાવવા માટે કાર્યોત્સર્ગ ધ્યાન', બહાર પડી ચૂક્યાં છે તથા ચિન્તન વૈવિધ્યને આસ્વાદ કરાવવા માટે હવે “અધ્યાત્મપત્રસાર ગ્રન્થ પ્રગટ કરીને એક પ્રેરણાદાયી પ્રતિભાવાન વ્યક્તિને સ્પર્શ કરતી ગ્રન્થત્રયી પૂર્ણ કરતાં અમને આનંદ થાય છે.
શ્રી અમૃતલાલભાઈના દેહાવસાન બાદ તેઓશ્રીએ જે પત્રવ્યવહારને સંચય કર્યો હતો તે તપાસી જતાં તેમાં જે ઉચ્ચકક્ષાનું ચિન્તન જળવાઈ રહ્યું હતું તેને ખ્યાલ આવતાં મુગ્ધ થઈ જવાયું. અનેક વ્યક્તિઓ સાથે થયેલા પત્રવ્યવહારમાં પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજીને ઈ. સ. ૧૯૬ર થી ઈસ. ૧૯૭૬ નાં વર્ષો દરમ્યાન લખાયેલા પત્રો વિશેષ ધ્યાનાકર્ષક નિવડ્યા. પ્રશ્ન ઊભું થયું કે આ પત્રોને સદુપગ ન થઈ શકે તે તે નષ્ટ થઈ જશે. ઈ.સ. ૧૯૭૭ માં પરમ પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજી પાસે માર્ગદર્શન અર્થે જવાનું થયું ત્યારે તેઓશ્રીએ શ્રી અમૃતલાલભાઈ સાથે થયેલા પત્રવ્યવહારનું વિષયવાર તથા કમબદ્ધ સંકલન તૈયાર કરવા માટે સંમતિ આપી તથા તેઓશ્રી પાસે શ્રી અમૃતલાલભાઈના પત્રો હતા તેની સંપણ કરી. પરંતુ પત્રવ્યવહાર ટક હોવાથી તથા અમુક પત્રોમાં તારીખને અભાવ હોવાથી તથા કેટલાક પત્રોમાં માત્ર તિથિ અને માસનો જ ઉલ્લેખ મળતું હોવાથી પત્રોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org