________________
અધ્યાત્મપત્રસાર (૬૦)
જામનગર
તા. ૬-૬-૭૦ “પરમેશ્વર પાંચ શક્તિઓથી સહિત છે એમ કહેવાયું છે, તે સ્વતંત્ર હોવાથી તે તે શક્તિને મુખ્યપણે પ્રગટ કરતાં પાંચ પ્રકારે રહે છે. જ્યારે જ્ઞાન પ્રધાન હોય છે ત્યારે, શિવતત્વ, જ્યારે આનંદ પ્રધાન હોય છે ત્યારે શક્તિતત્વ, ઈચ્છા બળવાન હોય છે ત્યારે સદાશિવતત્ત્વ (ઈછાનું સ્વરૂપ જ્ઞાન અને ક્રિયાનું સમાનરૂપે હોવું તે છે), જ્ઞાનશક્તિનું પ્રાધાન્ય હોય ત્યારે ઈશ્વરતત્વ અને ક્રિયાશક્તિનું પ્રાધાન્ય હોય ત્યારે વિદ્યાત-એ પ્રમાણે.”
(તંત્રસાર, આફ્રિક-૮, પૃષ્ઠ : ૭૩-૭૪).* અરિહંત ભગવંત આહત્ય આદિ સકલ ગુણસંપદાના એક અપૂર્વ નિવાસ સ્થાન – આધારભૂત સ્થાન હોય છે. તેથી આહત્ય ગુણ છે અને અરિત ભગવંતે ગુણ છે. “ચિત ' – અથાંત જ્ઞાનનું પ્રાધાન્ય હોય ત્યારે પરમેશ્વર શિવતત્વ કહેવાય છે અને આનંદનું પ્રાધાન્ય હોય ત્યારે તે શક્તિતત્વ કહેવાય છે.
અહીં “સરસ્ટાર'ના પ્રથમ લેકના બીજા પાદમાં “ચિત' અર્થાત જ્ઞાનનું પ્રાધાન્ય છે અને ત્રીજા પાદમાં આનંદનું પ્રાધાન્ય છે, તેથી તે શિવ અને શક્તિ- ઉભય સ્વરૂપ છે.
જીવોના કલ્યાણની યેગ્યતારૂપ લક્ષણવાળ ક્ષાપશમિકારિરૂપ સ્વ-પરિણામ ભાવ જ ઉત્કૃષ્ટ કલ્યાણરૂપ કાર્ય પ્રત્યે સાક્ષાત્ અવ્યવહિત કારણ છે.
કલ્યાણ ગ્યતારૂપ લાપશનિકાદિ ભાવરૂપ કાર્યના પ્રત્યે અહંદુભગવંતે કારણ છે, એટલે આ રીતે જીવન ઉત્કૃષ્ટ કલ્યાણ પ્રત્યે અરિહંત ભગવંત પરંપરાએ વ્યવહિત કારણ છે.
* तत्र परमेश्वरः पञ्चभिः शक्तिभिः निर्भर इत्युक्तम् , स स्वातन्त्र्यात् शक्तिं तां तां मुख्यतया प्रकटयन् पञ्चधा तिष्ठति । चित्प्राधान्ये शिवतत्त्वम् , आनन्दप्राधान्ये शक्तितत्त्वम् , इच्छाप्राधान्ये सदाशिवतत्त्वम् - ( इच्छाया हि ज्ञान-क्रिययोः साम्यरूपाभ्युपगमात्मकत्वात् ), ज्ञानशक्ति प्राधान्ये ईश्वरतत्त्वम् , क्रियाशक्तिप्राधान्ये विद्यातत्त्वम् इति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org