________________
આત્મસંબંધન ]
[ ૮૯ ઠર્યો તેમાં ક્રોધાદિ રહેતા નથી. અને બહારમાં લક્ષ વખતે પણ જ્ઞાની બધા જીવને જ્ઞાનસ્વરૂપ દેખે છે. “જ્ઞાનને કોણ મારે? એટલે કોઈને મારવાની બુદ્ધિ ન રહી, તેમજ પિતાને મરણને ભય ન રહ્યો. જ્ઞાનની જ સ્વસમ્મુખ ઉપાસનામાં એ અતીન્દ્રિય આનંદ આવ્યો કે બહારમાં પરને ઉપાસવાની આકુળતા ન રહી. અહ, સ્વાનુભૂતિમાં પરમ તૃપ્તિ છે. અરે જીવ! તું તારા જ્ઞાનસ્વભાવને લક્ષમાં લઈને આવી પરમ વીતરાગતાની ભાવના તે ભાવતારા આત્મામાં સમભાવને કોઈ અનેરો આનંદ થશે. અપૂર્વ શાંતિ થશે. “હું સહજ શુદ્ધ જ્ઞાનાનંદ એક સ્વભાવ છું....વિભાવથી રહિત છું, સ્વભાવથી ભરે છું...ને બધાય છે પણ આવા જ છે” એવી પરમાત્મભાવના નિરંતર ભાવવી. જ્ઞાની અંતરદૃષ્ટિથી પોતાના આત્માને પરમાત્મસ્વરૂપ દેખે છે, ને બહારમાં લક્ષ વખતે બીજા જીવ પણ પરમાત્મસ્વરૂપ છે –એમ ભાવના ભાવે છે. તે ભાવનાના બળે રાગદ્વેષ ટાળી વીતરાગતા તથા પરમાત્મપદ પ્રગટ કરે છે.
આત્માને જ્ઞાનસ્વરૂપ ન જાણે, ને દેવ-મનુષ્યોતિર્યંચ વગેરે દેહરૂપે જ આત્માને માને તેને શત્રુ-મિત્ર, માન-અપમાન વગેરે વિષમભાવ થયા વગર રહેતા નથી. અને દેહથી ને રાગથી પાર, સર્વત્ર જ્ઞાનસ્વરૂપ આત્માને જ દેખે તેને સમભાવને જ અભિપ્રાય રહે છે, ક્યાંય પણ રાગ-દ્વેષની ભાવના રહેતી નથી. “હું તે બસ! જ્ઞાન....જ્ઞાન....ને જ્ઞાન..., આવી અનુભૂતિ તે મોક્ષનું વિધાન છે; એ જ જિનદેવનું ફરમાન છે.
બીજા જીવમાં દોષ દેખાય ત્યાં ધર્મજીવ તે દોષની મુખ્યતા નથી કરતા, એટલે તેને તીરસ્કાર નથી કરતા, પણ તેના પરમાતમ–સ્વભાવની મુખ્યતાથી જુએ છે કે બંધાય જ સ્વભાવથી ભગવાન છે. આવા સ્વભાવને સમજીને બધાય જી સુખી થાઓ અમારા નિમિત્ત કઈ જીવને કલેશ ન થાઓ. સંસારમાં જન્મ-મરણના અનેક પ્રસંગે આવે તેમાં પણ ધર્મજીવ ક્ષણેક્ષણે વૈરાગ્ય કરે છે, જ્ઞાનસ્વભાવની ભાવના વડે ચિત્તને સ્થિર કરે છે....જ્ઞાનચેતના પિતાના ચૈતન્યસ્વભાવને એક ક્ષણ પણ ભૂલતી નથી, ને મેહમાં કે દેહમાં મૂછતી નથી. અહ, આવી જ્ઞાનચેતના વડે સર્વત્ર પોતાને જ્ઞાનસ્વરૂપે જ દેખનારા ગી-ધર્માત્માઓ અલ્પકાળમાં જ મોક્ષપદને પામે–એમાં શું આશ્ચર્ય ! [ ૪૦ ]
અહ, મુનિવરોનું ચૈતન્ય-આરાધનામય જીવન વીતરાગભાવથી શેભી રહ્યું છે. એવા વીતરાગી મુનિછે. જીવનની મુમુક્ષુહૃદયમાં ભાવના છે. બસ, મુનિસંઘની
સાથે રહેતા હોઈએ ને ચિતન્યતત્ત્વની આરાધનારૂપ
મુક્તજીવન જીવતા હોઈએએ દશા ધન્ય છે. આ. સં. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org