________________
૮૮ ]
[ યોગસાર-પ્રવચન : ૪૦ આત્માને જ દેખતાં સર્વત્ર સમભાવ થઈ જાય છે को सुसमाहि करउ को अंचउ, छोपु-अछोपु करिवि को बंचउ । हलसहि कलहु केरण समाणउ, जहिं कहिं जोवउ तहिं अप्पाणउ ॥४०॥
કોણ કોની સમતા કરે. સે–પૂજે કેશુ? કોની સ્પર્શાસ્પર્શતા, ઠગે કોઈને કોણ ? કોણ કોની મિત્રી કરે, કોની સાથે કલેશ?
જયાં દેખું ત્યાં જવ બસ, શુદ્ધબુદ્ધ-જ્ઞાનેશ. (૪૦) દેહા ૩૯ માં, મોક્ષને માટે કેવળજ્ઞાનસ્વભાવી આત્માને જાણે....અને ધ્યા–એમ કહ્યું; એવા આત્માને ધ્યાવતાં સર્વત્ર સહજ સમભાવ થઈ જાય છે તેનું આ વર્ણન છે. અનુભવ વખતે અંતર્મુખ ઉપગથી પોતે પોતાના આત્માને જ શુદ્ધસ્વરૂપે દેખે છે, ત્યારે તે બહાર બીજા જીવ ઉપર લક્ષ પણ નથી હોતું, પછી મિત્ર-શત્રુ કોણ? ને રાગ-દ્વેષ કેવા? હું તે જ્ઞાનસ્વભાવ છું—એમ દેખે છે, તેમાં રાગદ્વેષ દેખાતા નથી. રાગ જ નથી પછી મિત્રતા કેની સાથે? ને દ્વેષ નથી ત્યાં કલેશ કેની સાથે ? બસ, સમભાવ જ વતે છે.
જ્યાં આત્માને જ દેખે છે, બહારમાં બીજાનું લક્ષ જ નથી, ત્યાં પૂજનાદિના કે આહારની શુદ્ધિ-અશુદ્ધિના વિચાર પણ નથી રહેતા; પછી કોણ કોને પૂજે? કે કણ કોની નિંદા કરે ? અમુકને સ્પર્શેલે આહાર લેવો, ને અમુકને સ્પર્શેલે આહાર ન લે, એવા છૂત-અછૂતના વિકલ્પ જ્ઞાનસ્વભાવની ભાવનામાં રહેતા નથી. જ્યાં દેહ જ આત્માને નથી ત્યાં છૂતાછૂતપણું કેવું ?
સમભાવથી ચિત્તને આત્મામાં સ્થિર કરવા માટે જ્ઞાની આવી ભાવના વડે જ્ઞાનસ્વભાવનું ચિન્તન કરે છે. ભાવના તે અનુભવની માતા છે. આવી ભાવના વડે જ્યારે ચિત્તને સ્વાનુભવમાં એકાગ્ર કરે છે ત્યારે તે તે આત્મદર્શક જીવને બસ, એક પિતાને આત્મા જ દેખાય છે, બીજા નું લક્ષ રહેતું નથી. “શત્રુ-મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા” એ પણ અનુભવમાં એકાગ્ર થયા પહેલાંની ભાવના છે; અહો, બધા જીવો જ્ઞાનસ્વરૂપ છે...હું પણું જ્ઞાનસ્વરૂપ છું...પછી કોણ મારો મિત્ર? ને કે મારો શત્રુ? આગળ દોહા ૯૯માં કહેશે કે “સર્વ જીવ જ્ઞાનમય છે” –એમ દેખતાં સમભાવરૂપ સામાયિક થાય છે. પોતે પોતાના જ્ઞાનસ્વભાવમાં એકત્વરૂપ થઈને પરિણયે ત્યાં સર્વત્ર મધ્યસ્થ ભાવ થઈ જાય છે, તે જ સામાયિક છે.
રવભાવદષ્ટિમાં બધા જ સરખા છે, પછી કોણ પૂજ્ય ને કોણ પૂજક? કોણ કોને ઉપસર્ગ કરે ને કોણ કેને સમાધિ કરાવે? પિતે જ્ઞાનસ્વરૂપ આત્માને લક્ષમાં લઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org