________________
૯૦ ]
[ ગસાર-પ્રવચન : ૪૧-૪૨ આત્મદેવના અજ્ઞાનથી કુતીર્થોમાં ભ્રમણ; તારા ચેતન્યદેવને દેહમંદિરમાં જ દેખ.
ताम कुतित्थई परिभमइ धुत्तिम ताम करेइ । गुरुहु पसाए जाम णवि अप्पा देउ मुणेइ ॥४१॥ સદગુરુ વચન-પ્રસાદથી જાણે ન આતમદેવ;
ભમે કુતીર્થે ત્યાં લગી, કરે કપટના ખેલ. ૪૧. વીતરાગમાર્ગ જૈન ગુરુઓના પ્રસાદથી જીવ જ્યાં સુધી જ્ઞાનાનંદમય આત્મદેવને પિતામાં જ નથી દેખતે, તેમજ ઈષ્ટદેવના સર્વજ્ઞ–વિતરાગસ્વરૂપને નથી ઓળખતે, ત્યાં સુધી તે બહારના કુતીર્થોમાં ભમે છે અને ધર્મના નામે તથા દેવી-દેવતાના નામે અનેક ધતીંગ કરે છે.
જેમને સાચો ઉપદેશ દેનાર શ્રી ગુરુ જેને મળ્યા નથી, તે અજ્ઞાની-મિથ્થામતિ જન, જાણે કે બીજા દેવ-દેવી મને બધુંય આપી દેશે–એવી ભ્રમણ કરે છે, કોઈ પૈસા માટે, કોઈ પુત્ર માટે, કઈ શરીરને રોગ મટાડવા માટે –એમ વિષયોની આશાથી અનેક કુદેવ-દેવીની માનતા કરે છે, ને મિથ્યાત્વના સેવનથી સંસારમાં જ ભમે છે. ભાઈ, તને તે સાચા ગુરુના ઉપદેશરૂપ પ્રસાદ મળ્યો છે, તે તું એ બધી ભ્રમણને છેડી દે અને સાચા દેવનું સ્વરૂપ જાણ.
- જેમ કડવી તુંબડીને અનેક નદી-સરોવર-કુંડ કે સમુદ્રમાં સ્નાન કરાવવાથી કાંઈ તેની કડવાશ મટતી નથી, તેમ આત્માને ભૂલીને, આ શરીરને અનેક તીર્થોના પાણીમાં
નાન કરાવવાથી કાંઈ તેને અંદર પાપ મેલ દૂર થતા નથી. આત્માને ઓળખીને મિથ્યાત્વાદિ છેડે તે જ પાપ છૂટે ને સાચી તીર્થયાત્રા એટલે કે મોક્ષમાર્ગમાં ગમન થાય. એના ભાન વગર જીવો મિથ્યા માર્ગમાં ને કુતીર્થોમાં ભમી રહ્યા છે.
હવે કઈ પૂછે કે “કુતીર્થોમાં તે સાચા દેવ નથી, પણ જિનમંદિરમાં કે સમેદશિખરશત્રુંજય વગેરે સુતીર્થોમાં તે દેવ બિરાજે છે ને?” તે તેને ઉત્તર કહે છે–
तिथहि देवलि देउ णवि इम सुइकेवलि वुत्तु । देहा-देवलि देउ जिणु एहउ जारिण णिरुत्तु ॥४२॥ તીર્થમ દિરે દેવ નહિ એ શ્રુતકેવળી વાણ; તન-મંદિરમાં દેવ જિન, નિશ્ચયથી તું જાણ. (૪૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org