________________
૮૨ ]
યોગસાર-પ્રવચન : ૩૩-૩૪ ભાવપ્રાકૃત' ગા. ૧૪૩ માં કુંદકુંદપ્રભુ કહે છે કે જીવની શોભા સમ્યગ્દર્શનથી જ છે; જેમ જીવ વગરનું શબ શેભતું નથી તેમ સમ્યકત્વ વગર જીવનું જીવન શેતું નથી, તે તે “ચલ–શબ” એટલે કે “હાલતું-ચાલતું મડદું ” છે, તેમાં “ચેતના” નથી. સમ્યગ્દર્શનમાં તો જીવતે-જાગતે ચેતનવતે જીવ છે. ચૈતન્યની અનુભૂતિ તે જીવનું જીવન ને જીવન પ્રાણ છે; રાગમાં ચેતના નથી ને તે કાંઈ જીવનાં પ્રાણ નથી; તેના વગર જીવ જીવે છે.–આમ ભેદજ્ઞાન કર...ને સ્વાનુભૂતિ વડે જીવતો થા. સ્વાનુભૂતિ વગરનાં મડદાં જૈનશાસનમાં શેભતાં નથી, જૈનશાસનમાં સમ્યગ્દર્શન-જ્ઞાન સહિત જીવતા-જાગતા જ શોભે છે. આત્મજ્ઞાન વગરના છ ધર્મમાં શુભતા નથી, એ તે સંસારમાં રખડે છે. જેમ મડદાંને લોકો ઘરમાં નથી રાખતા, જલ્દી બહાર કાઢી નાંખે છે, તેમ ચૈતન્યના ઘરમાં મિથ્યાત્વ–રાગાદિભાવે મડદાં જેવા છે, તે શુભતા નથી, તેને જલદી બહાર કાઢીને બાળી નાંખવા જેવા છે.
અરે જીવ! તું જીવતોજાગત-ચૈતન્યભગવાન ! રાગમાં બેભાન ક્યાં થઈ ગયે ? તારા ચૈતન્યને ઢાળીને જગાડ, તું મરી નથી ગયો...જીવતે..જાગતે..પરમાત્મા તું છે. રાગમાં ઊંઘ મા! જાગ ! બીજાની મદદ વગર પોતે જ પોતાનો સ્વાનુભવ કરીને પરમાત્મા થાય—એ તું છે –આવા નિજાત્માને સાધીને તું ઝટ શિવપુરીમાં પહોંચી જા.
L[ ૩૩-૩૪ ]
- ચિદાનં ૬૦
+ :
“મુજ પુણ્યાશી કન્ય અહા! ગુરુ-કહાન તું નાવિક મળ્યો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org