________________
આત્મસંબોધન ]
છ દ્રવ્યો ને નવપદાર્થો. તેમાં શુદ્ધ જીવ જ સાર છે;
તેને જાણવાથી ભવને પાર પમાય છે.
छह दव्वई जे जिण कहिया णव पयत्थ जे तत्त । विवहारेण य उत्तिया ते जाणियहि पयत्त ॥३५ ।। सव्व अचेयण जाणि जिय एक सचेयणु सारु ।
जो जाणेविणु परम मुणि लहु पावइ भवपारु ॥३६ ।। ષટ દ્રવ્ય જિનક્તિ જે, પદાર્થ નવ ને તાવ: ભાખ્યાં તે વ્યવહારથી, જાણ કરી પ્રયત્ન. (૩૫) શેપ અચેતન સર્વ છે. જીવ સચેતન સાર;
જાણી જેને મુનિવરો. શીધ્ર લહે ભવપાર. (૩૬) જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ –એવાં છ દ્રવ્ય છે, જીવ, અજીવ, પુણ્ય-પાપ-આસવ-બંધ, સંવર-નિર્જરા–મેક્ષ –એમ નવ પદાર્થ અથવા તત્વ છે; આવાં દ્રવ્યો અને તો ભગવાન સર્વદેવે જિનશાસનમાં કહ્યાં છે, બીજા કોઈ મતમાં તેનું યથાર્થ સ્વરૂપ કહ્યું નથી. જિનમતમાં કહેલાં આવા વ્યવહાર–તત્ત્વોને હે જીવ! તું પ્રયત્નપૂર્વક જાણ. –“જાણીને શું કરવું ?” -તે કહે છે કે, તેને જાણીને તે વ્યવહારના ભંગભેદમાં જ અટકી ન રહીશ, પરંતુ બીજા બધા અચેતન દ્રવ્યથી જુદો, ચૈતન્યસ્વરૂપ શુદ્ધ જીવ જ તેમાં સારભૂત છે –તેને જાણીને અનુભવમાં લેજે. મુનિવરો તેને જાણીને જ શીવ્ર ભવને પાર પામે છે.
જુઓ, આ શાસ્ત્રોનું તાત્પર્ય. પહેલાં ૧૭ મા દોહામાં પણ કહ્યું હતું કે ગુણસ્થાને ને માગણસ્થાનને જાણીને પણ તેમાંથી શુદ્ધ જ્ઞાનમય જીવને અનુભવમાં લેજે; અહીં પણ કહે છે કે દ્રવ્યો અને તને જાણીને પણ તેમાંથી સારભૂત શુદ્ધજ્ઞાનમય જીવને જાણીને અનુભવમાં લેજે. તે જ ભવના અંતને ઉપાય છે.
જગતના અનંતાનંત ચેતન અચેતન પદાર્થોને તેના સર્વ ગુણપ સહિત એક સાથે પ્રત્યક્ષ જાણવાની તાકાત એક અતીન્દ્રિય જ્ઞાનપર્યાયમાં છે, તે સર્વ ના સ્વીકાર વગર જ્ઞાનની સર્વજ્ઞતાને સ્વીકાર પણ થઈ શકે નહિ. –આવે તે હજી જૈનશાસનનો વ્યવહાર છે, અને પરમાર્થમાં તે પિતાને સર્વસ્વભાવી આત્મા જ સ્વય છે. અંતર્મુખ થઈને તેને જાણો–અનુભવે તે પરમાર્થ જૈનશાસન છે, તે મોક્ષનો માર્ગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org