________________
સાર-પ્રવચન : ૧૭
૪૬ } અરિહંત અને સિદ્ધ જે આ આત્મા શુદ્ધ છે.–આવા સ્વભાવની દષ્ટિ ને જ્ઞાન કરતાં પર્યાયમાં સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે.
પંચ પરમેષ્ટીપદ પર્યાય છે, તેની પ્રાપ્તિ વ્યવહારના આશ્રયે નથી થતી. ચૈતન્યસ્વભાવ અભેદ છે તેની દષ્ટિ થતાં, તેનું જ્ઞાન થતાં, તે દૃષ્ટિ ને જ્ઞાન સ્વભાવ સાથે અભેદ થયા, તે જ અભેદરૂપ એવા સિદ્ધપદની પ્રાપ્તિનું કારણ છે; બીજું કઈ કારણ નથી.
૧૪ જીવસ્થાન, ૧૪ માર્ગણાસ્થાન, ૧૪ ગુણસ્થાન વગેરે વ્યવહારના પ્રકારે પણ વિતરાગમાર્ગમાં જ છે, બીજે ક્યાંય એવી સૂક્ષમ વાત નથી; વ્યવહારના તે પ્રકારે જાણવા ગ્ય છે, પણ પરમપદની પ્રાપ્તિ તે એકલા નિશ્ચય-આત્મજ્ઞાન વડે જ થાય છે.
[–આવું આત્મજ્ઞાન કોને હોય? તે હવેના દેહામાં કહેશે. – એ દેહે ગુરુદેવને અતિ પ્રિય હતે.]
હજારો વર્ષનાં શાસ્ત્ર ભણતર કરતાં એક ક્ષણને સ્વાનુભવ વધી જાય છે. જેને ભવસમુદ્રથી તરવું હોય તેણે સ્વાનુભવની વિદ્યા શીખવા જેવી છે.
અહે, આ તો ખરેખરી પ્રયોજનભૂત, સ્વાનુભવની ઉત્તમ વાત છે. સ્વાનુભવની આવી સરસ વાત પણ મહાભાગ્યે જ સાંભળવા મળે છે, ને એ અનુભવદશાની તો શી વાત !
મોક્ષમાર્ગનું ઉદ્દઘાટન નિર્વિકલ્પ–સ્વાનુભવ વડે થાય છે; અને તે ગૃહસ્થ પણ કરી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org