________________
[ ૪૫
આત્મસાધન ] આત્માને જાણવો તે જ એક મેક્ષકારણ છે, રાગ કરે ને તીર્થંકરપ્રકૃતિનું કર્મ બાંધવું તે કાંઈ મોક્ષનું કારણ નથી. આ રીતે નિશ્ચયથી એક જ મેક્ષિકારણને હે યેગી! તું જાણ; “અન્ય ન કિચિ માન’ –બીજું કોઈ કારણ ન માન.
રાજગૃહી નગરીમાં, સમવસરણમાં ભગવાન મહાવીરે શ્રેણીકરાજાને કહ્યું –હે ભવ્ય! ત્રીજા ભવે તારો આત્મા, આ ભરતક્ષેત્રની આવતી ચોવીસીમાં પ્રથમ તીર્થકર થશે. [ આ ચોવીસીના અંતિમ-તીર્થકર અને આવતી ચોવીસીના પહેલા તીર્થકર –એ બંને વચ્ચે માત્ર ૮૪૦૦૦ વર્ષનું અંતર છે. ] શ્રેણકે વીરપ્રભુને પાદમૂળમાં તીર્થંકરપ્રકૃતિ બાંધી, તેમજ ક્ષાયિક સમ્યકત્વ પ્રગટ કર્યું. તેમાં ક્ષાવિકસમ્યગ્દર્શન તે સ્વભાવને અવલંબીને પામ્યા, ને તે તે મેક્ષનું કારણ છે; પણ જે તીર્થંકરપ્રકૃતિ બાંધી તે કાંઈ સ્વભાવને અવલંબીને નથી બાંધી, તે તે પરાલંબી રાગ વડે બાંધી છે ને તે પરાલંબી ભાવ કાંઈ કેવળજ્ઞાનનું કે મોક્ષનું કારણ થતું નથી. સ્વભાવના અવલંબને અંતર્મુખ
ગથી જ કેવળજ્ઞાન થાય છે. આત્મજ્ઞાન જ કેવળજ્ઞાન પમાડે છે, અલ્પકાળમાં જ તે કેવળજ્ઞાનને બોલાવી લ્ય છે.
ત્રીજા ભવે તીર્થકર થઈશ ને મોક્ષ પામીશ” –એમ શ્રેણીકના જ્ઞાનમાં આવી ગયું...અને કઈ રીતે મેક્ષ પામીશ –તેનું જ્ઞાન પણ સાથે જ હતું, – કે જે નિશ્ચયઆત્મજ્ઞાન વર્તે છે તે આત્મામાં ઉપયોગ મૂકીને ઠરીશ ત્યારે જ કેવળજ્ઞાન ને મોક્ષ થશે. જ્ઞાનની ધાર જ મોક્ષનું કારણ થાય છે, જેનાથી તીર્થંકરપ્રકૃતિ બંધાય છે તે રાગની ધારા તડશે...ને જ્ઞાનધારાને અંદરના સ્વરૂપમાં જોડીને પૂર્ણ કરશે ત્યારે કેવળજ્ઞાનરૂપ પરમ ઈષ્ટ પદ પ્રાપ્ત થશે.
જાઓ, યેગીન્દ્રદેવ કહે છે કે–ગને જેડ તારા આત્મામાં. બહારમાં ઉપયોગને જોડીશ તો મેક્ષ નહિ પમાય. બહારમાં વેગ [ જ્ઞાનનું જોડાણ ] તે ગ...સાર નથી પણ સંસાર છે; ને અંતસ્વરૂપમાં જ્ઞાનના જોડાણરૂપ યોગ તે મોક્ષનું કારણ છે, તે
ગ.. સાર છે. આમાં બંધ-મેક્ષને સિદ્ધાન્ત ટૂંકામાં સમજાવી દીધો. ઉપ-યોગનું અંતરુસ્વરૂપમાં જોડાણ તે મેક્ષને પંથ ઉપગનું બહારમાં ભ્રમણ તે સંસાર. બસ, સ્વમાં વસ....પરથી ખસ !”
ગુણસ્થાન વગેરે “વ્યવહારેણુ કહિયા”—તે જાણવા યોગ્ય છે, પણ “નિશ્ચયેન સEા મુળદુ..” આત્માના એકાકાર સ્વરૂપને જાણતાં તને ચોકકસ કેવળજ્ઞાન થશેતું નક્કી સિદ્ધપદને પામીશ.
અંદરમાં શુદ્ધ એકાકાર ચૈતન્ય-ગુણભંડાર આત્મા છે, તે પરમાર્થ છે, તેમાં બીજાને કોઈ સંબંધ નથી. વ્યવહાર પરાશ્રિત છે, તે બીજા પદાર્થને ભેળવીને વાત કરે છે. નિશ્ચય તે સ્વાશ્રિત છે, તે શુદ્ધસ્વરૂપ ભેળસેળ વગરનું બતાવે છે. નિશ્ચયથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org