________________
૪૪ ]
( Wગસાર-પ્રવચન : ૧૭ આત્મજ્ઞાન કઈ ભંગ-ભેદને આશ્રય નથી કરતું, તે તે પરમાર્થ સ્વભાવની સન્મુખ થઈને તેને જાણે છે.
“ભવ્ય છું, ભવ્યમાં પણ આત્માને આરાધક ને નિકટ મેક્ષગામી છું' –એમ ધર્મીને સ્વપર્યાયનો નિર્ણય નિશ્ચય આત્મજ્ઞાનના બળ વડે થઈ ગયું હોય છે; પર્યાયમાં રાગ હજી બાકી છે, અમુક કર્મોદય અવશેષ છે, તેથી હજી એકાદ ભવ પણ થશે –એમ ધર્મીનેય પર્યાયનું જ્ઞાન થાય; પણ સાથે રાગ વગરના ભૂતાર્થ સ્વભાવની શ્રદ્ધા-દષ્ટિ ને જ્ઞાન વર્તે છે. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે. અમને અપૂર્વ આત્મશાંતિ જાગી છે, સમ્યગ્દર્શન થયું છે, પણ હજી જરાક રાગ ને કમેને ભગવટો બાકી છે એટલે આ ભવમાં મેક્ષ નથી, પણ આત્માની સાધના ચાલુ છે તેથી એકાદ ભવમાં જરૂર મોક્ષ પામશું ને સ્વરૂપન સ્વદેશમાં જાશું....
ઉદય કર્મનો ભાગ છે ભેગવા અવશેષ...
તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ...” –આમ પોતાની પર્યાયની સ્થિતિનું જ્ઞાન કર્યું....કે આ ભવમાં પરિણામની ઉગ્નધારા એવી નથી દેખાતી કે કેવળજ્ઞાન થાય! પણ ભૂતાર્થ સ્વભાવના આશ્રયથી સમ્યગ્દર્શન થયું છે તેથી (આત્મજ્ઞાન કેવળજ્ઞાનને લાવે છે...) એકાદ ભવમાં જ હવે ચેકકસ મોક્ષ પામશું, એમ મેક્ષને નિઃસંદેહ નિર્ણય પણ સ્વભાવના આશ્રયે વતે છે.
જુઓ, આ ધર્મની દશા! આમાં નિશ્ચય ને વ્યવહાર બધુંય આવી ગયું.
ભગવાન જિનેશ્વરદેવે કહેલાં નવ તો, ૧૪ ગુણસ્થાન-માર્ગણાસ્થાન-જીવસ્થાન વગેરેનું જ્ઞાન, જીવને અન્ય વિપરીત મતોથી છેડાવે છે, પર્યાય સંબંધી વિપરીત અભિપ્રાય દૂર કરીને જૈનને વ્યવહાર ચરખો કરાવે છે... પણ તે ઉપરાંત, જૈનધર્મના સારભૂત ભૂતાર્થ જીવસ્વભાવ નિશ્ચયથી કેવું છે? તેને અંતર્મુખ થઈને જાણ તે તને પરમેષ્ટીપદની પ્રાપ્તિ થશે.
પરમાર્થ આત્મા કે છે ?–અનંતગુણથી ભરેલી જે ચૈતન્ય મહાસત્તા છે તે આત્મા છે; એવા એકરૂપ આત્માને નિશ્ચયથી આત્મારૂપ જાણ. તેને જાણવાથી તને પરમ-ઈષ્ટ એવા અરિહંતપદ તથા સિદ્ધપદની પ્રાપ્તિ થશે. જુઓ, આવી શુદ્ધપર્યાયની પ્રાપ્તિ તે શુદ્ધ આત્માને જાણવાનું ફળ છે.
તીર્થકર પ્રકૃતિ ધર્માત્માને જ બંધાય છે, અને જેને તે તીર્થકર પ્રકૃતિ બંધાય તે જીવ ત્રીજે ભવે જરૂર મેક્ષ પામશે.....એ વાત સાચી, પણ તેને મોક્ષ થશે તે કાંઈ તીર્થકર પ્રકૃતિના કારણે નહિ થાય, કે શુભરાગના કારણે નહિ થાય; પણ તે બંનેને છોડીને, નિશ્ચયથી જે શુદ્ધ આત્મા જાયે છે તેમાં કરશે ત્યારે જ મેક્ષ થશે. અખંડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org