________________
આત્મસંબોધન ]
| ૪૩ " કઈ માગણામાં કે ક્યા ગુણસ્થાનમાં કેટલા જ હોય છે, કેટલા કાળ સુધી રહે છે –વગેરે અનુયેગનું વિસ્તારથી વર્ણન સિદ્ધાન્તશાસ્ત્રોમાં છે. આ ચારગતિ વગેરે ભિન્ન-ભિન્ન અવસ્થામાં રહેલા જીવો ૧૪ માર્ગણ વડે ઓળખાય છે. આ ૧૪ માગણ વડે જીવનું અસ્તિત્વ ધી શકાય છે. પણ તેમાં શુદ્ધજીવ ખરેખર ગતિવાળે-કષાયવાળો કે ઇન્દ્રિયાદિવાળે નથી; શુદ્ધજીવ નિશ્ચયથી જ્ઞાયક સ્વરૂપ છે ધર્મી તેને અંત૮ છિ વડે દેખે છે. આ રીતે ગુણસ્થાન-માણસ્થાન વગેરે દરેક અવસ્થામાં રહેલા જ્ઞાયકરૂપ શુદ્ધજીવને દેખવે તે પરમાત્મપદની પ્રાપ્તિનો માર્ગ છે.
મિથ્યાદષ્ટિને પહેલું ગુણસ્થાન, સમ્યગ્દષ્ટિ (અવતી)ને ચોથું, મુનિને સામાન્યપણે છઠ્ઠું-સાતમું, કેવળી-અરિહંત પરમાત્માને તેરમું-ચૌદમું ગુણસ્થાન હોય છે;–આ બધી જીવની પર્યા છે, પણ તેના આશ્રયે જીવનું પરમાર્થ સ્વરૂપ જણાતું નથી. ગતિ-ઈન્દ્રિય-કષાય વગેરે અશુદ્ધ પય છે, તેના આયે શુદ્ધજીવનું સ્વરૂપ જણાતું નથી એટલે સમ્યગ્દર્શન થતું નથી, ને સમ્યગ્દર્શન વગર પરમેષ્ટીપદ પમાતું નથી. માટે હે ભવ્ય! નિશ્ચયથી તું શુદ્ધ જીવને દેખ.
ગુણસ્થાને અને માર્ગોણસ્થાને દ્વારા જીવની સૂક્ષ્મપર્યાય બતાવી છે, તેનું જ્ઞાન જૈનમાર્ગ સિવાય બીજામાં હોય નહિ, અને છતાં તે પણ હજી જીવનું વ્યવહાર સ્વરૂપ છે; જીવનું પરમાર્થ સ્વરૂપ તે તેનાથી ક્યાંય ઊંચું છે. જેને વ્યવહારમાં પણ વિપરીતતા હોય તેને તે પરમાર્થ આત્માની ખબર હોતી નથી. કેવળજ્ઞાનદશામાં તેરમા ગુણસ્થાને કેવી વીતરાગદશા હોય, છઠ્ઠા-સાતમા ગુણસ્થાને વર્તતા જીવની (સાધુની) નિર્ચથદશા કેવી હોય, તથા ચેથા ગુણસ્થાને સમ્યકત્વમાં કેવા દેવ-ગુરુને સ્વીકાર હેય! –એવી પ્રજનરૂપ વાતમાં પણ જેની ભૂલ હોય તેને તે વ્યવહાર પણ ખેટો છે. અહીં તે કહે છે કે, તે પર્યાયરૂપ વ્યવહાર તે–તે સ્થાને યથાયોગ્ય હોય છે, પણ જીવના શુદ્ધસ્વરૂમાં અશુદ્ધતા નથી, એવા ભૂતાઈજીવનું સ્વરૂપ જાણ... દેખ...અનુભવ તે જ જ તને સમ્યક્ત્વ થશે.
માર્ગણ એટલે સંસારમાં ક્યા જીવને ક્યાં છે ?—જેમ કે મુનિ અથવા અરિહંત-કેવળી ક્યાં હોય?...મનુષ્યગતિમાં જ હેય. સમ્યગ્દષ્ટિ જી કઈ ગતિમાં હોય? કે ચારેગતિમાં હોય....ને સિદ્ધમાં પણ હોય, પંચમગુણસ્થાની જીવ ક્યાં હોય? કે મનુષ્ય અને તિર્યંચગતિમાં જ હોય, દેવ કે નારકીમાં ન હોય–આ રીતે પર્યાયવડે જીવને શે તે વ્યવહારજીવની વાત છે, પરમાર્થ જીવને ક્યાં શોધવો?—તે કહે છે કે જીવનું પરમાર્થ સ્વરૂપે જોવા માટે એક ભૂતાર્થરૂપ જ્ઞા...ય....ક...ભા...વ....ને તું દેખ. તેમાં જ નિશ્ચયજીવ છે, આવા જીવને દેખ–અનુભવ તે નિશ્ચય આત્મજ્ઞાન છે, અને આવું નિશ્ચય આત્મજ્ઞાન જ પરમેષ્ઠીપદની પ્રાપ્તિનું કારણ છે. તે નિશ્ચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org