________________
૨૮ ]
[ યોગસાર-પ્રવચન : ૧૦-૧૧ મારો સુશાશ્વત એક દર્શન-જ્ઞાનલક્ષણ જીવ છે;
બાકી બધા સંયોગલક્ષણ-ભાવ મુજથી બાહ્ય છે. જ્ઞાયકભાવમાં સમાય એટલે જ હું છું; બીજા કોઈ પણ પરભાવોમાં હું નથી, તે કોઈ મારા સ્વરૂપમાં નથી. અહહા! એકવાર અંતરમાં ઊતરીને આવો અનુભવ તો કરો. આવા સ્વભાવને સ્વીકાર કરતાં જ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન થશે ને ભવભ્રમણનાં દુઃખ છૂટી જશે....બાપુ! આ સિવાય બીજી તે કઈ રીતે તારા ભવદુઃખને આરો આવે એમ નથી. બહિર્મુખ એવા રાગભાવે તારા અંતઃસ્વભાવને સાધવામાં તને મદદરૂપ કેમ થાય?–એ તો ઉલ્ટા વિઘ્નરૂપ છે, માટે તેને ભિન્ન જાણું...તેને એકકર બહાર રાખીને અંતરના સ્વભાવને જે. –ચારગતિ દુઃખથી ડરે..તે તજ સૌ પરભાવ.” ભાઈ, એ પરભાવ...ભલે શુભ હોય તો પણ તેના વડે તારી શોભા નથી; તેના ફળમાં દેવાદિનું શરીર મળે તે પણ પુગલ છે, તે કાંઈ તું નથી, કે તેનાથી તારી શોભા નથી. ઊલટું અશરીરી-ચૈતન્યપ્રભુને શરીરમાં પૂરાઈ રહેવું તે શરમની વાત છે. ' અરેરે, શરીરની મમતા તે તે સંસાર છે; મૂરખ (બહિરાત્મા) હોય તે એનાથી પિતાની શોભા માને. ભાઈ એનાથી તારી મેટાઈ માનીશ તે આ મનુષ્ય અવતારમાં આત્મહિતના અવસરને તું ગુમાવી દઈશ. તારી શોભા ને મહાનતા તો તારા ચૈતન્યસ્વરૂપથી જ છે, સિદ્ધપ્રભુ જેવી મહાનતા તારામાં જ છે. સિદ્ધ થઈશ ત્યારે તું પોતે જ સિદ્ધ થઈશ; તે સિદ્ધપણું કાંઈ બહારથી તારામાં નહીં આવે, આ દરથી જ પ્રગટ થશે. જેમ શરીરમાં રોગની મોટી ગાંઠો નીકળે તેનાથી કોઈ શરીરની શોભા નથી, તે તો કલંક છે, તેમ બહારના સગો ને વિભાવો વડે કાંઈ આત્માની શોભા નથી, તે તે કલંક છે. ધર્મ તેને સારું કેમ માને ?–તેને પોતાનું સ્વરૂપ કેમ માને? અને જે તેને સારાં માને તે તેને છેડશે ક્યાંથી ? ને તેને છેડ્યા વગર મોક્ષ પામશે કયાંથી? હે જીવ! તારે તો ભવથી છૂટીને મેક્ષ પામે છે ને !–તે તું “નિજરૂપને જ નિજ જાણ; પરને નિજરૂપ ન જાણ.”
આ આત્મા જ્ઞાયક-ભગવાન ! એ “જ્ઞાયકના માથે રાગનાં કે પરના કર્તુત્વના બજા ન શોભે. પરની ભેળસેળ વગરનું શુદ્ધ જ્ઞાયકતત્ત્વ પોતે પિતામાં આનંદના અનુભવસહિત શોભે છે,-એમ ભગવાન જિનદેવ કહે છે. રાગને કણ કે રજકણ તે ચૈતન્યભાવરૂપ થઈ શકતા નથી, ને ચૈતન્યભાવ રાગરૂપ કે રજકણરૂપ થઈ જતા નથી. સ્વલક્ષણવડે તેમની અત્યંત ભિન્નતા છે. ચેતન તે જડ ન થાય; સ્વભાવ તે વિભાવ ન થાય. ચૈતન્યરસથી જુદા જે કઈ ભાવે છે તે બધાય અનાત્મા છે. શરીર અને વિકલ્પ આંધળાઅચેતન છે, ચૈતન્યસૂર્યના પ્રકાશમાં તેને પ્રવેશ નથી, બહાર જ છે. ચૈતન્યરૂપ સ્ફટિકમણિ ઉજજવળ છે. કષાયની કાળી ઝાંય તે તેનું સ્વરૂપ નથી.
જુઓ ટૂંકામાં કેવું સ્પષ્ટ ભેદજ્ઞાન કરાવ્યું છે ! આવું ભેદજ્ઞાન કરે તેને સમ્યગ્દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org