________________
[ ર૯ •
આત્મસંબોધન ]. થાય ને ભવને અંત આવે માટે હે વત્સ! તું ભેદજ્ઞાન કરીને તારા નિજરૂપને જાણ.
- શરીરાદિ તે અછવભાવ. * રાગાદિ તે વિભાવભાવ,
- જ્ઞાન–આનંદમય સ્વભાવભાવ, –એ ત્રણેનું ભિન્ન ભિન્ન સ્વરૂપ છે. તેમાં જ્ઞાન–આનંદમય સ્વભાવભાવ તે મારું નિજરૂપ છે....બીજું બધું મારા નિજરૂપથી બહાર છે.-આમ નિજરૂપને જાણવું-માનવું -અનુભવવું તે મોક્ષમાર્ગ છે.
જુઓ, અહીં સંસારથી ભયભીત જીવને સંબોધે છે કે તું આ રીતે તારા આત્માના યથાર્થ સ્વરૂપને ઓળખ તે તારું ભવભ્રમણ મટશે ને તું પરમસુખને પામીશ. ભવથી ભયભીત આત્માના સંબંધન માટે “નોવિંદમુનિએ આ દોહા રચ્યા છે.
| હે જીવ! તારું કાર્ય તારામાં હોય છે, તારાથી બહાર નથી હોતું. ખરેખર જે કત હોય તે પિતાના કાર્યથી જુદો રહેતું નથી, એટલે જે આત્મા કર્તા થઈને અજીવશરીરનાં કામ કરે છે તે પિતે અજીવ થઈ જાય. જડકાર્યને કર્તા જડ હોય; ચેતન-કાર્યને કર્તા ચેતન હોય. ચેતન કદી જડકાર્ય ન કરે, જડ કદી ચેતનકાર્ય ન કરે. ભાઈ, એકવાર આવું ભેદજ્ઞાન કરીને આત્માની અંદર તે આવ. તું ત્રણેકાળ એકલે, બીજા બધાથી જુદો છે. આ રીતે હે જીવ! તું પિતાને આત્મારૂપે ઓળખ.. નિજરૂપને નિજરૂપ જાણ. નિજરૂપને જ નિજ જાણતાં શું થાય છે તે હવેના દેહામાં કહે છે. [૧૦-૧૧]
ક [ આત્માને આત્મરૂપ જાણતાં મેક્ષસુખની પ્રાપ્તિ ]
अप्पा अप्पउ जइ मुणहि तो रिणवाणु लहेहि । पर अप्पा जइ मुगहि तुहुँ तो संसार भमेहि ॥१२॥ નિજને જાણે નિજરૂપ, તે પોતે શિવ થાય;
પરરૂપ માને આત્મને, તો ભવભ્રમણ ન જાય. ૧૨. દેહથી ભિન્ન, રાગાદિથી ભિન્ન એવા પિતાના શુદ્ધ આત્માને જ જે આત્મારૂપે જાણીશ–અનુભવીશ તે... હે જીવ! તું નિર્વાણરૂપ મોક્ષસુખને પામીશ. પણ જે પરને આત્મારૂપ માનીશ તે તું સંસારમાં ભમીશ. સંસાર-બ્રમણથી ડરતે હો..ને મોક્ષસુખને ચાહતે હો તે...તું નિજને જ નિજરૂપ જાણ. “શુદ્ધ-બુદ્ધચૈતન્યઘન સ્વયં તિ–સુખધામ –આવા સ્વરૂપે જ આત્માને અનુભવમાં લે. જે આવા આત્માને ઓળખે છે તે સંસારબ્રમણથી છૂટીને મોક્ષસુખ પામે છે. પોતે પરમાત્મા થાય છે.-આ રીતે એક જ દેહામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org