________________
[૩૨] વડે વૃદ્ધ બનાવ્યાનું અને ધારણ ઈન્દ્રના ભવનમાંની પાશ્વનાથની પ્રતિમા નેમિનાથની સલાહથી લાવી તેનું સનાત્રજળ છાંટતાં સૈન્ય હતું તેવું થઈ ગયાનું સૂચન છે. અહીં એ ઉમેરીશ કે શંખપુરીમાં આવેલા જિનમંદિરમાંની શંખેશ્વર પાશ્વનાથને નામે ઓળખાતી અને સાત ફેણવાળી પ્રતિમા તે આ જ હેવાનું મનાય છે.
ઉવસગ્ગહરં ની નવગાથા મંત્ર અને યંત્રો સહિત ધુળિયાથી પ્રકાશિત થઈ છે.
યત્રી–મંત્ર અને યત્રને શો સંબંધ છે ઈત્યાદિ વિવિધ બાબતે યંત્ર વિષે વિચારવા જેવી છે. પરંતુ અહીં તે મુખ્યતયા પ્રસ્તુત પુસ્તકગત યંત્રો વિષે કેટલુંક કહું તે પૂવે એ ઉમેરીશ કે દેવ કે દેવીના અધિષ્ઠાન માટે ગૃહરૂપ આલેખન તે “યન્ટ” એમ અનેકાથસંગ્રહ (પૃ. ૪૬૦) માં કહ્યું છે.
સિરિવાલકહા (ગા. ૧૦૭) માં કહ્યું છે કે “સિદ્ધચક્ર” એ વિજાણુવાય (નામના દસમા પુવ) ના પરમાર્થ રૂપ છે. એને ઉદ્ધાર ગા. ૧૯૬-૨૦૬ માં દર્શાવાયે છે. ગાથા ૧૯૬ ના અવચૂર્ણિક (પત્ર ૨૪ અ) માં સિદ્ધચક્રને “યંત્ર” કહેલ છે. ગા. ૧૯૬, ૨૦૦ અને ૨૦૨ માં પ્રણવબીજને અને ૨૦૧ માં માયાબીજને ઉલેખ છે.
વૈયાકરણ વિનયવિજયગણિએ રચવા માંડેલ “ શ્રીપાલ રાજાને રાસ (ખંડ ૧. ઢા. ૭, પદ્ય ૧૩) માં આગમ જોઈને એમાંથી “સિદ્ધચક્ર” યંત્ર ઉદ્વર્યાને નિર્દેશ છે અને પદ્ય ૧૬ માં આ યંત્રને “સકળ શિરતાજ” તરીકે ઓળખાવેલ છે.
પાદલિપ્તસૂરિકત મનાતી નિર્વાણુકલિકામાં “નિત્યપૂજા” યંત્ર છે એ “સિદ્ધચક્ર” યંત્રનું વિસ્તૃતીકરણ હોય એમ લાગે છે.
- ઉવસગ્ગહરની બૃહદવૃત્તિ અદ્યાપિ અનુપલબ્ધ છે એટલે એમાં યન્ત્રો હશે કે કેમ તે જાણવું બાકી રહે છે. ઉવસગહરની પૂર્ણચન્દ્રસૂરિકૃત લઘુવૃત્તિ બારમી સદીમાં રચાયાનું મનાય છે. એ હિસાબે ઉવસગ્ગહરને અંગેના યંત્ર માટેનું એ સૌથી પ્રથમ અને વિશ્વસનીય સાધન ગણાય. એમાં એકંદરે ૧૭ યંત્રો છે. આ લઘુત્તમાં નહિ અપાયેલા યંત્ર દ્વિજપા દેવગણિ કૃત લઘુવૃત્તિમાં અપાયાં છે. એ છપાયાં હોય તે સૌથી પ્રથમ કયાં છપાયાં છે ? તે જાણવું બાકી રહે છે. - આ બંને લઘુત્તિગત યંત્રને અત્ર સ્થાન અપાયું છે કે કેમ? આ પુસ્તકમાં પૃ. ૬૪-૬૫ માં ૭+૨+૬+૪+૨ એમ ગાથાઓ અનુસાર કુલ્લે ૨૧ યંત્રને સ્થાન અપાયું છે. વિશેષમાં આ ૨૧ યંત્રો ૧૧ માં પ્રકરણની પ્રથમ બાબત તરીકે પૃ. ૧૩૨ પછી આલેખાયાં છે અને એને અંગેનું આલેખનની રીત પૃ. ૧૭૧ માં દર્શાવાઈ છે.
* આ હિસાબે “સિદ્ધચક્ર' યંત્ર ઉપલબ્ધ યંત્રમાં સૌથી પ્રાચીન ગણાય.
* અહીં પૃ. ૧૦૫ માં દ્વિતીયગાથાને લગતું “ચિન્તામણિ” ચક્ર નમસ્કારવ્યાખ્યાનટીકામાં દર્શાવેલા ચિન્તામણ ચક્ર સાથે કેટલીક વિગતોમાં જૂદું પડે છે. જુઓ. પૃ. ૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org