________________
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય
: ૧૧૫ : સમક્ષ મૂકી ભગવંતને નમસ્કાર કરી શકતવ વગેરેથી તેમને રતવી રાજાએ ભગવંતના મહિમાને વર્ણવતી અને તેમની રતવનાના ફલ તરીકે સિદ્ધિ સુખની યાચના કરતી પ્રભુ સમક્ષ વિનંતિ કરી. વિનંતિ કર્યા બાદ રાજા સભામાં આવ્યા.
પ્રધાન પુરુષોએ રાજાને પાતાલકનું રવરૂપ અને ધરણેન્દ્રની સમૃદ્ધિનું વરૂપ પૂછતાં રાજાએ કહ્યું કે હું પ્રાસાદમાં ધ્યાનમાં બેઠે હતો અને શ્રી પાર્શ્વનાથ સ્તવને (ઉવસગ્ગહર રતેત્રને) ગણતો હતો ત્યારે કાજલ જેવી છાયાવાળો એક મહાકાય સર્ષ ત્યાં આવ્યું. તેને જોઈને મેં મારું ધ્યાન ન મૂકહ્યું. તે સર્ષ શ્રી પાર્શ્વનાથના આસન ઉપર ચડો. મેં દેવની આશાતનાના ભયથી તે સપને મારા હાથે પૂછડેથી પકડ, ત્યારે તે સપનું રૂપ છેડીને દેવ થઈ ગયો. મેં પૂછ્યું તું કેણ છે ?
તેણે કહ્યું-હું શ્રી પાર્શ્વનાથને સેવક ધરણેન્દ્ર નામને છું અને તારા ધ્યાનથી ખેંચાઇને અહીં આવ્યો છું. મેં તારી પરીક્ષા કરી પણ તું ધ્યાનથી ચલિત ન થયે. તારું સાહસ મહાન છે. તે ઉત્તમ ! મારા સ્થાનમાં ચાલ જેથી હું તને પુણ્યનું ફલ બતાવું. તે પછી હું ધરણેન્દ્રની સાથે પાતાળભવનમાં ગયો. ત્યાં સર્વત્ર ભૂમિ રત્ન અને સુવ ,
ની બાંધેલી હતી. આગળ ધર્મ નરેન્દ્રને આવાસ મને બતાવ્યું. ત્યાં સાક્ષાત્ ધર્મ નૃપ બેઠા હતા. તેની પટરાણી “ જીવદયા” ને મેં જોઈ. મેં તે બન્નેને પ્રણામ કર્યા. તેમણે મને કહ્યું કે અમારા પ્રસાદથી ચિરકાલ રાજ્ય કર. ત્યાંથી આગળ ચાલતાં મેં સાત ઓરડા જોયા. મેં પૂછ્યું આમાં શું છે? ધરણેન્ટે મને કહ્યું કે આ સાત ઓરડામાં સાત સુખ છે. મેં પૂછયું તે કયા સાત સુખ?
ધરણેન્ટે કહ્યું-પ્રથમ સુખ આરોગ્ય, બીજું લમી, ત્રીજું યશ, ચોથું પતિના ચિત્તાનુસારણ પત્ની, પાંચમું વિનયશીલ પુત્ર, છઠું રાજાની સૌમ્યદષ્ટિ, સાતમું ભયને અમાવ. તે પછી મેં સાત ઓરડા જોયા. પ્રથમ ઓરડામાં સર્વ રેગોને દૂર કરનાર દેવ હતે અને ચામરનું જોડલું હતું, બીજામાં સુવર્ણ રને અને માણિક હતા. ત્રીજામાં એક શ્રીમંત યાચકને દાન આપી રહેલ હતે, ચોથામાં એક સ્ત્રી પતિની ભક્તિ કરતી હતી. પાંચમામાં વિનીત એવું પુત્ર-પૌત્ર વહુ આદિ કુટુંબ સુમેળથી રહેલું હતું. છટ્રમાં પ્રજાનું હિત કરનારો ન્યાયી રાજા હતા. સાતમામાં કેઈક દેવ ઉવસગ્ગહર સ્તવને ગણવામાં તત્પર હતું. મેં પૂછયું આ ઉવસગ્ગહર તેત્ર કેમ ગણે છે?
ધરણેન્ટે કહ્યુંઆ તવના ધ્યાનથી દેશમાં, નગરમાં અને ઘરમાં સવ ભયથી રક્ષા થાય છે અને હમેશ-મનવાંછિત પ્રાપ્ત થાય છે. આ પુસ્તકો આ સ્તવના આમ્નાય, પ્રભાવ અને મંત્રને દર્શાવનારા છે. ત્યાંથી આગળ ચાલતાં સુવર્ણ અને રત્નમય કિલો જોયો, ત્યાં લોહમય સાત પ્રતેલીઓ (પાળી હતી. હું પ્રથમ પળમાં ગયો. ત્યાં સામાન્ય દેવભવને હતા અને તેની ચારે તરફ કલ્પવૃક્ષના વને હતા. ત્યાંથી બીજી પળમાં ગયે. તે ત્યાં સોનાના કીડા માટે રાખેલા પિપટેના પાંજરા હતા. તે પોપટે મને જોઈને બોલવા લાગ્યા કે “પ્રિયંકર રાજા! આ આ. ઉત્કૃષ્ટ પુણ્યવાળાઓ જ આ સ્થાનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org