________________
ઉવસગ્ગહરં સ્તોત્ર સ્વાધ્યાય
: ૧૧૩ : અર્થોની સિદ્ધિ થાય છે. બુદ્ધિથી જ શત્રુઓની સેના છતાય છે. બુદ્ધિથી જ નાનો પણ રાજા ભડવીર સુભટથી રક્ષા કરાયેલા દુર્ગ (કિલા)ને ગ્રહણ કરે છે અને બુદ્ધિથી જ ચાણક્ય, રેહક અને અભયકુમારે મહત્તવ પ્રાપ્ત કર્યું છે.
આ અવસરે તે નગરમાં “ધર્મનિધિ નામના આચાર્ય ભગવંત પધાર્યા. પ્રિયંકર રાજા પરિવાર સહિત તેમને વંદન કરવા ગયે. ગુરુએ શ્રાવકનું દિનકૃત્ય, વર્ષ કૃત્ય, તીર્થયાત્રા વગેરેને તથા વિશેષે કરીને શત્રુજય મહાતીર્થની યાત્રાને ઉપદેશ આપ્યો. પ્રિયંકરે પણ ઉપદેશને સાંભળીને વિશિષ્ટ કેટિના અભિગ્રહો લીધા. અને આચાર્ય ભગવંતને ઉવસગ્ગહર સ્તોત્ર ગણવાને આખાય પૂછયે.
આચાર્ય ભગવંતે કહ્યું -આ સ્તવમાં શ્રીભદ્રબાહુવામીએ અનેક મંત્રો તથા યંત્રે ગોપવ્યા છે. આ સ્તવના સ્મરણથી આજે પણ પાણી, અગ્નિ, વિષ, સર્પ, દુષ્ટ, ગ્રહે, રાજા, રોગ, યુદ્ધ, રાક્ષસ, શત્રુસમૂહ. મરકી, ચેર ઈતિ અને જંગલી જનાવરો વગેરેના ભયથી રક્ષા થાય છે. રાજેન્દ્ર! જે તને સુખ-સંચગની પરંપરા, સંપત્તિ, ઈચ્છિત સિદ્ધિ અને સામ્રાજયપ્રાપ્તિ થઈ છે અને સર્વ આપત્તિઓનું નિવારણ થયું છે તે બધચ ઉવસગ્ગહર સ્તવ ગણવાનો જ મહિમા છે. પ્રથમ આ સ્તવમાં છી ગાથા હતી અને તેના સ્મરણ કરવાથી તે જ ક્ષણે ધરણેન્દ્ર પ્રત્યક્ષ આવીને કષ્ટનું નિવારણ કરતા હતા. પછીથી ધરણેન્દ્ર શ્રી ભદ્રબાહુ સ્વામીને કહ્યું કે-વારંવાર અહીં આવવાથી હું મારા સ્થાને રહી શકતું નથી તેથી છઠ્ઠી ગાથા આપ ભંડારી દે. પાંચ ગાથાથી પણ હું અહિં રહો રહ્યો આ સ્તવનું ધ્યાન કરનાર પ્રાણિઓનું સાંનિધ્ય કરીશ. ત્યારથી પાંચ ગાથા પ્રમાણ તવ ભણાય છે.
આ સ્તવની પ્રથમ ગાથાથી ઉપસર્ગો, ઉપદ્ર અને વિષહરના વિષની નિવૃત્તિ થાય છે.
પ્રથમ અને બીજી ગાથા ગણવાથી શહે, રેગે, મરકી, વિષમજવર, દુષ્ટો, દુજેને અને સ્થાવર-જંગમ વિષેનું ઉપશમન થાય છે.
પહેલી, બીજી અને ત્રીજી ગાથા ગણવાથી વિષમ રોગો, દુઃખ, દરિઘ કે હીન કુલ આદિ થતાં નથી. તથા સુખ, સુગતિ, સૌભાગ્ય, લવમી અને મહત્વ આદિ પ્રાપ્ત થાય છે.
પહેલી ચાર ગાથા ગણવાથી સર્વ વાંછિતેની પ્રાપ્તિ થાય છે. આ ચાર ગાથાઓમાં શ્રી ભદ્રબાહુસ્વામીએ ચિન્તામણિ માત્ર સ્થાપન કરેલો છે.
સંપૂર્ણ પાંચ ગાથા પ્રમાણુ ગણાયેલું આ સ્તોત્ર આ લેક અને પરલોકના કાર્યોને કરનારું થાય છે.
આ તેત્રમાં સ્તંભનમોહન, વશીકરણ વિશ્લેષણ, ઉચ્ચાટનરૂપ અનેક ગુપ્ત મન્સ છે. તે મન્ટો અને યન્ત્ર તેની વૃત્તિથી જાણવા.
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org