________________
: ૧૧૨ :
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય સાંભળી દુશ્મન રાજાઓ પણ ભેટણ ધરવા આવી લાગ્યા. પ્રજાજનેએ તેના પુણ્યની પ્રશંસા કરી. દેવ અને દેવીએ પિતાના સ્થાને ગયા.
બરાબર સાતમે દિવસે અશોકચન્દ્ર રાજાનું મરણ થયું. પ્રિયંકરે પિતાના પિતા સમાન રાજાના મૃતકાર્યો કરાવ્યાં. અને તેના પુત્રોને ગામ ગરાસ આદિ ભાગ પાડીને આપ્યાં અને તેમના ગામ ગરાસ આદિની વ્યવસ્થા માટે નવા અધિકારીઓ પણ નિયુક્ત કર્યા. નવા દેશે પણ સાધ્યા. પ્રિયંકર નૃપને ઉવસગ્ગહરં સ્તુત્ર ગણવાના પ્રભાવથી આ લેકમાં જ સર્વ ઈષ્ટ સિદ્ધિઓ થઈ. ભંડારમાં પણ કોડની સંખ્યામાં ધન ઉભરાવા લાગ્યું.
પ્રિયંકરે પણ અનેક દાન પુણ્ય શરૂ કર્યા અને તેથી લોકો પણ દાન આદિ ધર્મમાં તત્પર થયા. કારણ કે રાજા ધર્મી હોય તે પ્રજા પણ ધમ થાય છે. પ્રિયંકરે ધનદત્ત શેઠની પુત્રી શ્રીમતી નામની પિતાની પત્ની હતી તે દાક્ષિણ્ય, ક્ષમા, વિનય અને વિવેકથી શેભતી હતી તેને પટરાણું કરી. કેટલોક કાળ વીત્યા બાદ તેને પુત્ર થયો. પુત્રજન્મનાં વધામણાં કરાયાં અને દાન દેવાયાં, તેનું જયંકર એવું નામ સ્થાપન થયું. પાંચમે મહિને તેને દાંત આવ્યા. સામુદ્રિક શાસ્ત્રના જાણકારોને તેનું ફલ પૂછતાં તેમણે તેનું ફળ હસ્તિ, અશ્વ આદિ વાહને તથા પુત્રોની સમૃદ્ધિ જણાવતાં રાજા અતિ પ્રદ પામ્યા.
આ અરસામાં રાજાનું બીજું હદય હોય તેવો, સર્વ કાર્યોમાં ધુરંધર હિતકર નામને મંત્રીશ્વર શૂલરેગથી મૃત્યુ પામ્યા. મન્ની વિના રાજ્ય શોભતું નથી. તેથી પ્રિય કરે મંત્રીના પુત્રને બોલાવી તેની બુદ્ધિની પરીક્ષા માટે એક સમસ્યા પૂછી.
હે વિના ખાય છે પણ શુદ્ધિ (મળશુદ્ધિ) કરતા નથી, ભાજનમાં ઘણું ભય છે પણ તેને હાથ નથી, રાત ને દિવસ ખાવા છતાં કદી તેને તૃપ્તિ નથી થતી, શાસ્ત્રને જાણતે. નથી પણ બીજાને માર્ગ બતાવે છે આ શું હશે ?
મંત્રીપુત્રે વિચારીને કહ્યું-દીપક.
રાજાએ ફરી પૂછયું-ત્રણ સ્ત્રી એકઠી મલી છે, તેમાં બે ગૌર છે અને એક શ્યામ છે. પણ પુરુષ વિના તે કશા કામમાં આવતી નથી. તે શું હશે?
મંત્રીપુત્રે કહ્યું-ખડિયે, લેખણ અને મલી.
તે વખતે સભામાં બેઠેલા એક વિદ્વાને પૂછ્યું–ચગી ધ્યાનમાં કોને થાય છે? ગુરુને શું કરાય છે? સજજનેએ અંગીકાર કરેલું કેવું હોય છે? અને વિદ્યાર્થીએ સર્વ પ્રથમ શું ભણે છે?
મંત્રીપુત્રે કહ્યું- નમઃ સિદ્ધના
મંત્રીપુત્રની બુદ્ધિથી રંજિત થયેલા રાજાએ મંત્રીપુત્રને મંત્રીપદે સ્થાપન કર્યો, કારણ કે બુદ્ધિથી જ મનુષ્ય શાસ્ત્રને જાણે છે. બુદ્ધિથી જ રાજ્યમાન મળે છે. બુદ્ધિથી જ સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org