________________
: ૧૪૦ :
ઉવસગહર સ્તોત્ર સ્વાધ્યાય રાજાને આ બધી વાત સાચી લાગી. પણ મંત્રીએ કહ્યું, આ બધું અસત્ય છે, આ બધા ધૂર્ત છે. કુમારના પિતા પાસદત્ત શેઠ તે અહિં જ છે અને માતા પ્રિયશ્રી પણ અહીં છે તેમને બોલાવીને પૂછો.
રાજાએ કહ્યું-તેમને આ પાલક પુત્ર હશે આમાં પૂછવાનું શું? તે ય બોલાવવા હોય તે બોલાવે. . રાજાએ તેમને લાવ્યા. તેઓ આવ્યા અને રાજાને પ્રણામ કર્યા. આવેલ વ્યક્તિ કે જે પિતાને પિતા કહેવડાવતી હતી તે તથા આ નગરમાં રહેલ પ્રિયંકરના પિતા બંને સમાન આકારવાળા, સમાન રૂપવાળા, સમાન રીતે બેલનારા, સરખી જ ઉંમરના હતા. કોઈને પણ ભૂલ થાય કે શું આ બંને જોડિયા ભાઈ હશે? આ જોઈ રાજા, મંત્રી અને સભા લોક સૌને આશ્ચર્ય થયું.
રાજાએ કહ્યું-મંત્રી ! તેં કહેલું બધું સાચું પડતું દેખાય છે.
આ બાજુ બંને જણા પુત્ર માટે વિવાદ કરે છે કે-રાજન ! ન્યાય કરે. નહિંતર પછી બીજા રાજકુલમાં જઈશું.
રાજાએ મંત્રીને કહ્યું-બુદ્ધિથી કંઈક તેડ કાઢે.
મસ્ત્રીએ કહ્યું-આપણી સભામાં સોલ ગજ લાંબી પહાળી શિલા છે કે જ્યાં સાર્થવાહ આવીને ભેટણ મૂકે છે તે શિલાને જે એક હાથથી ઉપાડે તે આને પિતા અને તે આ પુત્રને લઈ જાય. તરત જ પાટલીપુરથી આવેલા પિતાએ તે શિલાને લીલાપૂર્વક એક જ હાથથી ઉપાડીને મસ્તક ઉપર છત્રાકારે ધારણ કરી. સૌ જેનારાને કૌતુક થયું. - મન્ત્રીએ કહ્યું-આ કેઈ સામાન્ય માણસ નથી.
રાજાએ કહ્યું-“તમે પિતા નથી પરંતુ કેઈ દેવ, દાનવ કે વિદ્યાધર છો અને આ સ્ત્રીઓ પણ માનવસ્ત્રીઓ નથી. પરંતુ દેવાંગનાઓ કે વિદ્યાધરીઓ છે. શા માટે અમને ઠગ છે ? આપનું જે સ્વરૂપ હોય તે પ્રકટ કરે.” તરત જ આવેલ પિતા દેવસ્વરૂપ થઈ ગયા. સ્ત્રીઓ પણ અદશ્ય થઈ ગઈ. અને તે દેવ છે. હું રાજ્યને અધિષ્ઠાયક દેવ છું. તમારા મરણને સમય જણાવવા માટે અને રાજ્યને ચેાગ્ય પુરુષને રાજ્યમાં સ્થાપન કરાવવા માટે અહીં આવ્યો છું. હજી પણ તમારી આશાઓ અને તૃણાઓ ઘટી નથી. તમારા મનમાં હજી થતું નથી ? કે હું વૃદ્ધ થયો છું. કેને રાજ્ય આપું ? જૂના થાંભલાને ભાર નવા થાંભલા પર મૂકું.
રાજાએ પૂછ્યું કે મારૂં મરણ કયારે છે ? દેવે કહ્યું- આજથી સાતમે દિવસે તમારું મૃત્યુ થશે.
આ સાંભળી રાજા ભય પામી ગયો. કારણ કે જગતમાં મરણ સમાન કોઈ ભય નથી. રાજાએ દેવને પૂછયું કે રાજ્યને ચગ્ય પુરુષ મને બતાવો જેથી હું તેને રાજ્ય પર સ્થાપન કરૂં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org