________________
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય
': ૧૦૯ : પૂછ્યું. તમે કયાંથી અને કયા કારણથી આવે છે ? શું તીર્થયાત્રા માટે નીકળ્યા છે? કે સ્વજનને મળવા માટે ? મારા લાયક કંઈ કાર્ય છે?
આ સાંભળી આવેલી સ્ત્રીમાંથી જે વૃદ્ધ સ્ત્રી હતી તે બોલી કે રાજેન્દ્ર! અમે પાટલીપુરથી આવેલ છીએ. મારો પુત્ર પ્રિયંકર ઘેરથી ગુસ્સે થઈને નીકળી ગયો હતો. અમે તેને બધે જ શેડ્યો પણ ન મલ્યો, આમ કરતાં કરતાં બે વર્ષ વીતી ગયાં. હાલમાં અશોકપુરથી આવેલા એક માણસે અમને કહ્યું કે : અશેકપુરમાં પ્રિયંકર નામને વેપારીને પુત્ર છે તે તમે કહો છે તેટલી જ વયને. તેવા જ રૂપને, ચતુર અને પપકારી છે” તે સમાચાર સાંભળીને અમે અહીં આવ્યા. પ્રથમ દેવગૃહમાં જઈ દેવને નમસ્કાર કર્યા. બહાર નીકળી એક જણને પૂછયું કે પ્રિયંકર કયાં રહે છે? તેણે કહ્યું કે પ્રિયંકર આજે સંકટમાં આવી પડે છે. આમ તે તે રાજમાન્ય હતું તે પણ સાચા કે જુડા ચેરના કલંકથી તે બેડીઓમાં પડેલ છે. તે સાંભળી અમે અહીં આવી. રાજેન્દ્ર ! આજે તમારા દર્શનથી અમારો દિવસ સફળ થયો. આ સાંભળી રાજાએ પ્રિયંકરને બોલાવી મંગાવ્યો તેને જોઈને વૃદ્ધ સ્ત્રી હતી તે બેલી કે આ જ મારો પુત્ર છે. પ્રિયં. કરને આલિંગન કરીને તે બેલી કે વત્સ ! શા કારણથી તું ગુસ્સે થઈ ગયો! જે ગુજસે નતે થયે તે કુટુંબને મૂકીને શા માટે અહીં આવ્યો? બીજી સ્ત્રી બોલી કે આ મારે ભાઈ છે. અને તેણે પણ પ્રિયંકરને આલિંગન કર્યું. ત્રીજી સ્ત્રી બેલી કે આ મારે દિયર છે. જેથી સ્ત્રી બેલી કે આ મારો વર છે. અને એમ કહી પ્રિયંકરની સામું જોઈ લજજાથી અધોમુખ થઈને ઉભી રહી. આ બધું જોઈને સભામાં બધાને વિરમય થયો. લોકે કહેવા લાગ્યા કે આ પુણ્યવાન પુરુષરત્નને ચારીનું કલંક આવ્યું. કોઈક તેની પ્રશંસા કરે છે, કેઈક તેને નિંદે છે, કેઈક પશ્ચાત્તાપ કરે છે, કેઈક ભાગ્યને ઉપાલંભ આપે છે અને કેઈક તેને હસે પણ છે તે ય પ્રિયંકરને કેઈ ઉપર પણ રોષ નથી.
વૃદ્ધ સ્ત્રીએ કહ્યું-રાજન્ ! આ મારા પુત્રને છેડી દે.
રાજાએ કહ્યું-એણે મારા ભંડારમાંથી લાખ રૂપિયાના મૂલ્યવાળો હાર એ છે હું તેને કેવી રીતે છાડું?
વૃદ્ધ સ્ત્રીએ કહ્યું-હું દંડ ભરી દઈશ. રાજાએ કહ્યું–જે રૂપિયા ત્રણ લાખ ભરી દે તે જ આને છેડીશ. વૃદ્ધાએ કહ્યું-ત્રણ લાખ શું તેથી ય અધિક આપીશ. પણ આને છોડી દે. રાજાએ કહ્યું-આના પિતા કયાં છે ? વૃદ્ધાએ કહ્યું-તે ઉતારામાં છે. રાજાએ તેને બોલાવીને પૂછયું કે આ પ્રિયંકર તમારે શું થાય? તેણે કહ્યું-મારે પુત્ર થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org