________________
૭૦ ]
[ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આચાણમાં ઉપયોગ રાખી શકાય તેવા ત્રણ ઘરમાંથી લાવેલું કપે.” સો હાથ દૂરથી લાવેલું હોય તે ઉત્કૃષ્ટ અભ્યાહત છે. સ્વપુત્ર આદિને પીરસવા માટે જે ઉપાડયું હોય અને હાથમાં રહેલું જ સામે લાવીને આપે તે જઘન્ય, બાકીનું મધ્યમ અભ્યાહત છે.
આનાથી વિપરીત અભ્યાહત અનાચીણું (=ન લેવા ચેગ્યો છે. આ અનાચના પણ નિશીથ અભ્યાહત અને નાનિશીથ અભ્યાહત એમ બે પ્રકારો છે. તેમાં નિશીથ એટલે મધ્યરાત્રિ. લાવનાર મધ્યરાત્રિએ લાવે તો ગુપ્તપણે માયાથી લાવે. તે રીતે અહી પણ અભ્યાહત હોવા છતાં દાતા માયા કરે, દોષને છુપાવીને નિર્દોષ છે એમ કહે, જેથી સાધુને પણ આ અભ્યાહત છે એવી ખબર ન પડે, તો તે રાત્રે લાવવા તુલ્ય હોવાથી નિશીથ અભ્યાહત છે. કારણકે જેમ રાત્રિમાં લાવેલું ગુપ્ત હોય છે, તેમ આ પણ સાધુને ખબર ન પડે તે રીતે લાવેલું હોવાથી ગુપ્ત છે. આથી આમાં ગુપ્તતાની સમાનતા છે. સાધુને “આ અભ્યાહુત છે' એવી ખબર હોય તે નોનિશીથ અભ્યાહત છે. અનાચણ નિશીથ અભ્યાહન ખાય તે અભ્યાહતભેજી (દોષિત) બને, અન્યથા દોષિત બનતે નથી [૭૦]
सयणं वा दाणं वा, पडुच्च जो संथवं दुहा कुणइ ।
पुचिपच्छासंथवउवजीवी सो उ पासत्थो ॥७९॥ “Hથળ ' ત્તિ | “સ્વકનં પ્રતીરાં માતાપિત્રાવિ પૂર્વસંતવમ્, શ્વશ્રશ્ચાવિ पश्चात्संस्तवम् , 'दानं वा प्रतीत्य' अदत्ते पूर्वसंस्तवम् , दत्ते च दिनान्तरे तथाभावसम्पादनाय पश्चात्तस्तवम्, 'द्विधा' रूढियोगार्थाभ्यां द्वाभ्यां प्रकाराभ्यां यः करोति स तु पूर्वपश्चात्संस्तवोपजीवी पार्श्वस्थः, तदुक्तम्--"सयणं पडुच्च माता पितादिअं पुत्वसंथवं करेइ, पच्छासंथवं वा सासुससुरादिअं, दाणं वा पडुच अदिन्ने पुवसंथवो, दिन्ने पच्छासंथवों' त्ति । एकत्र पक्षे संस्तवशब्दः परिचयार्थः, अन्यत्र च सम्यक्प्रकारेण स्तव इति संमुखीनोऽर्थः ।। ७९ ।।। - સ્વજનને આશ્રયીને માતા-પિતાદિ પૂર્વસંસ્તવ (પૂર્વ પરિચિત) છે અને સાસુ-સસરો વગેરે પશ્ચત્ સંસ્તવ (પરિચિત) છે. દાનને આશ્રયીને દાન આપ્યા પહેલાં દાતાની પ્રશંસા કરવી એ પૂર્વસંસ્તવ છે. દાન આપ્યા પછી બીજા દિવસે તેવા પ્રકારના દાનનો ભાવ ઉત્પન્ન કરે, તેની પ્રશંસા કરવી તે પશ્ચાત્ સંસ્તવ છે. (અહી દાતારને માતા-પિતા તલ્ય સરખાવી દાનની પ્રીતિ પ્રગટાવવી તે પૂર્વસંત અને સાસુ-સસરા તુલ્ય કહી દાનને ઉત્સાહ પ્રગટાવવો તે પશ્ચાત્ સંસ્તવ છે.)
તેમાં રૂઢિઅર્થ અને યૌગિક અર્થ એમ બંને રીતે જે સંરતવ ( પ્રશંસા)
* પ્રકૃતિ-પ્રત્યય આદિના યોગ વિના લેકમાં જે અર્થ પ્રસિદ્ધ બને તે રૂઢિઅર્થ અને પ્રકૃતિ પ્રત્યય આદિના યોગથી=વ્યુત્પત્તિથી થતા અર્થ યોગિક અર્થ છે. અહીં સજનના પક્ષમાં સંસ્તવને જે પરિચય અર્થ છે તે કૃદ્વિઅર્થ છે. દાનના પક્ષમાં સંસ્તવને જે પ્રશંસા આવે છે તે યોગિક અથ છે, કારણ કે તે અર્થ વ્યુત્પત્તિથી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org