SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] હવે પંજરભગ્ન શબ્દનો અર્થ અને ચતના વગેરે સંબંધી વિગત જણાવે છે–જ્યાં આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણવચ્છેદક, સાધુ, વૃષભ, સુલક, વૃદ્ધ વગેરેને સંગ્રહ થતું હોય તે ગ૭ પાંજરું (અર્થાત્ રક્ષક) છે, અથવા આચાર્ય વગેરેની પરસ્પર સારણ કરવી તે પાંજરું, અથવા આચાર્ય વગેરેને પરસ્પર મૃદુ-મધુર ભાષાથી કે ઠપકાથી હિતશિક્ષા આપવી, અથવા કર્કશ અને કઠોર વચનેથી ઠપકે આપવા પૂર્વક પ્રાયશ્ચિત્ત આપીને અયોગ્ય આચરણથી રોકવા એ પાંજરું છે.* (નિ. ઉ. ૨૦ ગા. ૬૩૫૦ માં) કહ્યું છે કે “આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને ગણાવચ્છેદક એ પાંચ અને સાધુ, વૃષભ, વૃદ્ધ અને ક્ષુલ્લક એ ચારને જ્યાં સંગ્રહ થતો હોય તે ગઇ પાંજરું કહેવાય. અથવા આચાર્ય વગેરે પરસ્પર મૃદુ-મધુર વાણીથી કે ઠપકો આપવા પૂર્વક સારણુદિ કરે, અથવા કર્કશ અને કઠોર વાણીથી ઠપકો આપીને પ્રાયશ્ચિત્ત આપવા પૂર્વક અયોગ્ય આયરણથી રેકે તે ગ૭ પાંજરું (અર્થાત્ સંયમ રક્ષક) કહેવાય. આમાં પક્ષીનું દષ્ટાંત છે. જેમ પાંજરામાં રહેલા પક્ષીને સળિયા આદિથી ઈચ્છા પ્રમાણે જવા માટે રોકવામાં આવે છે, તેમ ગુરૂપ પાંજરામાં રહેલા સાધુ રૂપ પક્ષીને પણ સારણું રૂપ સળિયા આદિથી ઉન્માર્ગ ગમનથી રોકવામાં આવે છે.'' - જે દોષશુદ્ધિ માટે પાંજરા તરફ આવતા હોય, કે તેવી ભાવનાવાળા થયા હોય તે પાંજરાભિમુખ કહેવાય. આ પાંજરામાંથી નીકળી ગયા હોય કે નીકળી જવાની ભાવનાવાળા હોય તે પંજરલગ્ન કહેવાય છે. પંજરની પાસે યતના આ પ્રમાણે કરવી –“તું જે શાસ્ત્ર ભણવાને ઈચ્છે છે, તે હું ભણ્યો નથી. હવે જે તે એમ કહે કે અમુક શાસ્ત્ર આપ ભણ્યા છે એમ મેં સાંભળ્યું છે, તે કહેવું કે-તે શાસ્ત્ર હું ભણ્યો છું એ સાચું છે, પણ હમણાં મને તેમાં ઘણી શંકાઓ થઈ છે. શંકાવાળું શાસ્ત્ર ન ભણવાય. માટે તું જેમની પાસે નિ:શંક બુત હોય તેમની તપાસ કર.” (નિ. ઉ૦ ૨૦ ગા. ૬૩૫૪) પ્રશ્ન : આ પ્રમાણે બીજાને છેતરવાના ચિંતનથી અને શ્રત હોવા છતાં નથી કે શંકાવાળું છે એમ કહેવાથી તે માયા-મૃષાવાદ દોષ થાય, તેથી અસરળતાથી (માયાથી) આત્મવિશુદ્ધિ ન થાય, કારણ કે સોહી ઉકુમુસ્લ (ઉત્તરા. અ. ૩. ગા.૧૨) “સરળ બનેલાની શુદ્ધિ થાય છે” વગેરે મહર્ષિવચન પ્રમાણ રૂ૫ છે, કહ્યું છે કે–“શ્રત હેવા છતાં નથી કે શંકાવાળું છે એમ કહેવામાં માયા અને મૃષાવાદ થાય છે, અને એથી કહેનાર અસરળ (માયાવી) બને છે. જિનેશ્વરએ સરળ (નિષ્કપટી) જીવની શુદ્ધિ કરી છે.” (નિ, ઉ. ૨૦ ગા. ૬૩૫૭) ઉત્તર : ઉપર્યુક્ત (માયા પૂર્વ ક) યતના અગીતાર્થને ઉદ્દેશીને કરવી પડે, ગીતાથને ઉદ્દેશીને તે “આવા દોષવાળાને સુવિહિતેએ સ્વીકારવે નહિ જોઈએ” એમ સ્પષ્ટ શબ્દોથી જણાવાય. કારણકે આ પ્રમાણે (સ્પષ્ટ નિષેધ) કહેવા છતાં તે ગીતાર્થ હોવાથી રેષ ન કરે, ગીતાર્થ હોવાથી તે સઘળીય સામાચારીને જાણે. અગીતાર્થને તે સાચો દોષ ૪ બે ઉ. ૨, ભાષ્ય ગાથા ૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy