________________
[ રૂ૭
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] गणेन वा नोदयति । तृतीयभङ्गे गच्छाचायौं द्वावपि सीदन्तौ स्वयमेव नोदयति, ये वा तत्र न सीदन्ति तैनॊदयति, साध्या साध्यमृदुमध्याधिसाध्यादिभेदेनानुलोमादिवाग्भङ्गचा यथा गुणो भवति तथा नोदयेत् । चतुर्थभङ्गस्तु शुद्धः । यस्तु गच्छमाचार्यमुभयं वा सीदन्तं स्वयं भण. न्नन्यैश्च भाणयन्ने जानाति-एते भण्यमाना अपि नोद्यम करिष्यन्ति तदोत्कर्षतः पक्षमेक तिष्ठति, गुरुं पुनः सीदन्तं लज्जया गौरवेण वा जानन्नपि पञ्च त्रीन् वा दिवसानभणन्नपि शुद्धः । अथ नोद्यमानो गच्छो गुरुरुभयं वा भणेत्-तव किं दुःखम् ?, यदि वयं सीदामस्तदा वयमेव दुर्गतिं यास्यामः, तदेवं विधेऽसद्ग्रहे तेषां परिणते परित्यागो विधेयस्ततश्चान्यं गणं સામતિ || રૂ ૭ |
આ પ્રમાણે કેવળ ઉપસંપદા માટે અન્યગછમાં જવાનું કહ્યું. હવે સંગ (ભોજન વ્યવહાર) માટે (અન્ય ગચ્છમાં જવાનું) કહે છે :
સંજોગ એટલે એક માંડલીમાં (=સાથે બેસીને ભોજન કરવું વગેરે. સંભોગ માટે પણ જ્ઞાન–દશન કે ચારિત્ર એ ત્રણ કારણથી અન્યગચ્છમાં જવાનું થાય. તેમાં જ્ઞાન માટે કે દર્શન માટે જે ગચ્છની ઉપસંપદા સ્વીકારી છે તે ગચ્છમાં સૂત્રાર્થનું દાન વગેરે સદાય (=વાચના ન આપે, ઓછી આપે) વગેરે કારણે અન્યગચ્છમાં જવાનું થાય. તે જવાને વિધિ પણ પૂર્વે કહ્યા મુજબ જ છે. ચારિત્ર માટે પણ જે ગ૭ની ઉપસંપદા પૂર્વે સ્વીકારી છે તે ગ૭માં ચારિત્ર ક્યિા સીદાતી હોય તે અન્ય ગચ્છમાં જવાનું થાય.
અહીં આ પ્રમાણે ચતુર્ભગી થાય –(૧) ગચ્છ સીદાય છે, આચાર્ય નહિ. (૨) આચાર્ય સદાય છે, ગ૭ નહિ. (૩) બંને સીદાય છે. (૪) બંને સીદાતા નથી. અહી પ્રથમ ભાંગામાં ગચ્છ સીદાતો હોય ત્યારે ગુરુએ અથવા પોતે (=ઉપસંપદા સ્વીકારનારે) ગચ્છને પ્રેરણા કરવી જોઈએ. પ્રશ્ન:-ગચ્છ કેવી રીતે સદાય? ઉત્તર :-સાધુઓ પડિલેહણ સમયસર ન કરે, ન્યૂન–અતિરિક્ત વગેરે દોષથી કે કમવિપર્યાસથી * પડિલેહણ કરે, ગુરુ અને ગ્લાન વગેરેની પડિલેહણા ન કરે, નિષ્કારણ દિવસે સૂવે, દડાને મૂક્તાં કે લેતાં પડિલેહણ કે પ્રમાર્જન ન કરે, અથવા બરાબર નિરીક્ષણ ન કરે, યથાગ્ય વિનય ન કરે, શતરનાં આહાર–પાણી વાપરે, ઉદ્દગમ આદિ દોષથી અશુદ્ધ (આહાર વગેરે) લે. આવાં કારણોથી ગચ્છ સદાય.
બીજા ભાગમાં આચાર્ય સીદાતા હેય તો આચાર્યને જાતે (વિનયાદિ ઔચિત્ય પૂર્વક) પ્રેરણા કરે, કે ગચ્છના બીજા સાધુઓ દ્વારા પ્રેરણા કરાવે. ત્રીજા ભાંગામાં સીદાતા આચાર્ય અને ગ૭ એ બંનેને જાતે જ પ્રેરણું કરે, અથવા જે ન સીદાતા હોય તે # પ્રસ્ફોટન, પ્રમાજને અને સમયમાં ન્યૂનતા-અધિકતા કરે. * પડિલેહણમાં પુરુષને અને વસ્ત્રને જે ક્રમ બતાવ્યું છે તે ક્રમ ને સાચવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org