SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ૨ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते તે બૌદ્ધ સાધુ વગેરેએ પિતાની ** સ્થલિકામાં આચાર્યનો પણ ભાગ રાખે છે. તેથી મધુર આહારમાં આસક્તિથી લુબ્ધ બનેલા આચાર્ય સામર્થ્ય હોવા છતાં કંઈ ઉત્તર આપતા (પ્રતિકાર કરતા) નથી. આમ વિચારીને પહેલાં આચાર્યનાં દર્શન કરીને અન્ય વસતિમાં રહે. ત્યાં વાદના વિષયમાં કુશલ પર્ષદાને (મધ્યસ્થ સભાસદો વગેરેને) વેગ મેળવે. પછી તે પર્ષદામાં તે પરતીથિકને નિરુત્તર કરીને (વાદમાં જીતીને) પરાજિત કરે, અને પરતીર્થિકના સંસર્ગ રૂપ કુસંગમાં ફસાયેલા ગુરુને પણ છે. જે વાદમાં પરાજયથી ગુસ્સે થયેલા તે બૌદ્ધ ભિક્ષુક વગેરે સ્થલિકામાં રાખેલો આચાર્યના ભાગને નિષેધ કરે (ભાગ કાઢી નાંખે) તે સારું જ છે. પણ એ વિષે કોઈ એમ કહે કે-“આને (=આચાર્યને) શો દોષ છે? આ આપણને ઘણા કાળથી સંમત (પરિચિત) છે. માટે પૂર્વકાળથી ચાલુ તેને ભાગ તમે કાઢી ન નાખે,” તે ગુરુને પ્રણામ કરીને આ પ્રમાણે કહે: શબ્દશાસ્ત્ર (વ્યાકરણાદિ) અને હેતુશાસ્ત્ર (સંમતિતર્ક વગેરે તર્કશાસ્ત્ર)નું મેં અધ્યયન કર્યું, એમાં અત્યંત ઓતપ્રોત (તલ્લીન) બની જવાથી છેદસૂત્રનો અર્થ (સૂત્રથી, અર્થથી કે ઉભયથી) મારે ભૂલાઈ ગયે છે. આથી આપને એનો અર્થ પૂછવો છે. અગીતાર્થ સાધુઓને તે તત્વશ્રવણ કરવાને નિષેધ હોવાથી તેઓ ન સાંભળે એ રીતે આપણે અન્ય વસતિમાં રહીએ. આમ બીજા પણ બહાનાથી આચાર્યને તે નિહોની વસતિમાંથી છોડાવે. છતાં આચાર્ય તે ક્ષેત્રમાંથી (કે વસતિમાંથી) નીકળવા ન ઈ છે તે આ પ્રમાણે યુક્તિ કરે : પહેરીગર વગેરેને કહે કે અમારા સાધુનું મગજ બગડી ગયું છે, તેને અમે અધી રાતે વૈદ્ય પાસે લઈ જઈશું. તેને લઈ જઈએ ત્યારે તે “મારું અપહરણ કરે છે, મારું અપહરણ કરે છે” એમ બૂમ પાડે તે પણ તમારે કંઈ બોલવું નહિ. તથા (સમુદાયના) અગીતાર્થ સાધુઓને પણ અમે આચાર્યને આ પ્રમાણે લઈ જઈશું' તમે બેલશે નહિ, એમ સમજાવે. પછી રાત્રે આચાર્યની પાસે ઘણા વખત સુધી કથાઓ કહેવડાવી શ્રમિત કરે, તેથી ભર ઉંઘમાં ઉઘેલા આચાર્યને લઈ જાય, તો પણ તેને જરાયે ખબર ન પડે. નિના સંસર્ગને ઘણીવાર નિષેધ કરવા છતાં આચાર્ય નિહ્નવોના સંસર્ગને છોડવા ઈછે નહિ તે પણ આ જ વિધિ (ક-યુક્તિ) જાણવી [૩૨] રનાથે જનમ્ રથ રાત્રિાર્થના चारित्तटुं गमणं, देसायसमुत्थदोसओ दुविहं । एसणथीसुं पढम, गुरुम्मि गच्छे य बिइयं तु ॥ ३३ ॥ 'चारित्त;'ति । चारित्रार्थ गमनं द्विविधम्--देशसमुत्थोपनिमित्तमात्मसमुत्थदोषनिमित्तं च । तत्रैषणादोषस्त्रीदोषयोः प्रथमम् , गुरौ गच्छे च सीदति तु द्वितीयम् । तत्र यत्र देशे * બૌદ્ધ સાધુઓ માટે જ્યાં રસોઈ બનતી હોય તે સ્થાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy