________________
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ]
[ ૨૨ અને ઉપાધ્યાયપદ ધારણ કરી શકે છે. વ્યવહાર સૂત્રમાં બીજા ઉદ્દેશામાં કહ્યું છે કે“એકપાક્ષિક સાધુને ચેડા કાળ માટે કે જીવનપર્યત આચાર્ય પદ કે ઉપાધ્યાયપદ બીજાને આપવું કે સ્વયં ધારણ કરવું કહે છે, અર્થાત બીજાને આપી શકે છે કે પિતે ધારણ કરી શકે છે. અથવા તેના ગુણને બીજા પ્રત્યે પ્રીતિ થાય તેમ હોય તો બીજાને પણ આચાર્યપદ કે ઉપાધ્યાયપદ આપે, અર્થાત અપવાદથી પોતાના ગણુની પ્રીતિ સચવાય એ માટે ભિન્નપાક્ષિકને પણ આચાર્યાદિપદ આપે.”
(અહીં આચાર્ય બે પ્રકારના હોય, સાપેક્ષ અને નિરપેક્ષ. જે આચાર્ય ભવિષ્યમાં ગ૭ના સાધુઓ સદાય નહિ અને તેમને આચાર્ય ઉપર આદર રહે એ માટે પોતાના
જીવતાં જ ચગ્ય સાધુને આચાર્ય બનાવે તે સાપેક્ષ, અને ઉક્ત વિચારણા ન કરે, એથી પિતાના જીવતાં અન્યને આચાર્ય ન બનાવે તે નિરપેક્ષ)
- સાપેક્ષ આચાર્ય પોતાના જીવતાં જ અન્યને આચાર્ય બનાવે, જેથી પિતાના કાલધર્મ પામ્યા પછી પણ ગચ્છ ન સીદાય. નિરપેક્ષ આચાર્ય આચાર્યપદને યોગ્ય કેઈ ન હોય તેથી અથવા પ્રમાદથી બીજાને આચાર્ય બનાવ્યા વિના જ કાળધર્મ પામે, ત્યારે સ્થવિરો કોઈને છેડા સમય માટે આચાર્ય કે ઉપાધ્યાય બનાવે અને ગરછના મુખ્ય સાધુઓને કહે કે- જ્યાં સુધી મૂલ આચાર્યપદે કે મૂલ ઉપાધ્યાયપદે બીજાને
સ્થાપવામાં ન આવે ત્યાં સુધી આ તમારો આચાર્ય કે ઉપાધ્યાય કે પ્રવર્તક છે. આ વિષે (વ્ય, ઉ.૨–ગા.૩૨૮માં) કહ્યું છે કે–આચાર્યપદને યોગ્ય કઈ ન હોય, અથવા પ્રમાદથી અન્યને આચાર્ય બનાવ્યા વિના જ આચાર્ય કાલધર્મ પામે ત્યારે સ્થવિરો કેઈ ને ચેડા કાળ માટે આચાર્ય કે ઉપાધ્યાય બનાવે. જેઓ આચાર્ય કે ઉપાધ્યાય બનાવે તેઓ ગુછને વડિલોને કહે કે જ્યાં સુધી મલ આચાર્યપદે કે મૂલ ઉપાધ્યાયપદે બીજાને સ્થાપવામાં ન આવે ત્યાં સુધી આ તમારે આચાર્ય કે ઉપાધ્યાય અથવા પ્રવર્તક છે.”
તે બંને પ્રકારના (ઈવર કે થાકથિક) એકપાક્ષિકને દિગબંધ કરો. તેમાં પ્રત્રજ્યા અને શ્રુતને આશ્રયીને ચાર ભાંગા થાય. એ પ્રમાણે કુલના, ગણના અને સંઘના પણ મૃતની સાથે દરેકના ચાર ચાર ભાંગા જાણવા. તેમાં પ્રવજ્યા, કુલ, ગણ કે સંઘને આશ્રયીને પણ જે પ્રથમ ભાંગામાં હોય તેને ઈવર કે યાવસ્કથિક આચાર્ય બનાવવો. તેના અભાવે ત્રીજા ભાંગામાં રહેલને આચાર્ય બનાવો. જે બીજા કે ચોથા ભાંગામાં રહેલાને આચાર્યપદે સ્થાપે તે સ્થાપનારને ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે, તથા આજ્ઞાભંગ અનવસ્થા અને મિથ્યાત્વ એ બધા દોષ લાગે. તથા ગણભેદ રૂ૫ વિરાધના પણ થાય. તે આ પ્રમાણે : મૃતથી ભિન્ન પાક્ષિકને થોડા વખત માટે આચાર્ય બનાવે તે એવું બને કે મોહની કે રોગની ઘણું કાલ સુધી ચિકિત્સા કરીને આવેલ કેઈ સાધુ તેને શંકિત સૂત્ર કે અર્થ પૂછે, ત્યારે તે આચાર્ય ભિન્નવાચનાવાળા હોવાથી તેને ઉત્તર ન આપી શકે, ( ૪ છાપેલી પ્રતમાં સૂત્રોના નંબર અવ્યવસ્થિત છે. છાપેલી પ્રત માં આ સૂત્ર વીસમા અને પચીસમા સૂત્રની વચ્ચે છે. તેમાં નંબર મૂકયો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org