________________
૮ ]
[ gશવૃત્તિ-ગુર્જરમાવામાવાનુવાયુ હવે તે ભય આદિ સ્થાનમાં પ્રાયશ્ચિત્ત કહે છે –
(૧) આચાર્યના કડક આચરણને સાંભળીને જે પાછા ફરે તેને પંચક પ્રાયશ્ચિત્ત આવે. (૨) આચાર્યની પાસે જવા પ્રયાણ ન કર્યું હોય ત્યાં સુધી ત્યાં જવું કે નહિ? તેને વિચાર કરી શકાય. પણ નીકળ્યા પછી હું શું કરું ? જાઉં કે પાછો ફરું? અથવા ત્યાં જાઉં કે બીજા ગરછમાં જાઉં? એમ વિચારનારને ભિન્નમાસ પ્રાયશ્ચિત્ત આવે. (૩) અમુક સ્થળે ગોકુળને સંભવ છે એમ સાંભળીને માર્ગને બદલીને (લાંબા માગે) જાય, અથવા ગોકુળમાં આહાર આદિને વખત ન થયા હોય તે રાહ જુએ, તેને લઘુમાસ પ્રાયશ્ચિત્ત આવે, જે ઘણું ભજન કરે તે ચતુર્વઘુ પ્રાયશ્ચિત્ત આવે, તથા ઘણું ખાઈને અજીર્ણના ભયથી ઘણું સુવે તે લઘુમાસ પ્રાયશ્ચિત્ત આવે. (૪) સંખડીમાં ભેજનને સમય ન થયે હેય એથી રાહ જુએ (=રોકાઈ જાય), અથવા ઘણું વહોરે તે ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે, અને ત્યાં હાથને સંઘટ્ટો, પાત્રને સંઘટ્ટો વગેરે નિમિત્તે જે પ્રાયશ્ચિત્ત થયું હોય તે પ્રાયશ્ચિત્ત પણ આવે. (૫) પિશુક આદિના ભયથી પાછા ફરનારને માસલઘુ પ્રાયશ્ચિત્ત આવે. (૬) અપ્રતિષેધકની પાસે રહેનારને ચતુર્લઘુ પ્રાયશ્ચિત્ત આવે. ભણવાની ઈચ્છાવાળે તે મને મૂકીને બીજે ન જાય એટલા માટે તેને આકર્ષવા શિષ્યોને અને પ્રતીષ્ઠકને કડે કે આવતે તે રસ્તામાં જે ગામમાં ગોચરી કરશે, જે ગામમાંથી જશે, જે વસતિમાં રોકાશે તે તે સ્થાનમાં જઈને તમે ઉચ્ચારથી શુદ્ધ (સૂત્રોનું) પરાવર્તન કરતા રહો, તે જ્યારે આવ્યો હોય ત્યારે જે તમને પૂછે કે તમે ક્યા કારણથી અહીં આવ્યા છે ? તે તમારે કહેવું કે અમારા વાચનાચાર્ય અમને ઉચ્ચાર શુદ્ધ ભણાવે છે. જે ઉચ્ચાર કોઈ પણ રીતે બીજી રીતે ખોટો કરવામાં આવે તે તેઓ નારાજ બની જાય છે, અને કહે છે કે અહીં ઉપાશ્રયમાં ઘણું લોકેની હાજરીમાં અવાજની વ્યાકુલતા હોવાથી શુદ્ધ ઉચ્ચાર થતો નથી, માટે અન્યત્ર જાઓ” એવા તેમના આદેશથી અમે અહીં એકાંતમાં પરાવર્તન કરીએ છીએ. આ પ્રમાણે તેનું આકર્ષણ કરનાર આચાર્યને પણ ચતુર્લઘુ પ્રાયશ્ચિત્ત આવે. પણ જે રસ્તામાં આવતાં તેણે મેળવેલા તેના નવા શિષ્યને લઈ લેવા માટે જે તેને આકર્ષે તે આચાર્યને ચતુગુરુ પ્રાયશ્ચિત્ત આવે, એ પણ જાણવું. (૭) જેના પરિવારમાં કોઈ સાધુ વસ્ત્રવાળા હેય, કેઈ વસ્ત્ર વિનાના હેય, કેઈ જંઘામાં તેવા પ્રકારને લોટ વગેરે ઘસતા હોય, કેઈ શરીરમાં તેલ આદિનું મર્દન કરતા હોય, (અથવા કઈ મસ્તકમાં તેલ નાખતા હોય, કેઈ લેચથી મુંડન કરતા હોય, કેઈ અસ્ત્રાથી મુંડન કરતા હોય, આમ વિવિધ વેષધારીઓ હોય, અને જે તેમાં કેઇને પણ રોકત ન હાય (=જેને જેમ કરવું હોય તેમ કરવા દેતે હોય) તે ગુરુ પર્ષદવાનું કહેવાય. તેના ગચ્છમાં પ્રવેશ કરનારને ચતુલઘુ પ્રાયશ્ચિત્ત આવે, અને જો સચિત્ત નવા શિષ્યની સાથે પ્રવેશ કરે તે ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે, ઉપરાંત આજ્ઞાભંગ વગેરે દોષ પણ લાગે. જે અચિત્ત (નવા મેળવેલા) વસ્ત્રાદિ સહિત પ્રવેશ કરે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org