SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અભ્યાસ કરે, એટલે કે પરિચય કરવો, પ્રેરણા કરવી વગેરે. (૫) અભેદ રૂપ અવિભક્તિ (એકતા) કરવી (=તુલ્ય માનીને પરસ્પર વ્યવહાર કરવો). અને (૬) એ પાંચે પ્રકારોથી તેમની સાથે સંબંધ રાખો. આમ છતાં અભ્યથાન (=સામે આવે ત્યારે ઊભા થવું) વગેરે પાંચ કરવાથી અને છતી શક્તિએ અભ્યાસકરણ (=ધર્મથી પતિતને પુનઃ ધર્મમાં જોડવા પ્રયત્ન) ન કરવાથી પ્રાયશ્ચિત્ત આવે. અંજલિકરણ પણ છ પ્રકારે છે. (૧) પચીસ આવશ્યકથી યુક્ત દ્વાદશાવર્ત વંદન કરવું. (૨) મસ્તક નમાવીને પ્રણામ કરવા. (૩) એક કે બે હાથ જોડવા. (૪) અત્યંત બહુમાનના ભાવપૂર્વક હર્ષથી “નમો વમાસમrળ” કહેવું. (૫) આસન પાથરી આપવું, અને (૬) આ પાંચ પ્રકારોથી તેમની સાથે સંબંધ રાખવે. - આ બધા પ્રકારે (વિનય) કરવામાં પ્રાયશ્ચિત્ત આવે. ગૃહસ્થ સહિત પાર્થસ્થ આદિ નવને વંદન અને અંજલિ કરવામાં પ્રત્યેકમાં ચતુર્લઘુ પ્રાયશ્ચિત્ત આવે. એ પ્રમાણે દાનાદિમાં પણ જાણવું. તે આ પ્રમાણે –પાશ્વસ્થ આદિને અશનાદિ આપવામાં અને તેમનું અશનાદિ લેવામાં ચતુર્લઘુ પ્રાયશ્ચિત્ત આવે. કારણ કે પાશ્વસ્થ વગેરે ઉદગમાદિ દેશોનું સેવન કરનારા હોય છે. આથી તેમને આપવામાં તે દેનું અનુમદન થાય, અને તેમની પાસેથી લેવામાં ઉદ્દગમાદિ દોનું સેવન થાય. (નિ. ઉ. ૧૫ ગા. ૪૯૬૯, ૪૯૭૪, ૪૯૭૫ માં) કહ્યું છે કે “પાર્શ્વસ્થ, અવસાન, કુશીલ, સંસા અને નિત્યવાસીઓને જે સાધુ અશનાદિ આપે કે તેમની પાસેથી અનાદિ લે તેને આજ્ઞાભંગ વગેરે દોષ લાગે, કારણ કે (૧) પાશ્વસ્થ વગેરે ઉદ્દગમાદિ દોષો છેડતા નથી. તેથી ચારિત્રની વિશદ્ધિને ઈછતા ભાઇઓએ તેમનો ત્યાગ કરવો જોઈએ. (૨) જે પાર્શ્વ આદિને આપે છે, તેને તેઓ પ્રત્યે અનુરાગ એ જણાઈ આવે છે, અને જે પાશ્વસ્થ આદિ પાસેથી લે છે, તેને પણ તેઓ પ્રત્યે પ્રીતિ છે એ જણાઈ આવે છે. કુસંસર્ગથી ઘણા દોષ પ્રગટ થાય છે, અને સુસંસર્ગથી ઘણુ ગુણે થાય છે, માટે તેમને ત્યાગ કરવો જોઈએ.” (૩) - પાર્થસ્થ આદિને વસ્ત્ર આપવામાં કે તેમની પાસેથી પ્રાતિહારિક (=ઉછીનું-પાછું આપવાની શરતે) પણ વસ્ત્ર લેવામાં ચતુર્લઘુ પ્રાયશ્ચિત્ત આવે. પાર્થસ્થાદિને ભણાવવામાં કે તેમની પાસે ભણવામાં સૂત્રમાં ચતુર્લઘુ અને અર્થમાં ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત લાગે છે. યથાઈદને આશ્રયીને સૂત્રમાં ચતુર્ણ અને અર્થમાં વડલઘુ પ્રાયશ્ચિત્ત છે. અનેક દિવસે સુધી ભણવા-ભણાવવામાં “સાત રાત્રિ-દિવસ સુધી તપ પ્રાયશ્ચિત્ત આવે' વગેરે ક્રમથી પ્રાયશ્ચિત્ત વૃદ્ધિ થાય છે. પાર્થસ્થ આદિને ભણવા-ભણાવવામાં વંદન, કુસંગ વગેરે અનેક દેશે થાય છે. [૧૨૪]. * સાધના વેષમાં રહેલા પાર્શ્વસ્થ, અવસાન, કુશલ, સંસક્ત, યથાઈદ અને નિયતવાસી એ છે, સાધવેષ છેડી દેનારા સારૂપી, સિદ્ધપુત્ર અને પશ્ચાદ્ભુત એ ત્રણ, તથા ગૃહસ્થ એ દશ અવંદનીય છે. તેમાં યથાણંદ અંગે પૂર્વે કહી દીધું હોવાથી નવ બાકી રહે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy