________________
પદ્ ]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते સ્વીકારતે હોવાથી નય કહેવાય છે અને તે નિયમાં મિથ્યાષ્ટિ જ છે. કારણ કે તે વસ્તુ જે સ્વરૂપે નથી તે સ્વરૂપે સ્વીકારે છે. આથી જ અન્ય સ્થળે કહ્યું છે કે માત્ર પોતાના જ પક્ષનો સ્વીકાર કરનારા બધા નો મિથ્યાષ્ટિ છે.”
નયવાદ મિથ્યાવાદ હોવાથી જ જિનપ્રવચનના તત્ત્વોના જાણકાર પોતે મિથ્યાવાદી ન બની જાય એ માટે જે કંઈ કહે છે તે બધું “યાહાર” (=અપેક્ષા) પૂર્વક બોલે છે, સ્પાકાર વિના ક્યારેય બોલતા નથી. જો કે લોકવ્યવહારમાં બધા જ સ્થળે બધી જ વખતે સાક્ષાત્ “ચાત' પદને પ્રગ કરતા નથી, તે પણ તેમાં “ચા” પદને પ્રયોગ ન હોવા છતાં સામર્થ્યથી “ચા” પદ સમજી લેવું. કારણ કે પ્રયોગ કરનાર કુશલ હોય છે. અર્થાત્ પ્રયોગ કરનાર કુશલ હોવાથી સાક્ષાત્ “ચાત્ત” પદ ન હોવા છતાં તેમાં ચાર પદને ભાવ રહેલો જ હોય છે. કહ્યું છે કે-“પ્રાજક કુશલ હોય તો વિધિ, નિષેધ, અનુવાદ, અતિદેશ વગેરેમાં પાતુ પદનો પ્રયોગ ન હોય તે પણ બધા સ્થળે સામર્થ્યથી જણાય છે.”
પ્રશ્ન :- જે બધે જ થાત પદનો પ્રયોગ હોય તો અવધારણવિધિ (=વ કારને પ્રયોગ) મૂળથી જ (=સર્વથા) નહિ રહે. કારણ કે “સ્થા” પદ અને અવધારણ (=ાય કાર) બંને વિરુદ્ધ છે. અવધારણ અન્યનો નિષેધ કરે છે. “કથાનું' પદનો પ્રયોગ અન્યને સ્વીકાર કરે છે.
ઉત્તર :- વસ્તુના સ્વરૂપનું જ્ઞાન બરાબર ન હોવાથી તમે જે કહ્યું તે બરોબર નથી. ચાર પદને પ્રયોગ વિવક્ષિત વસ્તુમાં રહેલા અન્ય ધર્મોને સ્વીકાર કરે છે. જ્યારે અવધારણ વિધિથી શકિત તે તે અન્ય ધર્મના યોગ (વગેરે)નો નિષેધ થાય છે, અર્થાત્ અમુક વસ્તુમાં અમુક ધર્મ છે કે નહિ એવી શંકા થતાં અવધારણવિધિથી એ શંકા દૂર થાય છે. દા. ત. જ્ઞાન-દર્શન–વીય–સુખથી યુક્ત જીવ હોય કે ન હોય ? એવી શંકા થતાં તેના ઉત્તરમાં ચાર્જીવ ga=અપેક્ષાએ જીવ જ છે એમ કહેવાય. અહીં જીવ શબ્દથી જીવ શબ્દ વાચ્ય પ્રાણ ધારણનું કારણ જે પદાર્થ છે તે કહેવાય છે. જીવ છે કે નહિ? અર્થાત્ જીવ જ છે કે અજીવ પણ છે એવી જે શંકા હતી તે જીવ કારથી=અવધારણથી દૂર થાય છે. જ્ઞાન-દર્શન-વીય–સુખથી યુક્ત જીવ જ હોય, અજીવ ન હોય. ચાત્ત પદ પ્રયોગથી જીવના જ્ઞાન-દર્શન–સુખાદિ અસાધારણ ધર્મો, ધર્માસ્તિકાયાદિમાં પણ રહેનારા અમૂર્ત-અસંખ્યાત પ્રદેશવ વગેરે સાધારણ ધર્મો, સર્વ પદાર્થોમાં રહેનારા સત્ત્વ–પ્રમેયત્વ–ધર્મિત્વ-ગુણિત્વ વગેરે સાધારણ ધર્મોફ્ટ એ બધા ધર્મો જણાય છે. અર્થાત્ જ્ઞાન-દર્શન-સુખાદિ સિવાય બીજા પણ અમૂર્ત સ્વાદિ અને સત્ત્વાદિધર્મો જીવમાં રહેલા છે એમ જણાય છે. | ફજે ધર્મો જીવમાં જ રહે, જીવ સિવાય બીજી કોઈ વસ્તુમાં ન રહે તે જીવના અસાધારણ ધર્મો કહેવાય. જીવમાં પણ રહે અને જીવ સિવાય બીજામાં પણ રહે તે જીવના સાધારણ ધર્મો કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org