________________
गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] એમાં વિરોધ છે. (૬) દરેક ગુણમાંનો ગુણિદેશ ભિન્ન ભિન્ન છે. કારણ કે ગુણિદેશને ભિન્ન ભિન્ન નહિ માને તે ભિન્ન પદાર્થના ગુણોને પણ અભિન્ન ગુણિ દેશને પ્રસંગ આવશે. (૭) દરેક સંસગના ભેદથી સંસર્ગને ભિન્ન માનવામાં ન આવે તે સંસર્ગીના ભેદને વિરોધ થશે. (૮) શબ્દ પણ દરેક વિષયમાં જુદો જુદો છે. કારણ કે સમસ્ત ગુણોને જે એક જ શબ્દના વાચ્ય માનવામાં આવે તો સમસ્ત પદાર્થોને પણ એક જ શબ્દના વાગ્યા બનવાને પ્રસંગ આવશે. આથી અન્ય શબ્દો નિષ્ફળ બની જશે.
કયારે અભેદવૃત્તિ? કયારે અભેદવૃત્તિને ઉપચાર ? ( આ પ્રમાણે વાસ્તવિક રીતે પર્યાયાર્થિકનયની અપેક્ષાએ અસ્તિત્વાદિ સમસ્ત ગુણોની અભેદવૃત્તિ (યુગપભાવ)ને એક વસ્તુમાં અસંભવ છે. અર્થાત્ અમેદવૃત્તિ થઈ શકતી નથી. માટે કાલ, આત્મસ્વરૂપ આદિ દ્વારા ભિન્ન સ્વરૂપવાળા અસ્તિત્વાદિ ધર્મોમાં અભેદનો ઉપચાર કરવામાં આવે છે. તેથી દ્રવ્યાર્થિકનયની મુખ્યતા હોય ત્યારે વાસ્તવિક અભેદવૃત્તિ અને પર્યાયાર્થિક નયની મુખ્યતા હોય ત્યારે અમેદવૃત્તિનો ઉપચાર કરીને અનંત ધર્મવાળા પદાર્થને યુગપતુ કહેનાર વાક્યને સકલદેશ અથવા પ્રમાણુવાક્ય કહેવામાં આવે છે, એ સિદ્ધ થયું.
સકલાદેશ આને સારાંશ એ છે કે – વસ્તુમાં અનંત ધર્મો છે, એ વાત પ્રમાણથી સિદ્ધ છે. માટે કઈ પણ એક વસ્તુનું પૂર્ણરૂપથી પ્રતિપાદન કરવાને માટે અનંત શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ, કારણ કે – એક શબ્દ એક જ ધર્મનું પ્રતિપાદન કરી શકે છે, પરંતુ એ રીતે કરવાથી લોકવ્યવહાર ચાલી ન શકે. માટે એક શબ્દનો પ્રયોગ કરીએ છીએ. તે એક શબ્દ મુખ્ય રૂપથી એક ધર્મનું પ્રતિપાદન કરે છે અને બાકી રહેલા બીજા ધર્મોને તે એક ધર્મથી અભિન્ન માની લેવામાં આવે છે. આ રીતે એક શઢથી એક ધર્મનું પ્રતિપાદન થયું, અને તેનાથી અભિન્ન હોવાને કારણે શેષ ધર્મનું પણ પ્રતિપાદન થઈ ગયું. આ ઉપાયથી એક જ શબ્દ એકીસાથે અનંત ધર્મોનો અર્થાત સંપૂર્ણ વસ્તુને પ્રતિપાદક થઈ જાય છે. આને સકલાદેશ કહે છે.
વિકલાદેશ આને સારાંશ એ આવ્યો કે સકલાદેશમાં દ્રવ્યાર્થિક નયની પ્રધાનતાને કારણે વસ્તુના અનંત ધર્મોનો અભેદ કરવામાં આવે છે. વિકલાદેશમાં પર્યાયાર્થિકનયન પ્રધાનતાના કારણે તે ધર્મોને ભેદ છે. અહીં પણ કાલાદિ આઠના આધારે જ ભેદ કરવામાં આવે છે. પર્યાયાર્થિકનય કહે છે કે- એક કાલમાં એક જ વસ્તુમાં ભિન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org