________________
પર 3
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते દ્રવ્યને સ્વમય કરી નાખવારૂપ ઉપકાર કરે છે, માટે ઉપકારની અપેક્ષાએ અસ્તિત્વાદિ ધર્મો અભિન્ન છે. અર્થાત્ આ ઉપકાર દ્વારા અભેદવૃત્તિ થઈ.
(૬) ગુણિદેશ :- અસ્તિત્વના ગુણ જીવાદિ દ્રવ્ય સંબંધી જે ક્ષેત્રરૂપ દેશ છે, તે જ ક્ષેત્ર રૂ૫ દેશ બાકીના બધા ગુણેના ગુણને પણ છે. અર્થાત્ જે ક્ષેત્ર દ્રવ્યની સાથે સંબંધ રાખનાર અસ્તિત્વનું છે, તે જ ક્ષેત્ર અન્ય ધર્મોનું પણ છે, માટે ગુણિદેશની અપેક્ષાએ અસ્તિત્વાદિ ધર્મો અભિન્ન છે. આ ગુણિદેશ દ્વારા અમેદવૃત્તિ થઈ.
(૭) સંસર્ગ – જીવાદિ વસ્તુરૂપ જે પ્રકારે અસ્તિત્વનો સંસર્ગ છે, તે જ સંસર્ગ બીજા અન્ય ધર્મોનો પણ વસ્તુ સાથે છે, માટે આ સંસર્ગની અપેક્ષાએ અસ્તિત્વાદિ ધર્મો અભિન્ન છે. આ સંસર્ગ દ્વારા અભદેવૃત્તિ થઈ.
શંકા - પહેલાં કહેલ સંબંધથી સંસર્ગમાં શું ભેદ છે ?
સમાધાન – અભેદની પ્રાધાન્યતા અને ભેદની ગૌણતા હોય ત્યારે સંબંધ કહેવાય છે, અને ભેદની પ્રાધાન્યતા અને અભેદની ગણતા હોય ત્યારે સંસર્ગ કહેવાય છે.
(૮) શબ્દ – અવિધર્માત્મક વસ્તુને વાચક જે “ગતિ” શબ્દ છે, તે જ “રિત” શબ્દ અન્ય અનંત ધર્માત્મક વસ્તુને પણ વાચક છે. માટે શબ્દની અપેક્ષાએ અસ્તિવાદિ ધર્મો અભિન્ન છે. આ શબ્દ દ્વારા અમેદવૃત્તિ થઈ
કાલાદિ આઠથી ભેદવૃત્તિની ઘટના :આ અભેદવૃત્તિ જ્યારે પર્યાયાકિનયની ગણતા અને દ્રવ્યાર્થિકનયની પ્રાધાન્યતા હોય ત્યારે ઘટી શકે છે, પરંતુ જ્યારે દ્રવ્યાર્થિક નયની ગણતા અને પર્યાયાર્થિક નયની પ્રાધાન્યતા હોય ત્યારે ઘટી શકતી નથી. કારણ કે– (૧) એક કાલે એક જ વસ્તુમાં ભિન્ન ભિન્ન ગુણો રહી શકતા નથી અને જે નાના ગુણે એક સમયે એક વસ્તુમાં રહે તે ગુણેના આશ્રયરૂપ દ્રવ્યમાં ગુણે જેટલા જ ભેદનો પ્રસંગ આવશે. (૨) અનેક ગુણનું આમરૂપ (સ્વરૂ૫) પરસ્પર ભિન્ન છે. કારણ કે તે ગુણે એકબીજાના સ્વરૂપમાં રહેતા નથી, પરંતુ પોતપોતાના સ્વરૂપમાં રહે છે, માટે ગુણેમાં અભેદ નથી. જો ગુણેમાં આત્મરૂપ અભિન્ન માનશે (પરસ્પર ભેદ નહિ માને) તો ગુણેમાં ભેદને વિરોધ આવશે. અર્થાત્ ગુણમાં ભેદ ઘટશે નહિ, (૩) ગુણાના આશ્રય-આધારરૂપ અર્થ પણ ભિન્ન ભિન્ન છે. જે ગુણેના આધાર અર્થને ભિન્ન ભિન્ન નહિ માને તે ભિન્ન ભિન્ન ગુણેને તે આધાર બની શકશે નહિ. (૪) સંબંધીઓના ભેદથી સંબંધને ભેદ જોવાય છે. માટે નાના સંબંધીઓનો એક સ્થળે એક સંબંધ ઘટી શકતો નથી. (૫) ગુણોથી પ્રતિનિયતરૂપે કરાતે ઉપકાર પણ અનેક પ્રકારે છે. કારણ કે અનેક ઉપકારીઓથી કરાતે ઉપકાર એક હોય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org