________________
गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ]
[ ૪૨
સાતમાંથી એકાદિ ભંગ ન્યૂન હેાય તે આગમ પ્રમાણુરૂપ બનતુ' નથી.* આ સાત ભગા સપ્તભંગ તરીકે પ્રસિદ્ધ છે.
સપ્તભ‘ગીનુ વર્ણન :–
વસ્તુમાં અસ્તિત્વ (=હાવુ) આદિ ધર્મ સંબંધી પ્રશ્ન ઉઠતાં પરસ્પર વિરાધ ન આવે એ રીતે અલગ અલગ અથવા સ`મિલિત વિધિ અને નિષેધના વિચાર પૂર્ણાંક “ચાત્” શબ્દથી યુક્ત સાત પ્રકારની વાકયરચના સપ્તભ'ગી કહેવાય છે. તે આ પ્રમાણે:--
(૧) ચારૂતિ= વસ્તુ અપેક્ષાએ છે. (સ્યા અપેક્ષાએ.) આ ભંગમાં વિધિની મુખ્યતા છે. (૨) ચાનાસ્તિ= વસ્તુ અપેક્ષાએ નથી. આ ભંગમાં નિષેધની મુખ્યતા છે. દરેક વસ્તુ પેાતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ છે. પરના દ્રવ્યાદિની અપેક્ષાએ નથી. દા. ત. ઘટ. ઘટમાટીમાંથી બન્યા છે. માટે ઘટ સ્વદ્રવ્ય માટીની અપેક્ષાએ છે. ઘટ જલમાંથી બન્યા નથી, માટે પરદ્રવ્ય જલની અપેક્ષાએ નથી. ઘટ અમદાવાદમાં બન્યા છે, માટે સ્વક્ષેત્ર અમદાવાદની અપેક્ષાએ છે. મુખઈમાં નથી બન્યા, માટે પરક્ષેત્ર મુ`બઈની અપેક્ષાએ નથી. અથવા ઘટ હમણાં અમદાવાદમાં છે, માટે સ્વક્ષેત્ર અમદાવાદની અપેક્ષાએ છે, મુબઈમાં નથી, માટે પરક્ષેત્ર મુંબઈની અપેક્ષાએ નથી. ઘટ શિયાળામાં છે, માટે સ્વકાળ શિયાળાની અપેક્ષાએ છે, ઉનાળામાં નથી, માટે પરકાળ ઉનાળાની અપેક્ષાએ નથી. ઘટ લાલ છે, કાળા નથી. માટે ઘટ સ્વભાવ લાલ રંગની અપેક્ષાએ છે, પરભાવ કાળા રંગની અપેક્ષાએ નથી.
(૩) ચારુતિ નાસ્તિ= વસ્તુ અપેક્ષાએ છે અને અપેક્ષાએ નથી. આ ભંગમાં ક્રમશ: વિધિ-નિષેધ મનેના સાથે વિચાર છે.
(૪) ચાવચ્= વસ્તુ અપેક્ષાએ અવક્તવ્ય છે. આ ભંગમાં એકસાથે વિધિનિષેધ અનેના વિચાર છે. જે કહી ન શકાય તે અવક્તવ્ય છે. કેાઈ એક જ પદ્મથી એકસાથે વિધિ નિષેધ અને ન કહી શકાય, આથી વિધિ-નિષેધ બનેને એકસાથે કહેવાની અપેક્ષાએ વસ્તુ અવક્તવ્ય છે એમ જ કહેવું પડે.
(૫) ચાસ્તિ અવયઃ= વસ્તુ અપેક્ષાએ છે, અપેક્ષાએ અવક્તવ્ય છે. આ ભંગમાં વિધિની અને એકસાથે વિધિ-નિષેધની વિવક્ષા છે.
(૬) મ્યાન્નાસ્તિ અવચા= વસ્તુ અપેક્ષાએ નથી, અપેક્ષાએ અવક્તવ્ય છે. આ ભંગમાં નિષેધની અને એકસાથે વિધિ નિષેધની વિવક્ષા છે.
* આથી જ આગમમાં કયાંક કયાંક એક ભંગ જ જોવામાં આવે છે. તે પણ બુદ્ધિમાનાએ તે એક ભંગથી અન્ય છ ભંગે પણ સમજી લેવા જોઇએ, ( જૈન તર્ક ભાષા પ્રમાણુ પરિચ્છેદ )
યુ. છ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org