________________
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પ્રશ્ન :- નિશ્ચય નય મિથ્યાત્વ વિશેાધક છે. પણ પહેલાં વ્યવહાર મિથ્યાત્વવિશેધક છે, પછી નિશ્ચય નય મિથ્યાવિશાધક છે. “મિચ્છાદષ્ટિ જીવ આવીને મને ધર્મ કહે એમ કહે તે પહેલાં તેને વ્યવહારનયની વક્તવ્યતાથી ઉપદેશ આપવો” આવા વ્યવહારચૂણિના વચનથી વ્યવહાર નય પહેલાં મિથ્યાત્વવિશાધક છે. ત્યાર પછી નિશ્ચય નય વ્યવહાર વિશેધક છે. આથી નિશ્ચયનય કરતાં વ્યવહાર નયમાં વિશેષતા છે, ઉત્તર:- મિથ્યાવ વિધક કઈ પણ નય શુદ્ધિનું કારણ છે. તેમાં અમુક પહેલું કારણ અને અમુક બીજું કારણ એવા વિભાગથી વિશેષ કઈ કાર્યસિદ્ધિ થતી નથી.
આથી વ્યવહારનયમાં પક્ષપાત યોગ્ય નથી. આ વિષયને નીચેની ગાથામાં જણાવે છે :
વ્યવહાર ન જ શુદ્ધ છે, એ એકાંત આગ્રહ મિથ્યાત્વ છે. વ્યવહારનયના એકાંત આગ્રહથી થયેલા આ મિથ્યાત્વને નિશ્ચય નય દૂર કરે છે. આથી નિશ્ચય નય પણ મિથ્યાત્વની શુદ્ધિ કરે છે. માટે બંને નયેની શુદ્ધિમાં “વ્યવહારનય જ શુદ્ધ છે, અથવા નિશ્ચયનય જ શુદ્ધ છે” એવો પક્ષપાત ન કરવો એ ચોગ્ય છે. (૫૧ )
नयशब्दवाच्यतयाऽपि दुर्नयध्यावृत्तया सर्वनयसाधारणं व्यवहारस्य शुद्धत्वमस्तीत्यभिप्रायवानाह
अण्णुण्णं मिलिआणं, पमाणसण्णा णयाण णयसण्णा । इयराविराहणेणं, दुण्णयसण्णा य इहरा उ ॥५२॥
વગેરે શિથિલ સાધુઓએ શિકારીના દૃષ્ટાંતથી જેમને ભાવિત કર્યા હોય તે લુબ્ધકાંતભાવિત છે. શિથિલ સાધુઓ શિકારીનું દૃષ્ટાંત સમજાવીને શ્રાવકોને ભાવિત કરે છે. તે આ પ્રમાણે –
હરણની પાછળ શિકારી દોડે ત્યારે હરણ ભાગી જાય એ જ એના માટે હિતકર છે અને શિકારી એની પાછળ દોડે એ એના માટે હિતકર છે. અહીં હરણના સ્થાને સાધુઓ છે, અને શિકારીના સ્થાને શ્રાવકે છે. સાધુઓએ દોષિત આહારના સવીકારથી ભાગવું જોઈએ, અર્થાત દોષિત આહાર ન લે જોઈએ. પણ શ્રાવકેએ તો તે તે ઉપાયોથી સાધુઓને દોષિત કે નિર્દોષ જેવું હોય તેવું વહોરાવવું જોઈએ.
સંવિનભાવિત અને લધુકદષ્ટાંતભાવિત એ બંને પ્રકારને શ્રાવકે આગળ સાધુઓ અમને બેંતાળીસ દષોથી રહિત શુદ્ધ ભિક્ષા ખપે અને તમારે પણ તેવી ભિક્ષા આપવી જોઈએ એમ કહે, અર્થાત ઉત્સર્ગમાર્ગ કહે. હા, જ્યાં આહાર દુર્લભ હોય એવા ક્ષેત્રમાં અને કાળમાં કે બિમારી આદિ અવસ્થામાં શ્રાવકને અપવાદમાગ (દોષિત પણ વહેરાવવાથી અને લેવાથી વહેરાવનાર અને લેનાર એ બંનેને લાભ થાય એમ) પણ કહે.
આ પ્રમાણે ગાથાનો ભાવ છે. પણ પ્રસ્તુતમાં આનો સંબંધ આ પ્રમાણે છે –અહીંલુબ્ધકદૃષ્ટાંતભાવિત શ્રાવકે ગમે ત્યારે દોષિત આહાર વહોરાવવામાં પણ લાભ જ છે, એમ અપવાદને એકાંતે માનનાર હોવાથી તેમની આગળ સાધુઓને નિર્દોષ આહાર વિહોવો જોઈએ એમ ઉત્સર્ગને ઉપદેશ આપવો જોઈએ, એમ અહીં સૂચિત કર્યું છે. અહીં અપવાદપદમાં જ આગ્રહવાળા આગળ ઉત્સર્ગપદ વર્ણન કરવાના સૂચનથી “કોઈ એક ન્યમાં આગ્રહવાળા આગળ અન્ય નાની દેશના કરવી યોગ્ય છે ?” એમ સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org