________________
गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ]
[ ૪૨ આ વિષે (વિશેષાવશયક ભાષ્ય ગા. ૨૨૮૯ થી ૨૨૯૩) ભાષ્યકારે કહ્યું છે કે – આરક્ષિતસૂરિએ મતિ–મેધા-ધારણાથી યુક્ત પણ શિષ્ય દુર્બલિકાપુષ્પમિત્રને શ્રત રૂપ સમુદ્રને કષ્ટથી ધારણ કરે તે જાણીને વિશિષ્ટ જ્ઞાનનો ઉપયોગ મૂકવા દ્વારા ભવિષ્યના શિષ્યોને મતિ–મેધાધારણમાં બહુ નબળા જાણીને, તથા ક્ષેત્ર-કાલનું સ્વરૂપ જાણીને, શિષ્યો ઉપર અનુગ્રહ કરવા શિષ્યો સુખપૂર્વક સમજી શકે, સુખપૂર્વક યાદ રાખી શકે વગેરે કારણોથી અનુયેગોને અલગ કર્યા તથા નયની સૂક્ષ્મ વ્યાખ્યાઓ ન કરી. (૨૨૮૯-૯૦-૯૧)
અપરિણત શિષ્યો નયના પિતાના વિષયમાં અશ્રદ્ધાળુ બનીને, અતિપરિણત શિષ્યો કોઈ એક જ નયના વિધ્યને એકાંતે પકડીને, અને મને ભિન્ન ભિન્ન વક્તવ્યમાં વિરોધ માનીને. મિથ્યાત્વ ન પામે, તથા પરિણત શિવે સૂક્ષ્મ વગેરે નમેદને સમજી ન શકે, એ માટે આરક્ષિતસૂરિએ કાલિક અને ઉકાલિક વગેરે સત્રોમાં નાની વિસ્તૃત વ્યાખ્યા કરી નથી. (૨૨૯૨-૩)
શરૂઆતના ત્રણ નથી કુશળ બનેલ શિષ્ય દષ્ટિવાદ ભણવાને યોગ્ય બને છે. આથી અહીં કેવળ પ્રારંભના ત્રણ નથી લક્ષિત વ્યવહાર અધિકાર છે. આ વિષે (વિ, અ, ભા. ગા. ૨૨૭૬ માં) કહ્યું છે કે-“લેકમાં પ્રાયઃ વ્યવહાર સુધીના ત્રણ નોથી વ્યવહાર થાય છે. આથી શિષ્યની મતિને વિકસિત બનાવવા માટે કાલિકસૂત્રમાં સ્કૂલ વ્યવહારના અને જણવનાર નિગમ, સંગ્રહ અને વ્યવહાર એ ત્રણ નો અધિકાર છે.” આ વિષે આવશ્યક સૂત્રમાં નીચે પ્રમાણે (હવે પછીની મૂળ ગાથામાં કહેવાશે તે પ્રમાણે) કહ્યું છે. ()
एएहिं दिट्ठिवाए, परूवणा मुत्तअत्थकहणा य ।
इह पुण अणभुवगमो, अहिगारो तीहि ओसन्नं ॥५०॥ 'एएहिति । एतैः' नैगमादिनयैः सप्रभेदैर्दृष्टिवादे सर्ववस्तूनां प्ररूपणा क्रियत इति वाक्यशेषः, सूत्रार्थकथना च । न च वस्तूनां सूत्रार्थानतिलङ्घनात्समुच्चयोऽनर्थक इति शङ्कनीयं, सूत्रोपनिबद्धस्यैव सूत्रार्थत्वेन विवक्षणात् तद्वयतिरेकेणापि वस्तुसम्भवात् । 'इह' पुनः कालिक श्रुतेऽनभ्युपगमः, नावश्यं नयाख्या कार्येति भावः । यदि च श्रोत्रपेक्षया नयविचारः कर्त्तव्यस्तदा त्रिभिराधनयैः 'उत्सन्न' प्रायेणाधिकारः, तैरेव लोकव्यवहारपरिसमाप्तेरिति । न च कालिकसूत्रे नयानवकाशादाद्यस्त्रिभिर्नयैरपि कथं व्याख्या ? इति शङ्कनीय, परिकर्मणार्थं नयपरिग्रहस्यात्राप्यभिधानाद्, अशेषन यप्रतिषेधस्य त्वाचार्यविनेयविशिष्टबुद्धधभावापेक्षत्वात्, श्रोतृवक्तृ
૧ મતિ-બેધશક્તિ. મેધા પાઠશક્તિ. ધારણા=અવધારણુ શક્તિ.
૨ શ્રી આર્ય રક્ષિતસૂરિના પહેલાં દરેક સૂત્રમાં ચરણકરણનુયોગ, ધર્મકથાનુગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ એ ચારે અનુયોગોની વિસ્તૃત વ્યાખ્યા થતી હતી. પણ આર્યરક્ષિતસૂરિએ અહી જણાવેલ કારણેથી આ ચાર અનુયોગને અલગ કર્યો. એટલે આચારાંગ વગેરે સુત્રોમાં ચરણ-કરણ (=આચાર) નો વિષય મુખ્ય રાખ્યો. ઉત્તરાધ્યયન વગેરે સૂત્રોમાં ધમકથાને વિષય મુખ્ય રાખ્યો. સૂર્યપ્રાપ્તિ વગેરે સૂત્રોમાં ગણિત વિષય મુખ્ય રાખે. સૂયગડાંગ વગેરે સૂત્રોમાં દ્રવ્ય (વાદિ દ્રવ્ય)નો વિષય મુખ્ય રાખ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org