________________
રૂ૮ ]
[ રાજવૃત્તિ-મામાનુજાવશુ નથી. જેમકે જીવ દેવ, નારક, મનુષ્ય વગેરે અનેક પર્યાયે પામે છે. પણ દરેક અવસ્થામાં આત્મા રૂપે કાયમ રહે છે. કેઈ જીવ દેવ મટીને મનુષ્ય થયે, અને પછી પશુ થશે તે વર્તમાન ભૂત અને ભાવિ એ ત્રણે અવસ્થામાં જીવનું આત્મસ્વરૂપ કાયમ રહે છે. આથી જ કરેલા કર્મના ફલનો ઉપભેગ ઘટે છે. એથી જ જીવની સદ્ધર્મની દેશના આદિમાં પ્રવૃત્તિ થાય છે. એથી જ જીવની તાવિક શુદ્ધિ થાય છે=મિથ્યાવ દૂર થાય છે. આથી તે નયે શુદ્ધ છે.
જુસૂત્ર આદિ ન માત્ર પર્યાયને સ્વીકાર કરે છે, દ્રવ્યને નહિ. પર્યાય તે પ્રતિસમય બદલાયા કરે છે. એટલે વિવક્ષિત સમયમાં જે પર્યા છે તે બીજા સમયમાં હેતા નથી. એટલે જે આત્માને માત્ર પર્યાયરૂપ માનવામાં આવે=બીજા સમયમાં નાશ પામનાર માનવામાં આવે તે કૃતનાશ ( કરેલા કર્મના ફળને નાશ-કરેલા કર્મનું ફળ ન મળવું.) અને અકૃતાગમ (=ન કરેલા કર્મના ફળનું આગમન-કર્મ ન કરવા છતાં તેનું ફળ મળવું) વગેરે દોષે થાય છે. જેમકે –મનુષ્ય પુણ્ય કર્યું. પછી તે મરીને દેવ થયે. અહીં મનુષ્ય જુદે છે અને દેવ જુદો છે. આથી મનુષ્ય કરેલા કર્મનું ફળ દેવ ભગવે છે. આથી મનુષ્ય કરેલા કર્મનું ફળ મનુષ્યને ન મળવાથી કૃતનાશ દોષ આવ્ય, દેવને ફળ મળવાથી અકૃતાગમ દોષ પણ થયો. કારણ કે દેવે શુભ કર્મ કર્યું નથી.
કરેલા કર્મનું ફળ મળતું નથી અને નહિ કરેલા કર્મનું ફળ મળે છે એમ જાણવામાં આવે તો કોણ ધર્મશ્રવણમાં અને ધર્મક્રિયામાં પ્રવૃત્તિ કરે ? અર્થાત્ કઈ ન કરે. ધર્મશ્રવણમાં અને ધર્મકિયામાં પ્રવૃત્તિ ન થાય તે મિથ્યાત્વ દૂર ન થાય. આથી * ઋજુત્રાદિ ન શુદ્ધ નથી.
નિગમાદિ નો તો આત્માને સદા રહેનાર માને છે. એથી જે આત્મા મનુષ્યભવમાં શભ કર્મ કરે છે, તે જ આત્મા દેવલોકમાં તેનું ફળ ભેગવે છે. એટલે આત્માને નિત્ય માનવાથી પૂર્વોક્ત કૃતનાશ અને અકૃતાગમ વગેરે દોષો થતા નથી. કરેલા કર્મનું ફળ ભોગવવું પડે છે એવું જાણવાથી જીવો ધર્મ શ્રવણ અને ધર્મક્રિયામાં પ્રવૃત્તિ કરે છે. એથી તેમનું મિથ્યાવ દૂર થાય છે. આથી નગમાદિ નો શુદ્ધ છે. [૪૬–૪૭]
ક વ્યવહારનયને દ્રવ્યાસ્તિકનય પણ કહેવામાં આવે છે. નિશ્ચયનયને પર્યાયાસ્તિકાય પણ કહેવામાં આવે છે, કવ્યાસ્તિકય સ્થિરતત્વ માને છે. તેથી તેની દૃષ્ટિએ કર્મ બાંધનાર અને ભોગવનાર એક છે. એથી જ જે કમ બાંધે છે, તે જ ફળ ભોગવે છે. પર્યાયાસ્તિકનય ક્ષણિક તત્વ માને છે. તેની વસ્તુ ઉત્પન્ન થઈને બીજી જ ક્ષણે નાશ પામે છે. એટલે કમ બાંધનાર અને ભેગવનાર એક નથી. જેમકે—કેઈએ ખૂન કર્યું, બીજી જ ક્ષણે તે નવો જ ઉત્પન્ન થયો. પછી તેને સજા મળે છે. અહીં ખૂન કરનાર અલગ અને સન ભોગવનાર અલગ છે. અહીં જેણે કામ કર્યું તેને ફળ ન મળ્યું, અને જેણે ન કર્યું તેને ફળ મળ્યું. આ તે અન્યાય કહેવાય. (આ વિષે વિશેષ માહિતી માટે જુઓ સંમતિત કાં. ૧ ગા. પ૧–પર, સ્યાદ્વાદમંજરી ગા. ૧૮, વી. સ્તોત્ર વગેરે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org