________________
गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ]
[ ૨૧ આપનાર ન હોવાથી ચારિત્રથી શુદ્ધિ નથી રહી. વળી કેટલાકનું કહેવું છે કે પ્રાયશ્ચિત્તને પણ વિચ્છેદ છે. (૩૩૭)
જિનો અને ચૌદ પૂર્વાધરે વગેરે જેનું જે પાપ જેટલા પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય તેને તેટલું જ પ્રાયશ્ચિત્ત આપે, પણ કલ્પવ્યવહાર અને નિશિથને જાણનારાઓ જેમ તેમ પ્રાયશ્ચિત્ત આપે છે, તેઓ
વધારે આપે છે તે ક્યારેક એ આપે છે. તેથી પરમાર્થથી વર્તમાનમાં પ્રાયશ્ચિત્તનો વિચછેદ છે. ( ૩૩૮)
આગમ વ્યવહારીઓ આ જીવ પ્રાયશ્ચિત્ત પૂરું કરી શકશે, આ જીવ નહિ કરી શકે, એમ બરોબર જાણે છે. અને જે જેટલું કરી શકે છે તે જાણીને તેને તેટલું જ પ્રાયશ્ચિત્ત આપે છે. આમ આગમ વ્યવહારીઓ આ બધું જાણનારા હોવાથી તેવો ઉપાય બતાવે છે, જેથી જીવ પારગામી બને છે=આરાધક બને છે. પણ પરોક્ષ જ્ઞાની શ્રુત વ્યવહારી ઘુણાક્ષરવત જેમ તેમ પ્રવૃત્તિ કરે છે. તેથી ક્યારેક પાપશુદ્ધિ થઈ પણ જાય, પણ પાપશુદ્ધિ થઈ જ જાય એવો નિયમ નહિ. (૩૮)
ઓછું-વધારે પ્રાયશ્ચિત્ત આપવામાં જિનેશ્વરએ મોક્ષમાર્ગરૂપ સમ્યગૂ જ્ઞાન-દર્શનચારિત્રની વિરાધના કહી છે. આ વિરાધનાથી તે ઓછું-વધારે પ્રાયશ્ચિત્ત આપનાર શુદ્ધ બનતું નથી. જે સ્વયં અશુદ્ધ છે તે બીજાને કેવી રીતે શુદ્ધ કરે ? (૩૪૦).
કેઈ સૂત્ર અનાગત જ અર્થને આશ્રયીને હોય છે. કોઈ સૂત્ર સ્વસ્થાનગત અર્થને કહે છે. કઈ અર્થ પણ અનાગત સૂત્રને કહે છે. આ બધું ચૌદ પૂર્વધારે જાણે છે. તેથી હમણાં સૂત્રાર્થનું જ્ઞાન પણ ન હોવાથી પ્રાયશ્ચિત્ત આપવાથી શુદ્ધિ ન થાય.” ( ૩૪૧ ) [ ૩૨] दानाद्यभावादपि प्रायश्चित्तं विच्छिन्नमित्याह
दिता वि ण दीसंती, पच्छित्तं मासिआइअं इण्हि ।
ण सयं कुणंति जम्हा, तम्हा तं होइ विच्छिण्णं ।। ३३ ॥ 'दिता वित्ति। ददतोऽपि न दृश्यन्ते मासिकादिकं प्रायश्चित्तमिदानीम् , आदिना चातुर्मासिकपञ्चमासिकपाक्षिकादिकसङ्ग्रहः । न च स्वयं मासिकादिकं प्रायश्चित्तं कुर्वन्ति यस्मात्तस्मात्तद्भवति विच्छिन्नं, यदाह -“दिता वि ण दीसंती, मासचउम्भासिआओ सोही उ। कुणमाणे य विसोही, જ વાસિનો સંપર્ય નત્તિ રૂ રૂા
પ્રાયશ્ચિત્ત આપનાર ન હોવાથી પ્રાયશ્ચિત્તને અભાવ જણાવે છે:
હમણું શાસ્ત્રમાં “માસિક” વગેરે જે પ્રાયશ્ચિત્તો જણાવ્યાં છે તે પ્રાયશ્ચિત્તોને આપનાર હમણું કઈ જણાતા નથી. અને પોતે પણ માસિક આદિ પ્રાયશ્ચિત્ત લેતા નથી, આથી હમણું પ્રાયશ્ચિત્તનો અભાવ છે. આ વિષે (વ્ય. ઉદે. ૧૦ ગા. ૩૪૨ માં) કહ્યું છે કે –“હમણાં માસિક, ચાતુર્માસિક આદિ પ્રાયશ્ચિત્તને આપનારા દેખાતા નથી, અને તે પ્રાયશ્ચિત્તને સ્વયં લેતા હોય તેવાને પણ અમે જોતા નથી.” [ ૩૩]
अवशिष्टमाह
णिज्जवगाण वि विरहा, ववहारो चरणलक्खणो णस्थि । तित्थं पवट्टमाणं, दंसणनाणेहि पडिहाइ ॥ ३४ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org