SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] [ ૨૭ સાધર્મિક અને સાવી આ બધાને મોક્ષમાર્ગની આરાધનામાં પ્રવર્તાવવામાં કુશલ, જ્ઞાન-દર્શનચારિત્ર-તપ એ ગુણેને પ્રરૂપક, ચરણ-કરણનો ધારક, જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ ગુણનો પ્રભાવક, દઢ સમ્યકત્વવાળો, સતત (પરિશ્રમાદિ કરવા છતાં ) ખેદ ન પામનાર, ધીરજ રાખવામાં સમર્થ, ગંભીર, અતિશય સૌમ્યકાંતિવાળો, તરૂપ તેજથી સૂર્યની જેમ બીજાથી પરાભવ ન પામનાર, પિતાનું શરીર ક્ષીણ થવા છતાં પકાયના સમારંભને ત્યાગ કરનાર, દાન - શીલ-તપ-ભાવનારૂપ ચતુર્વિધ ધર્મના અંતરાયમાં ભીસ, સર્વ પ્રકારની આશાતનામાં ભીરુ, ઋદ્ધિ-રસ-શાતા એ ત્રણ ગારવથી અને રૌદ્ર-આત્ત એ બે ધ્યાનથી અત્યંત મુક્ત, સર્વ આવશ્યક ક્રિયાઓમાં ઉઘુક્ત, વિશેષ લબ્ધિઓથી યુક્ત, સંયોગે ઉપસ્થિત થવા છતાં, અન્યની પ્રેરણા થવા છતાં, અન્યના કહેવા પાપ ન કરનાર, બહુ નિદ્રા ન કરનાર, બહુ ભોજન ન કરનાર, સર્વ આવશ્યકમાં, સ્વાધ્યાયમાં, ધ્યાનમાં, પ્રતિમામાં અને અભિગ્રહમાં થાકી ન જનાર, ઘોર પરિસહુ-ઉપસર્ગોમાં ખેદ કે ભય ન પામનાર, યોગ્ય સંગ્રહ કરવાના સ્વભાવવાળા, અગ્યનો ત્યાગ કરવાની વિધિને જાણનાર, મજબૂત શરીર વાળો, સ્વ-પર શાસ્ત્રના મર્મને જાણનાર, ક્રોધ-માન-માયા-લેભ–મમતા–રતિ–હાસ્ય–કીડાકામ અહિતવાદ આ બધાથી અત્યંત મુક્ત, સંસારવાસની અને વિષયની અભિલાષાવાળા જીવોને ધર્મકથા દ્વારા વૈરાગ્ય ઉત્પન્ન કરનાર અને ભવ્ય જીને પ્રતિબોધ કરનાર ગ૭ સેંપવાને એગ્ય છે. તે ઉપયુક્ત સાધુ ગણી છે, ગણધર છે, તીર્થ છે, તીર્થંકર છે, અરિહત છે, કેવલી છે, જિન છે, તીર્થ પ્રભાવક છે, વંઘ છે, પૂજ્ય છે, નમસ્કરણીય છે, દર્શનીય છે, પરમ પવિત્ર છે, પરમ કલ્યાણ છે, પરમ મંગલ છે, સિદ્ધિ છે, મુક્તિ છે, શિવ છે, મોક્ષ છે, રક્ષક છે, સમાગે છે, ગતિ છે, શરણ્ય છે, સિદ્ધ. મુક્ત, પારગત, દેવ અને દેવદેવ છે. ગૌતમ! આને ગણનિક્ષેપ કરવો, અર્થાત ગણ સોંપ, આને ગણનિક્ષેપ કરાવ, આને ગણનિક્ષેપની અનુજ્ઞા આપવી. ગૌતમ ! અન્યથા આજ્ઞાભંગ થાય.” [૩૦] अव्यवस्थितत्वेनापीदानोंतनो व्यवहारो न ग्राह्यो व्यवस्थितस्तूच्छिन्न एवेत्याह इक्को य णोवलब्भइ, ववहारो बहुपरंपरारूढो । नियमइविगप्पियो सो, दोसइ सच्चो य वृच्छिन्नो ॥३१॥ 'इको य'त्ति। एकश्च नोपलभ्यते व्यवहारः 'बहुपरम्परारूढः' नानासूरिसन्तानागत इति हेतोः, प्रतिगच्छं विभिन्नव्यवहारस्यैवोपलम्भात् , तस्मान्निजमतिविकल्पित एव 'सः' स्वगच्छसामाचारीरूपो व्यवहारो दृश्यते । 'सत्यश्च' पारमार्थिक व्यवहारो व्युच्छिन्नः ॥३॥ હમણને વ્યવહાર અવ્યવસ્થિત છે, વ્યવસ્થિત વ્યવહારને ઉછેદ (=અભાવ) થઈ ગયો છે. આથી પણ વ્યવહાર આદરણીય નથી એ જણાવે છે: હમણાં થતો વ્યવહાર જુદા જુદા આચાર્યોની પરંપરાથી આવેલ હોવાથી એક સરખે દેખાતો નથી, દરેક ગચ્છમાં જુદો જુદો જ વ્યવહાર દેખાય છે. આથી સ્વગચ્છની સામાચારી રૂપ તે વ્યવહાર સ્વમતિ કલ્પિત જ દેખાય છે. સત્ય વ્યવહારને વિચ્છેદ થઈ ગયો છે. [૩૧] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy