________________
૨૮ ]
[ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते સમાવવા મ્લેચ્છ ભાષા બેાલે પણુ, તેમ અહીં વ્યવહાર મ્લેચ્છ ભાષાના સ્થાને છે. વ્યવહાર તત્ત્વના પ્રતિપાદક છે. વ્યવહાર વિના તત્ત્વનું પ્રતિપાદન ન થઈ શકે. આથી તત્ત્વનું પ્રતિપાદન કરવા વ્યવહારના ઉપયાગ કરવા પણ પડે. આમ છતાં પરમાથી તા વ્યવહાર અનુસરવા જેવા નથી.
પ્રશ્ન :—વ્યવહાર તત્ત્વનું પ્રતિપાદન કેવી રીતે કરે છે?
ઉત્તર :—શ્રુતકેવલી શબ્દના અર્થ વિચારવાથી આ વિષય સમજાઈ જશે. નિશ્ચયશ્રુતકેવલી અને વ્યવહારશ્રુતકેવલી એ બે પ્રકારે શ્રુતકેવલી છે. જે જીવ શ્રુત વડે કેવલ આત્માને શુદ્ધ આત્માને જાણે છે, અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવ કરે છે, તે શ્રુતકેવલી. શ્રુતકેવલી શબ્દના આ તાત્ત્વિક અથ છે. આવા શ્રુતકેવલી નિશ્ર્ચયશ્રુતકેવલી છે. પણ આને= શુદ્ધાત્માને શ્રુતજ્ઞાન વિના જાણી ન શકાય. જો જાણી જ ન શકાય તા તેના અનુભવ કેવી રીતે કરી શકાય?
એટલે વ્યવહારનયશ્રુતકેવલીના અર્થ આ પ્રમાણે કરે છે ઃ—જે જીવ સઘળા શ્રુતજ્ઞાનને ( =સંપૂર્ણ દ્વાદશાંગી રૂપ દ્રવ્યશ્રુતને) જાણે તે શ્રુતકેવલી. શ્રુતકેવલી શબ્દને આ વ્યાવહારિક=ઔપચારિક અથ છે. આવા શ્રુતકેવલી વ્યવહારશ્રુતકેવલી છે. આના સાર એ આવ્યા કે જે મુનિ દ્વાદશાંગીના અને જાણે છે, પણ શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવ કરતા નથી, તે વ્યવહાર (= દ્રવ્ય ) શ્રુતકેવલી છે. કારણ કે આ શ્રુતના અને વિચારતાં વિચારતાં તે મુનિ શુદ્ધ આત્માના અનુભવમાં ચાલ્યા જાય છે. આમ વ્યવહાર રૂપ દ્રવ્યશ્રુતથી નિશ્ચયરૂપ શુદ્ધાત્મા જાણી શકાય છે, માટે વ્યવહાર તત્ત્વનું પ્રતિપાદન કરે છે. અહીં વ્યવહાર શ્રુતકેવલીની વ્યાખ્યામાં જે શ્રુતજ્ઞાનને જાણે તે શ્રુતકેવલી, એમ જાણનાર આત્મા અને જ્ઞાન એ બેના ભેદ જણાવેલ છે. પણ સૂક્ષ્મ વિચાર કરવામાં આવે તેા જ્ઞાન પણ આત્મા જ છે. અંતે તેા નિશ્ચયનય જ મુખ્ય અને છે.
એટલે
"C
.
આ વિષે ( સમયસાર ગાથા ૮-૯-૧૦ ) કહ્યું છે કે જેમ મ્લેચ્છને મ્લેચ્છની ભાષા વિન! સમજાવી ન શકાય, તેમ વ્યવહાર વિના પરમાર્થાંનુ = તત્ત્વનું પ્રતિપાદન ન કરી શકાય. જેમકેકઈ બ્રાહ્મણ મ્લેચ્છોની પલ્લીમાં ગયો, ત્યાં તેણે ‘ સ્વસ્તિ' એમ કહ્યું. પણ મ્લેચ્છ સ્વસ્તિને અથ ન સમજી શકયો. આથી મ્લેચ્છ બ્રાહ્મણની સામે તાકીને જોવા લાગ્યા. પણ પછી મ્લેચ્છભાષામાં આશીર્વાદસૂચક શબ્દો કહ્યા એટલે તે તુરત સમજી ગયા. એમ અહીં મ્લેચ્છ સમાન વ્યવહારી જીવાને શુદ્ઘનિશ્ચય રૂપ પરમાતા ઉપદેશ આપવો હોય તો વ્યવહારનો ઉપયોગ કરવા પડે છે. (૮)
જે પુરુષ શ્રુતદ્રારા આ ( =પ્રત્યક્ષીભૂત ) આત્માને કેવલ ' શુદ્ધ (=રાગાદિથી રહિત ) જાણે છે, અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવ કરે છે, તેને લેકને પ્રગટ કરનારા પરમઋષિ શ્રુતકેવલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org