________________
૨૬ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते प्रतिपादयितुं शक्यत इति यः श्रुतज्ञानं सर्वमवगच्छति श्रुतकेवलीति भेदेन व्यवहार उपस्थापयति । तथा च ज्ञानमपि विचार्यमाणमात्मैवेति परमार्थ एव पर्यवस्यति, तदुक्तम्-"जह ण वि सकमणज्जो, બળજ્ઞમાસ વિના ૩ ૪ તદ્દ વાળ વિVI, ઘરમત્યુવgસનમજં ૧ નો fહ ggTSfહજી, अप्पाणमिणं तु केवल सुद्धं । तं सुअकेवलि मिसिणो, भणंति लोगप्पईवयरा ॥ २ ॥ जो सुअनाणं सव्वं, जाणइ યુવાવરું તમાદુ ના નાળ ગાવા , ના યુગવી તા રૂ. ” ત ૨૦ .
- નિશ્ચયનયનું સમર્થન [ ૧૮ થી ૨૦] અહીં વાદી શંકા કરે છે -
પ્રશ્ન –આત્મસાધનામાં વ્યવહારને સંમત બાહ્ય વસ્તુ કારણ નથી. જેમ વસ્ત્ર બનાવવામાં આકાશ અવશ્ય હોય છે, પણ તે વસ્ત્ર બનાવવામાં કારણ બનતું નથી. તેમ આત્મસાધનામાં બાહ્ય વસ્તુ હોવા છતાં કારણ બનતી નથી. આત્મસાધનામાં કારણ તે ઉપાદાન (યોગ્ય બનેલ આત્મા) બને છે. કારણ કે વિશેષ પ્રકારનું ઉપાદાન જ કાર્ય કરવા સમર્થ બને છે. એટલે સાધુઓની આત્મસિદ્ધિ નિશ્ચયથી જ છે. આમ શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ બાહ્ય કારણની અધિકતા (અનેક ગુરુઓની પૂજા વગેરે) નકામી છે, તથા શુદ્ધતર (= અધિક શુદ્ધ) નિશ્ચયનયની દૃષ્ટિએ બાહ્ય કારણ માત્ર નિરર્થક છે. આનો અર્થ એ થયો કે બાહ્ય કઈ વસ્તુ કારણ નથી. આત્મા જ કારણ છે, અને આત્મા જ કાર્ય છે. આત્મામાં જ કાર્ય-કારણનો વિચાર કરવાથી બાહ્ય વસ્તુના કારણે થતી સંક૯૫ વિકલાની પરંપરા અટકી જવાથી આત્મા સ્વમાં જ સ્થિર થાય છે. [૧૮]
આથી જ ઘનિર્યુક્તિ (ગા. ૭૬૧) માં કહ્યું છે કે –“સંપૂર્ણ આગમોનો સાર જાણનારા અને નિશ્ચયનયનું આલંબન લેનારા સુવિહિતોનું ‘ચિત્તના શુદ્ધ અને અશુદ્ધ પરિણામ પ્રમાણ છે” એવું પરમ તત્વ છે. અર્થાત્ આગમના સારને જાણનારા સુવિહિત નિશ્ચયનયની દૃષ્ટિએ ચિત્તના શુદ્ધ અને અશુદ્ધ પરિણામને પ્રમાણરૂપ માને છે, બાહ્ય ક્રિયાને નહિ.” કારણ કે શબ્દનય વગેરે નિશ્ચયનયો પરિણામને પ્રમાણ માને છે. [ ૧૮ ]
નિશ્ચયનય શુદ્ધ છે. જેમ મલિન પાણીમાં કતકચૂર્ણ નાખવાથી કચરો નીચે બેસી જાય છે. કચરો અલગ થવાથી પાણી સ્વચ્છ બની જાય છે. તેમ નિશ્ચયનયને અનુસરનાર જીવ સ્વપુરુષાર્થથી આતમા અને કર્મને ભિન્ન જાણીને સહજ શુદ્ધભાવમય આમાનો અનુભવ કરે છે. વ્યવહારનયને અનુસરનાર જીવ પાણીમાં ઘણું કચરાનું મિશ્રણ થવાથી મલિન બનેલા પાણીની જેમ આમા અને કર્મને ભિન્ન ન સમજવાથી વિવિધ પ્રકારના આત્માનો અનુભવ કરે છે. નિશ્ચયનય આવો અનુભવ કરતું નથી.
ભાવાર્થ-જેમ અવિવેકી જીવ ચરાવાળું ડહોળું પાણી પીએ છે, તેમ વ્યવહારનયને અનુસરનાર જીવ રાગ-દ્વેષાદિ વિભાવના પરિણામવાળા આત્માને અનુભવ કરે છે. વિવેકી પુરુષ ડહોળા પાણીમાં કતકચૂર્ણ નાખીને સ્વચ્છ પાણી પીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org