________________
૪ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અધિક નિર્જરા થાય છે. કારણ કે –મહાગુણીના દર્શનથી જે ભાવ થાય તેના કરતાં અલ્પગુણના દર્શનથી થયેલ ભાવ અતિશય તીત્ર શુભ છે. આ વિષયમાં મહાવીરસ્વામી, ગૌતમસ્વામી અને સિહજીવ દૃષ્ટાંતરૂપ છે.”
તે આ પ્રમાણે ભગવાન મહાવીરના જીવે ત્રિપૃષ્ઠવાસુદેવના ભવમાં સિંહને મારી નાખે, તે વખતે “ હું ક્ષદ્ધ માણસથી હણાયે આથી મારે પરાભવ થયે” એમ વિચારીને સિંહ ખિન્ન બને. સારથી બનેલા ગૌતમસ્વામીના જીવે તેને આશ્વાસન આપતાં કહ્યું, તું ખેદ ન કર. તું જેમ પશુઓમાં સિંહ છે, તેમ તને મારનાર આ રાજા મનુષ્યોમાં સિંહ છે. તું ક્ષુદ્ર માણસથી નહિ, કિંતુ નરસિંહથી મરાય છે. આથી તારો પરાભવ થયો નથી. આ પ્રમાણે આશ્વાસન પામેલે તે સિંહ મરીને અનેક ભાવોમાં ભમે. પછી ભગવાન વર્ધમાનસ્વામીના છેલ્લા તીર્થકરના ભવમાં તે રાજગૃહી નગરીમાં કપિલ નામના બ્રાહ્મણના ઘરે પુત્રપણે ઉત્પન્ન થયો. એકવાર તે સમવસરણમાં આવ્યો, ભગવાનને જોઈને (પૂર્વ ભવને દ્વેષ જાગૃત થવાથી) ધમધમી ઊઠળ્યો. આથી ભગવાને તેને ઉપશાંત કરવાને ગૌતમસ્વામીને મેકલ્યા. તેમણે તેને હિતોપદેશ આપતાં કહ્યું કે-આ મહાત્મા તીર્થંકર છે. એમના ઉપર જે દેષ કરે છે તે દુર્ગતિમાં જાય છે. આ પ્રમાણે તેને હિતોપદેશ આપીને ઉપશાંત કર્યો. પછી તેને દીક્ષા આપી. [૧૬] यथा भावमात्राधिक्यं बाह्यवस्तुनि व्यवहारत उपयुक्त निश्चयतस्तु न तथा सङ्ख्याधिक्यमपीत्याह
एवं बहुगुरुपूजा, ववहारा बहुगुणा य णिच्छयओ ।
एगम्मि पूइअम्मी, सव्वे ते पूइआ हुति ॥१७॥ ‘एवं 'ति । 'एवम् ' उक्तप्रकारेण बहूनां गुरूणां पूजा व्यवहाराबहुगुणा, बहुगुरुपूजातत्परत्वे मनःप्रसादस्यापि बाहुल्यात् । निश्चयतस्तु एकस्मिन्नपि गुरौ पूजिते सर्वे 'ते' गुखः पूजिता भवन्ति, सर्वत्रापि ज्ञानादिगुणसाम्यात् मनःप्रसादविशेषस्य च तदालम्बनकस्वपरिणामविशेषाधीनत्वादिति । व्यवस्थितमदो ललितविस्तरायाम् ॥१७॥
એક–અનેક ગુરુની પૂજા વિષે વ્યવહાર-નિશ્ચયનયનું મંતવ્ય
બાહ્ય વસ્તુના આધારે ભાવ ન્યૂન-અધિક થાય એમ વ્યવહારનયને માન્ય છે, નિશ્ચયનયને નહિ, તેમ સંખ્યાની અધિકતાથી અધિક ભાવ થાય એ પણ વ્યવહાર નયને માન્ય છે, નિશ્ચયનયને નહિ, આ વિષે હવે (૧૭ મી ગાથામાં) જણાવે છે:
વ્યવહારનયની અપેક્ષાએ ઘણું ગુરુઓની પૂજાથી ઘણે લાભ થાય છે. કારણ કે –“હું ઘણા ગુરુઓની પૂજા કરું” એમ મન ઘણુ ગુરુની પૂજામાં તત્પર બનવાથી મનની પ્રસન્નતા બહુ થાય છે. નિશ્ચયનયથી તે એક ગુરુની પૂજાથી બધા ગુરુઓની પૂજા થઈ જાય છે. કારણ કે બધા ગુરુઓ જ્ઞાનાદિ ગુણોથી સમાન છે. મનની પ્રસન્નતાને આધાર તે ગુરુપૂજકના પોતાના પરિણામની વિશેષતા ઉપર છે. જે ગુરુપૂજકના પરિણામ અધિક હોય તો મન અધિક પ્રસન્ન થાય, પરિણામ અ૯૫ હોય તો મન અલ્પ પ્રસન્ન થાય. આ વિષયનું લલિત વિસ્તરા (નમો વિઘા પદની ટીકા) માં સુંદર સ્પષ્ટીકરણ કર્યું છે. [૧૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org