________________
गुरुतत्त्वविनिश्वये प्रथमोल्लासः ]
[ ૧૨
અધિક તેમ તેમ મનમાં અધિક આહ્લાદ થવાથી પ્રણિધાન કરનારને અધિક નિર્જરા થાય છે. વ્યવહારનયની અપેક્ષાએ આ સિદ્ધાંત છે. વ્યવહારનયની અપેક્ષાએ વર્ધમાન આદિનામના ભેદ્યથી, લક્ષયુક્ત અને અલંકારોથી અલંકૃત પ્રતિમા આદિ સ્થાપનાના ભેદથી, આત્મકલ્યાણના તે તે પર્યાયની અભિમુખ બનેલા દ્રવ્યના ભેદથી, શ્રુત, અવધિ, મનઃપવજ્ઞાન આદિ ભાવના ભેદથી ખાદ્યવસ્તુથી પણ પ્રણિધાન કરનારની નિર્જરામાં વૃદ્ધિ થાય છે. આ વિષે વ્યવહારભાષ્ય (ઉ. ૬ ગા. ૧૮૮ વગેરે ) માં કહ્યું છે કે “ગુણથી અધિક વસ્તુમાં જેમ જેમ ગુણનું પ્રમાણ વધારે તેમ તેમ ભાવ અધિક થાય છે. આથી વ્યવહારનય પ્રતિમા, શ્રુતજ્ઞાની વગેરે ખાદ્યવસ્તુએમાં જેમ જેમ ગુણ વધારે તેમ તેમ નિર્જરા વધારે એમ માને છે.
k
જેમકે, સામાન્ય પ્રતિમા કરતાં લક્ષણયુક્ત અને અલંકારોથી અલંકૃત પ્રતિમા ન કરનારના મનને અધિક પ્રસન્ન બનાવે છે, અને એથી અધિક નિ`રા થાય છે. એ પ્રમાણે શ્રુતનાનીએમાં જેમ જેમ શ્રુત વધારે તેમ તેમ તેમની સેવા આદિથી મન અધિક પ્રસન્ન થાય અને એથી અધિક નિર્જરા થાય છે.
અવધિજ્ઞાન આદિ અતિશયોથી યુક્ત મહાત્માઓમાં પણ જેમ જેમ અતિશય વધારે તેમ તેમ તેમની સેવા આદિથી મન અધિક પ્રસન્ન થાય અને એથી અધિક નિરા થાય. બહુ સુખી હોય તેવા જીવા તપ અને નાનાદ્ગુિણોની સાધનામાં તત્પર અને તે તેના દર્શન આદિથી મન અધિક પ્રસન્ન થાય છે, અને તેથી અધિક નિરા થાય છે, અલબત્ત, નિરાના આધાર શુદ્ધભાવ = મનની પ્રસન્નતા છે. જેમ જેમ શુદ્ધભાવ = મનની પ્રસન્નતા વધારે તેમ તેમ નિર્જરા વધારે થાય. આમ છતાં, સામાન્ય પ્રતિમાનાં દર્શનથી જેટલા શુદ્ધભાવ – મનની પ્રસન્નતા થાય, તેના કરતાં લક્ષણ યુક્ત વગેરે વિશિષ્ટ જિનપ્રતિમાનાં દર્શનથી શુદ્ધભાવ = મનની પ્રસન્નતા અધિક થાય.
તે પ્રમાણે શ્રુતનાની મહાત્માએમાં પણ જેમ જેમ શ્રુત વધારે તેમ તેમ તેમની સેવા વગેરેથી મન અધિક પ્રસન્ન બને છે. જેમકે સાધુ કરતાં ઉપાધ્યાયમાં જ્ઞાન અધિક છે, ઉપાધ્યાય કરતાં આચાર્ય માં જ્ઞાન અધિક છે. આથી સાધુ કરતાં ઉપાધ્યાયની અને ઉપાધ્યાય કરતાં આચાય ની સેવાથી મન અધિક પ્રસન્ન બને છે. તેવી રીતે અવિધિજ્ઞાન આદિ અતિશયવાળા મહાત્મામાં જેમ જેમ અતિશય વિશેષ તેમ તેમ તેમની સેવાથી મન અધિક પ્રસન્ન બને છે. વિશેષ સુખથી અને રૂપથી રાહત એવા જીવોને તપ આદિ સાધના કરતા જોઈને જેટલા આનંદ થાય છે તેના કરતાં વિશેષ સુખી અને રૂપ સંપન્ન જીવાને તપ આદિ સાધના કરતા જોઈને મન વિશેષ પ્રસન્ન બને છે...આમ વ્યવહારનય શુદ્ધવસ્તુના પ્રભાવથી શુદ્ધભાવ થાય છે એમ માને છે.’
નિશ્ચયનય નામ આદિ બાહ્ય વસ્તુની વિશેષતાથી નિર્જરામાં વિશેષતા થાય” એમ માનતા નથી. કારણ કે અધિક ગુણી વસ્તુથી જ અધિક ભાવ થાય એવા નિયમ નથી, અપગુણી વસ્તુથી પણ અધિકભાવ થાય એવું બને. ખેડૂત બનેલા સિંહના જીવને અધિકગુણી વર્ધમાનસ્વામીની અપેક્ષાએ અપગુણી ગૌતમસ્વામીમાં આ મહાન છે. ” એમ તીવ્ર શુભ પરિણામ થવાથી ઘણી નિર્જરા થઈ.
=
આ વિષે વ્યવહારભાષ્યમાં (ઉ. ૬ ગા. ૧૯૧ ) કહ્યું છે કે – “ નિશ્ચયનયથી તા મહાનગુણીથી અપગુણી વસ્તુમાં પણ જેને તીવ્ર શુભભાવ થાય છે, તેને મહાનગુણી કરતાં અપગુણીથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org